તો આજે આપણે વાત કરવાના છીએ ટાટા પંચ ગાડીની કે, શા માટે તમારે ટાટા પંચ ગાડી ખરીદવી જોઈએ અને શા માટે તમારે ટાટા પંચ ગાડી ના ખરીદવી જોઈએ તો તેના માટે અમે તમને 5 કારણ એવા આપશું કે જેના લીધે તમારે ટાટા પંચ ખરીદવી જોઈએ અને 3 એવા આપશું કે જેના લીધે તમારે ટાટા પંચ ખરીદવી ના જોઈએ તો ચાલો હવે વિસ્તૃત માહિતી જાણીએ ટાટા પંચ વિશે
ટાટા પંચની અમુક બેસિક માહિતી પહેલા જોઈ લઈએ.
TATA PUNCH ની ઓન રોડ પ્રાઇસ 6 થી લઈને 10-11 લાખ સુધી જઈ શકે છે, તે અલગ અલગ વેરીએન્ટ ઉપર આધાર રાખે છે. ત્યારબાદ તેમાં એન્જિન 1199 સીસીનું છે એટલે કે 1.2 લીટર નું તેમ જ તે ઓન્લી પેટ્રોલમાં આવે છે ત્યારબાદ તેની માઇલેજ જોઈએ તો કંપની મુજબ ૧૮ થી લઈને 20 સુધી તેની માઇલેજ રહેવાની છે, તેમજ તેમાં ગિયર બોક્સ ઓટોમેટીક અને મેન્યુઅલ બંને તમને જોવા મળશે. સૌથી ખાસ વાત એ છે કે, આ એક 5 સીટર કાર છે તેમજ સેફટી ના મામલે 5 Star (Global NCAP) માં તેને રેટિંગ મળ્યા છે એટલે કે, આમ જોવા જઈએ તો તમે એકદમ સેફ કારમાં છો તેવી રીતે કહી શકાય.
ટાટા પંચ શા માટે લેવી જોઈએ.
(1) સિટિંગ- સૌથી પહેલા સીટિંગની વાત કરીએ તો આમાં તમે બેસો એટલે તમને એવું નહીં લાગે કે, તમે એક માઈક્રો SUV માં બેઠા છો, તમને અંદર બેસતા ની સાથે એવું લાગશે કે તમે કોઈ પહોળી મોટી માં બેઠા છો આની ફીલિંગ્સ તમને ખૂબ જ સારી એવી આવશે. તેમજ તમને ઉપરની સાઈડ તમે બેસો એટલે તમને ઉપરની સાઈડ પણ થોડી વધુ જગ્યા મળશે ઘણી ઊંચી હાઈટ વાળા લોકોનો પ્રોબ્લેમ હોય છે કે તેમના હેડ એટલે કે તેમના માથા ઉપરની સાઈડ અડી જાય છે પણ ટાટા પંચમાં એવું નહીં થાય.
તેમજ ટાટાનું આગળની સાઈડનું જે કેબીન એટલે કે ડ્રાઇવિંગ એરિયા કહીએ એ તમને ખૂબ જ મોટું મળે છે અને એકદમ આકર્ષક પણ લાગે છે જો તમને ઇન્ટરનલ સ્પેસ થોડી વધુ જોઈએ અને કેબીન થોડી મોટી જોઈએ છે તો બેશક તમે ટાટા પંચ ગાડી ખરીદી શકો છો.
(2) સેફટી – બીજું સૌથી મોટું કારણ એ છે કે આ ગાડીને સેફટી ના મામલે 5 સ્ટાર રેટિંગ મળેલા છે એટલે કે (Global NCAP) જે રેટિંગ આપે છે, બધી કારોને કે તમારી કાર કેટલી સેફ છે. એ NCAP સંસ્થાએ ટાટા પંચને ફાઇસટાર આપેલા છે. એટલે કે, તમે એકદમ સેફ ગાડીમાં છો એવી તમને ફીલિંગ આવશે, કોઈ પણ એકસીડન્ટ જેવા મામલામાં તમને જાનહાનિ થવાની સૌથી ઓછી સંભાવના છે.
(3) કસ્ટમ ડીઝાઇન– ત્રીજું સૌથી મેઇન કારણ છે કસ્ટમાઈઝેશન. હવે ટાટા પંચમાં ઓલરેડી ઘણા વેરીએન્ટ આવે છે, અલગ અલગ કે લગભગ પાંચ 6 થી શરૂ થઈને 10-11 લાખ સુધી જતા હોય છે પણ તમે તમારા બજેટને અનુસાર તમારે કયું મોડલ લેવું છે તેમાં કેવા કેવા ફીચર એડ કરવા છે. તે તમારા બજેટ અનુસાર અને જે તમને ફીચર ગમે છે એ તમે એડ કરી શકો જે તમને ફીચર નથી ગમતું તેને બાદ કરી શકો તો એવી રીતે ટાટા પંચમાં કસ્ટમાઈઝેશનની સારી એવી સુવિધા આપેલી છે
તેમાં અમુક ઓપ્શનલ પેક પણ આવે છે એટલે કે 30,000 રૂપિયાનું પેક 45000 રૂપિયાનું રૂપિયા પેક આ પેકમાં તમને અલગ અલગ ફિચર આપે છે જે તમે તમારા કાર લેતી વખતે તમે એમાંથી તમને ગમે તે ઓપ્શનલ પેક કારમાં ઇન્સ્ટોલ કરાવી શકો છો.
