હિન્દુ ધર્મમાં એવી ઘણી બધી વાતો છે જે ધર્મ સાથે જોડાયેલી જોવા મળે છે. કેટલીક વાતો તો એવી પણ હોય છે કે તેની પાછળ કોઈપણ પ્રકારનું લોજીક નથી હોતું, પણ એ બધી વાતોને વર્ષોથી માનતા આવ્યા હોવાથી તે પ્રમાણે ચાલ્યા કરતું હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય તેની પાછળનું સચોટ કારણ અમુક સમયે ખબર હોતી નથી.
ઘણા લોકો તેને અંધવિશ્વાસની દ્રષ્ટિએ જોતા હોય છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેનું ઘણું મહત્વ હોય છે. જેમ કે પાણી ગરમ તવી પર ન નાખવું જોઈએ. આ વાત તમે ઘરે અથવા બહાર કોઈના દ્વારા સાંભળી હશે. આજ વાતને વાસ્તુ સાથે જોડીને વિચારવામાં આવે તો તેનું ઘણું મહત્વ છે. આજે તમને વાસ્તુ સાથે જોડાયેલી એવી કેટલીક માહિતી આપીશું જે તમને ધનલાભ કરાવશે, સાથે સાથે ઘરમાં પણ શાંતિ લાવશે.
આવો જાણીએ એક નાની એવી રોટલી કરવાની તવી આપણા જીવનને કેવી રીતે બદલી શકે છે.
- રાત્રે જમ્યા બાદ તાવડીનું શું કરવું જોઈએ.. જાણો
હાલના સમય પ્રમાણે કોઈપણ માણસ રાત્રે નોકરીથી મોડો આવે છે. જો પતિને ગરમ જમવાનું ભાવતું હોય તો પત્ની તેના માટે અડધી રાત્રે પણ ગરમ રોટલી કે પરોઠા બનાવી આપે છે. તે વાત સારી છે. પરંતુ શું તમે જાણો છો કે તે જમવાનું બનાવ્યા બાદ તમે તવીને એમ જ મૂકી રાખો છો સાફ કરી દેતા નથી. તેમ કરવું સારી વાત નથી.
કેમ કે તમે રોટલી કે પરોઠા બનાવ્યા બાદ તવી એમ જ મૂકી દેશો તે અન્નનું અપમાન થયું ગણાશે. જેના કારણે તમારા ઘરમાં ઘણી તકલીફો આવી શકે છે. માટે ક્યારેય પણ રાત્રે જમવાનું બનાવ્યા બાદ તવી સારી સાફ કરી તેને સાઈડ પર મૂકી દેવી. એટલું જ નહીં તમે જ્યારે પણ રોટલી બનાવો તવીને સાફ કરીને જ બનાવવી, ક્યારે પણ એઠી તવીમાં રોટલી ન બનાવો.
- તવીને હંમેશા સામે દેખાય તેમ ન રાખો, જાણો શું કામ…
ઘણા લોકો કહેતા હોય છે કે સાવરણીમાં લક્ષ્મીનો વાસ હોય તેવું માનવામાં આવે છે. તેને પગ પણ ન અડવો જોઈએ. તેનાથી ઘરમાં અશુભ કાર્યો થવા લાગે છે. તવીનું પણ એવું જ છે. અમુક સ્ત્રીઓ તવીને વાસણની જેમ ઘસીને સાફ કરીને પણ તેને વ્યવસ્થિત જગ્યા પર મૂકતી હોતી નથી. કિચન પર જ રહેવા દેતી હોય છે જેના કારણે સરળતાથી ત્યાંથી લઈ વાપરી શકાય. તે વસ્તુ તદ્દન ખોટી છે.
તવીને ક્યારેય પણ ખુલ્લી જગ્યા પર ન રાખવી જોઈએ. તેને હંમેશાં એવી જગ્યા પર રાખવી જેના પર કોઈની નજર ન પડે. ઘરના અથવા બહારની વ્યક્તિ જેટલાની નજર તવી પર ઓછી પડે તેટલું વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સારું માનવામાં આવે છે. કેમ કે વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. તવી પર દરેકની નજર પડશે તો વાસ્તુ પ્રમાણે ઘરના મોભી અથવા પતિને કંઈકને કંઈક બીમારીનો સામનો કરવો પડતો હોય છે.
- આ એક ભૂલ વધારશે ઘરમાં નેગેટિવિટી- જાણો કઈ ભૂલ…
આપણી બા કે મમ્મી જમવાનું બનાવતા હોય છે. ત્યારે હંમેશાં એક રોટલી સાઈડમાં મૂકે છે. તેના માટે આપણાં મનમાં પ્રશ્ન થતો હોય છે. અમુક સમયે તો આપણને બહુ ભૂખ લાગે ત્યારે મમ્મી કહે થોડી વાર રાહ જો આ એક રોટલી થાય એટલી બીજી રોટલી તને આપું જમવા માટે તો એવું શા માટે?
તેની પાછળ કારણ છે ઘરમાં સૌથી પહેલી રોટલી ગાય અને કૂતરાની કાઢે છે. હંમેશાં આ નિયમની સાથે જ ચાલો. યાદ રાખો પહેલી રોટલી ગાય અને કૂતરાની જ હોવી જોઈએ. આ રીતે કરવાથી તમારા ઘર અથવા પરિવારના કોઈ પણ સભ્ય પર મુશ્કેલી નહીં આવે. સાથે ઘરમાં જે પણ નેગેટિવિટી હશે તે દૂર થઈ જશે. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. અને ઘરમાં શાંતિ પણ જળવાઈ રહે છે.
