ટાટાની કારનો રૂતબો ભારતીય માર્કેટમાં ટોચ પર બનેલો છે. કોઈ પણ કાર હજુ લોન્ચ નાં થઇ હોય તે પહેલાથી જ તે ટ્રેન્ડીન્ગમાં આવી જતી હોય છે. અને ટાટા કંપની નવા નવા મોડલ લોન્ચ કરીને આ બાબતે પોતાની પકડ દિવસે ને દિવસે મજબુત કરતી જાય છે.
આમ પણ ટાટાની કારમાં જનરેશનના હિસાબે ઓછા પૈસામાં વધુ સારી ડીઝાઇન, વધુ સારો લુક અને વધુ સારી ટેકનોલોજી ફીચર મળી રહે છે. જયારે બીજી કંપનીની કારમાં આટલા ફીચર માટે વધુ પૈસા આપવા પડે છે. અત્યારે ઓટોમોબાઈલ ક્ષેત્રે SUV કારોની ડીમાંડ વધુ થઇ રહી છે. મીડિયાના સુત્રો અનુસાર ટાટા અત્યારે મીડ સાઈઝ SUV પર કામ કરી રહી છે.
આ SUV નું કોડ નેમ “બ્લેક બર્ડ” હશે જે ફીચરમાં શાનદાર હશે અને બજેટમાં પણ કિફાયતી હશે, આ SUV નો સામનો સીધો હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta) અને કિયા સેલ્ટોસ (Kia Seltos) સાથે થશે. અને ટાટાની SUV આ બંને ને પછાડશે તેવી પણ ખબર આવી રહી છે. તો ચાલો જાણીએ ટાટાની આ SUV બ્લેક બર્ડ વિશે પૂરી માહિતી. ડીઝાઈન, ફીચર, માઈલેજ, કિંમત એન્જીન વગેરે વગરે..
પ્લેટફોર્મની બનાવટ – ટાટા પાસે હાલમાં 2 પ્લેટફોર્મ છે 1. ઓમેગા અને 2. આલ્ફા જેમાં 1. ઓમેગા પર તૈયાર કરવામાં આવે છે હેરિયર અને સફારીને જ્યારે 2. આલ્ફા પર તૈયાર થાય છે ટાટા અલ્ટ્રોઝ, પણ ટાટા આ બ્લેક બર્ડને યુનીક રીતે તૈયાર કરવા માટે કોઈ નવું પ્લેટફોર્મ બનાવી બનાવી રહી છે. ટાટા કોઈ બીજી કંપની સાથે મળીને નવું પ્લેટફોમ તૈયાર કરી રહી છે. જેની પર બનશે આ પાવરફુલ ટાટા બ્લેક્ બર્ડ.
અંદરની ડીઝાઈન (ઇન્ટીરીયર ડીઝાઈન) – આ SUV કારનું ઇન્ટીરીયર પણ બહુ જ શાનદાર હશે, સૌ પ્રથમ 10 ઈંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળશે. તેમાં એન્ડ્રોઈડ ઓટો પ્લે અને એપલ કાર પ્લે સાથે કનેક્ટ હશે, પૂરું ઇન્ટીરીયર બ્લેક થીમ પર આધારિત હશે. તેમાં નવું સ્ટેઇરીંગ વ્હીલ પણ જોવા મળશે. જેમાં બધા કંટ્રોલ બટન જોવા મળશે.
આ સાથે પુશ ટચ બટન, ઈન્સ્તૃમેંટ ક્લસ્ટર, એમ્બીયંટ ક્લાઈમેંટ મોડ, ઓટોમેટીક ક્લાઈમેંટ કંટ્રોલ, વાયરલેસ મોબાઈલ ચાર્જર, વધુ સ્ટોરેજ, 6 તરફ થી એડજેસ્ટ થઇ સીટ વગેરે જેવા યુનિક ફીચર અંદરની ડીઝાઈનમાં જોવા મળશે.
બહારની ડીઝાઈન (આઉટર લુક) – આ કારની બહારના લૂકસની વાત કરીએ તો, એકદમ નવા પ્રોજેક્ટર હેડ લેમ્પ જોવા મળશે સાથે નવા ફોગ લેમ્પની હાઉસિંગ જોવા મળશે. સાઈડ પ્રોફાઈલની વાત કરીએ તો, એકદમ સ્પોર્ટી રાખવામાં આવ્યું છે. પાછળની વાત કરીએ તો નવી LED ટેઈલ લેમ્પ અને સ્પોઈલર પર બ્રેક લાઈટ આપવામાં આવી છે. ટાયર 17 ઇંચના ડાયમંડ કટ અલોય વ્હીલ પણ શામેલ હશે.
એન્જીન કેવું પાવરફુલ હશે – આ SUVમાં 1.5 લીટરનું ટર્બો ચાર્જ પેટ્રોલ એન્જીન દેવામાં આવશે, જે 140 HP નો પાવર જનરેટ કરશે. સાથે 1.5 લીટર 4 સીલીન્ડર પેટ્રોલ એન્જીન પણ આવશે જે 120 HP પાવર જનરેટ કરશે. તેમજ 1.5 લીટર ટર્બો ચાર્જ ડીઝલ એન્જીન દેવામાં આવશે, જે 120 HP નો પાવર જનરેટ કરશે. આ ઉપરાંત રેર વ્હીલ ડ્રાઈવ પાવર સાથે આ કાર લોચ થશે.
સેફટી ફીચર કેવા કેવા હશે – ટાટાની કારની સેફટી પર શંકા નથી કરવામાં આવતી, આ કારમાં હાઈ સ્ટેલનેસસ્ટીલ બોડી, ઓલ એર બેગ્સ, રીવર્સ પાર્કિંગ કેમેરા, ઓલ ટાયર વિથ ડિસ્ક બ્રેક, અપ હિલ આસીસ્ટન્ટ, ડાઉન હિલ કંટ્રોલ, ડાઈવર એટેન્શન વોર્નિંગ, સીટ બેલ્ટ વોર્નિંગ, ક્રુઝ કટ્રોલ જેવા જોરદાર સેફટી ફીચર આપવામાં આવશે.
લોચ ક્યારે થશે- અને શું હશે પ્રાઈઝ – આ ટાટા SUV ની લોન્ચ થવાની વાત કરીએ તો, ઇન્ડિયન માર્કેટમાં આ SUV લગભગ 2022 ના એન્ડમાં અથવા 2023 ની શરૂઆતમાં તમને મળી શકશે. આ ટાટા SUV ની કિમતની વાત કરીએ તો, મીડિયા રીપોર્ટ અનુસાર 11.5 લાખ થી લઈને 15-16 લાખ સુધી જઈ શકે છે અલગ અલગ મોડેલ્સ અનુસાર. પણ હજુ લોચ થવાની ઓફીસીઅલ તારીખ ટાટા મોટર્સ તરફથી મળી નથી.
ટાટાની આ SUV તમને કેવી લાગી? શું તમે આ SUV ખરીદવાનું પસંદ કરશો? અમને કોમેન્ટમાં જવાબ આપો. તેમજ કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઉપરની તમામ માહિતી ઈન્ટરનેટ આધારીત છે જેમાં થોડો ફેરફાર હોઈ શકે છે. . તેમજ વધુ આવી માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.