(4) એક્સિલન્ટ રાઇડ & હેન્ડલિંગ – આ ગાડી ચલાવવામાં તમને જોરદાર અનુભવ આપી શકે છે, તેમજ તેનું હેન્ડલિંગ પણ સ્મૂથ અને બેલેન્સ્ડ છે, તેમજ ભારતીય રસ્તા મુજબ આ ગાડી ચલાવવામાં આરામદાયક લાગે છે, તેમજ પંચનો ડ્રાઇવિંગ અનુભવ જોરદાર છે.
(5) બેસ્ટ & બિગ લુક – આમ ચોથું સૌથી મેઇન અને મોટું રીઝન એ છે, આ ગાડી ખરીદવાનું કે તેનો લુક. મોટાભાગના લોકોએ આ ગાડી તેના લુકને લઈને ખરીદી છે. દેખાવમાં જોવા જાઓ તો ટાટા પંચ એક માઈક્રો એક SUV છે પણ તેને આગળથી જોવા જાવ તો તો પંચ ગાડી તમને થોડી આગળથી મોટી પણ લાગશે અને ડિઝાઇન વાઇસ પણ લુક બધાને એટ્રેક કરે તેવો છે. એટલે આમ જોવા જાવ તો તેનો લુક અસમ છે અને અંદરથી અને બહારથી બંને સાઈડથી તમને એક મોટો લુક લાગે છે એવું નથી લાગતું કે તમે એક માઈક્રો યુએસબી લીધી છે
ટાટા પંચ શા માટે ના લેવી જોઈએ.
(1) એન્જિન – નેગેટીવમાં વાત કરીએ તો સૌથી મોટો નેગેટિવ તેનું એન્જિન છે, એન્જિન તાકાતના મામલે નેગેટિવ નથી પણ એન્જિનમાં તમને એક જ ઓપ્શન મળે છે 1.2 લિટર નું પેટ્રોલ એન્જિન. આમાં તમને ટર્બો એન્જિન પણ નથી મળતું તેમજ ડીઝલ વેરીએન્ટ પણ નથી મળતું એટલે આમ જોઈએ તો આ એક તેનો નેગેટિવ છે પણ તેઓને પેટ્રોલ એન્જિન જ લેવું છે ઓન્લી તેના માટે આ એક સારી વાત પણ છે.
(2) બેજીક વસ્તુઑ – સેકન્ડ બેઝિક વસ્તુઓ આમ જોવા જાઓ તો ટાટા પંચના મોડલની શરૂઆત લગભગ 6 લાખ થી શરૂ થાય છે પણ આ 6 લાખના બેસિક મોડલમાં તમને અમુક વસ્તુ નથી મળતી. દાખલા તરીકે જોવા જાવ તો, તમને સાઉન્ડ સિસ્ટમ આમાં નથી મળતી ત્યારબાદ, પાછળની સાઈડ પાવર વિન્ડો તમને નથી મળતી. તો આવી અમુક અમુક વસ્તુઓ છે કે જે તમને બેઝિક વેરીએન્ટમાં નથી મળતી તેના માટે તમારે હાયર વેરિયન્ટમા જવું પડે છે. તો અમારી ટીમના હિસાબે 6 લાખ સુધીમાં આટલી બેઝિક વસ્તુઓ તો મળવી જોઈએ.
હા, તમે આમાં ઓપ્શનલ પેક લઈને અમુક એક્સ્ટ્રા પૈસા દઈને તમે અમુક વસ્તુઓ બેસિક મોડલમાં પણ એડ કરાવી શકો છો, આ બેસિક વસ્તુઑ સંપૂર્ણ પણ તમારી પસંદ પર આધાર રાખે છે. કે, કેવી વસ્તુઑ તમારે જોઈએ છે અને તેના આધારે કેટલા પૈસા તમારે વધારે દેવ પડશે.
(3) વેઇટિંગ પિરિયડ – તેમજ સૌથી મોટો પ્રોબ્લેમ છે વેઇટિંગ પિરિયડ, ટાટા પંચનું જે બેઝિક મોડલ આવે છે તેમાં હાલ 6 થી 8 મહિનાનું વેઇટિંગ પિરિયડ બોલે છે. તેમજ અને જો તમારે ટાટા પંચ ફટાફટ જોઈએ છે તો તમે તેના ટોપ વેરીએન્ટમાં જઈ શકો છો પણ તેમાં પણ 2-3 મહિનાનું વેટિંગ પિરિયડ તો છે જ તો, આ તેનો થોડો નેગેટિવ પોઇન્ટ ગણાય છે. તમારે બીજી કઈ ગાડી વિશે માહિતી જોઈએ છે તેનું નામ કોમેન્ટ કરો. અમે તેના વિષે તમામ માહિતી ગુજરાતીમાં આસન ભાષામાં તમારી સુધી લાવીશું.
જો ટાટા પંચ ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” અને ના ગમી હોય તો “BAD” લખો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર.તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઈન્ટરનેટ પરથી લેવાયેલ છે, તેમજ અમારો પોતાનો રિવ્યુ છે, તમારો મંતવ્ય અમારાથી અલગ હોય શકે છે. – આભાર.