- ક્યારેય ન મૂકો આ રીતે તવી
મોટાભાગના ઘરોમાં આપણે જોઈએ છીએ કે તવીને ચોખ્ખી કરીને ઉંધી મૂકી દેતા હોય છે. પણ આ રીત બિલકુલ ખોટી છે. માનીએ છીએ કે તવીને ઉંધી મૂકવામાં સરળતા પડતી હોય છે. પરંતુ તેનાથી ઘરમાં કેટલીક મુશ્કેલીઓ સામનો કરવો પડતો હોય છે.
તવી ઉંધી મૂકવાથી ધન સંબંધી તકલીફનો પણ સામનો કરવો પડે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તવી અથવા કડાઈ જમવાનું બન્યા પછી ગેસ પરથી ઉતારીને જમણી બાજુ પર મૂકી દેવી જોઈએ. તેને ગેસની ઉપર એમ જ મૂકીને ન જવું જોઈએ. જ્યારે પણ તેનું કામ પતે તરત જ તેને બાજુમાં ઉતારીને મૂકી દેવી જોઈએ.
- રસોઈ બનાવતી વખતે આ વાત ખાસ વિચારો-
કોઈ પણ વ્યક્તિ હોય તે ખરાબ બોલતું હોય તો આપણે કહેતા હોઈએ છીએ કે તેના વિચારો જ એવા છે માટે એવું થાય છે. આ રીતે જમવાનું બનાવવામાં પણ એવું જ છે. જો તમે જમવાનું બનાવતી વખતે સારા વિચારો રાખશો તો ભોજન સારું બનશે. એક બીજી વાત રસોઈ કરતી વખતે જો તમે ભગવાનનું નામ લેશો તો રસોઈ સ્વાદિષ્ટ બનશે. સાથે ઘરમાં પણ તમને સકારાત્મકતાનો પણ અહેસાસ થતો જોવા મળશે. આ વાત આજે પૂરી દુનિયા માને છે.
- તવી પર નાખો મીઠું- જાણો શા માટે નાખવાનું છે.
દરેક સ્ત્રી તવી પર ડાયરેક્ટ રોટલી બનાવતી હોય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રના હિસાબથી તેના પર પહેલા મીઠું છાંટવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ઉણપ નહીં આવે. એ ઉપરાંત પહેલા લોકો જેમ કરતાં એમ પહેલી રોટલી હંમેશા ગાય કે કૂતરા માટે કાઢો તેના પછી જ પરિવાર માટે બનાવો. જેનાથી હંમેશાં સુખ સમૃદ્ધિ ઘરમાં રહે.
- ગરમ તવી પર પાણી નાખવું- હા કે ના??
તવી ગરમ હોય તો તેને ઠંડી કરવા માટે કહેતા હોય છે કે પાણી નાખી દે હમણાં ઠંડી થઈ જશે અને આપણે પણ તે પ્રમાણે કરતા હોઈએ છીએ. પરંતુ તે રીત વાસ્તુ શાસ્ત્ર અનુસાર તદ્દન ખોટી છે. માન્યતા છે કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તવી પર પાણી નાખશો તો લગ્ન જીવન પર પાણી ફરી વળશે કાં તો ઘરમાં કોઈપણની તબિયત ખરાબ થઈ જાય છે.
ગરમ તવી પર પાણી નાખવાથી તેમાંથી જે અવાજ નીકળે છે. તેના કારણે તમારા જીવનમાં પણ તકલીફો ઉભી થાય છે. અંતે તે વધી જતી હોય છે. માટે ક્યારેય ગરમ તવી પર પાણી રેડવું ન જોઈએ.
- તવી લાવશે ઘરમાં સકારાત્મક ઉર્જા-
વાસ્તુ અનુસાર તવી અને કઢાઈને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે તેનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. એટલા માટે તેનો ઉપયોગ સારી રીતે સાફ કરીને કરવો જોઈએ. તવી ઘરમાં નેગેટિવ એનર્જી ખતમ કરે છે અને સકારાત્મક એનર્જી ઘરમાં લાવવામાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.
આ રીતે તવી દરેક ઘરમાં હોય છે. અને તેનું મહત્વ માત્ર રોટલી બનાવવા માટે નહીં પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધનનો વધારો કરવા માટે પણ થાય છે. એટલે જો તવીને ઘરમાં વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર યોગ્ય જગ્યા પર મૂકવામાં આવે તો તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્રણેય મળી શકે છે. આથી વાસ્તુ શાસ્ત્રના નિયમોની અવગણના ન કરતા જે રીતે વાસ્તુમાં બતાવે છે તે રીતે તવીનો ઉપયોગ કરશો તો વિચાર્યું પણ ન હોય એવી રીતે ધન લાભ થશે.
આ તમામ માહિતી વાસ્તુ શાસ્ત્ર અને ઇન્ટરનેટના માધ્યમથી લખવામાં આવી છે. જો તમે આ વાતમાં શ્રધ્ધા રાખો છો તો તમે આ વાતને માની શકો છો. અન્યથા આપ જો ના માનવા માંગતા હોય તો આપની ઇચ્છા છે. કારણ કે દરેક વ્યક્તિની પોતાની વિચારધારા હોય છે. ધન્યવાદ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.