👂 દરેક વ્યક્તિ પોતાના બાહ્ય અંગોને સારી રીતે સાફ રાખતા જ હોય છે. હાથ, પગ, મોં, કાન, નાક, આંખ જેવા અંગને સાફ રાખવા ખૂબ જ જરૂરી છે. શરીરના દરેક અંગની સફાઇ બરાબર કરીને આપણે અનેક બીમારીથી બચી શકીએ છીએ. શરીરના અમુક અંગો એવા નાજુક હોય છે કે તેની સફાઇ પણ ખૂબ જ કાળજીથી કરવી પડે છે જેંમ કે કાન.
👂 કાનની સફાઇ કરવી તો જરૂરી છે કેમ કે જો કાનમાં વધારે મેલ જમા થઈ જાય તો સાંભળવામાં તકલીફ થઈ શકે છે. કાનનો મેલ જેલ જેવો હોય છે તે સરળતાથી દૂર થતો નથી અને જો એ મેલ ખૂબ વધી જાય તો કાનનો દુખાવો અને સંક્રમણનું જોખમ રહે છે. સામાન્ય રીતે મોટા ભાગના લોકો કાનને સાફ કરવા માટે ઈયરબરડનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ કાન સફાઈની આ રીત એકદમ ખોટી છે. એક્સપર્ટ આ રીતને ખૂબ જ જોખમી ગણાવે છે.
👂 કાનમાં મેલનું બનવું એ એક સામાન્ય વાત છે.એ કાનના બહારના ભાગમાં અને ઈયર કેનાલની કોશિકાઓ નીકળતું નેચરલ ઓઇલ છે. બહારની ધૂળ, ડેડ સ્કીન અને પરસેવો ઓઇલમાં મળીને આ મેલ બને છે.કાનમાં બનતો આ મેલ આમ તો કાન માટે સુરક્ષા ક્વચનું કામ કરે છે. આ મેલ વાઇરલ અને હાનિકારક બેક્ટેરિયાને કાનમાં જતાં અટકાવે છે. 90 % લોકો પોતાના કાનની સફાઇ માટે ઈયરબડનો ઉપયોગ કરતાં જોવા મળે છે. પરંતુ અમેરિકન એક્સપર્ટ એવું કહે છે કે આ રીત ખૂબ જ જોખમી છે.
👂 અમેરિકાના કાન, નાક અને ગળાના એક્સપર્ટ એવા ડૉ. જેરી લીને પોતાના એક અભિપ્રાયમાં જણાવ્યું છે કે કાનનો મેલ તેની મેળે જ ઓછો થઈ જતો હોય છે. તેના માટે રેગ્યુલર ઈયરબડ જેવી વસ્તુથી કાનની સફાઇ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ જો કાનમાં વધારે મેલ જમા થઈ ગયો હોય અને તેના કારણે તમને દુખાવો કે કોઈ અન્ય તકલીફ જણાતી હોય તો તેની સફાઇ જરૂરી બને છે. જો તમે ઘરે જ કાનની સફાઈ કરો તો પણ તે કરી શકાય જો કાનમાં દુખાવો હોય તો ડૉક્ટર પાસે જઈને કાનની તપાસ કરાવવી જોઈએ.
👂 ડૉક્ટર જેરી લીનના કહેવા મુજબ જો કાનનો ઉપરનો ભાગ સાફ કરવો છે તો તેના માટે તમે ઈયરબડનો ઉપયોગ કરી શકો. પરંતુ યાદ રાખો કે આ ઈયરબડ વડે ક્યારેય પણ કાનની અંદર ઊંડે સુધી સફાઇ ના કરવી જોઈએ કેમકે ઘણી વાર આમ કરતાં તમારા કાનના આંતરિક પડદાને નુકશાન પણ થઈ શકે છે અને સાંભળવાનું પણ બંધ થઈ શકે છે.
👂 કાનની સફાઇ માટેની યોગ્ય અને સાચી રીત : ડૉ. જેરીના મત અનુસાર કાનમાંથી જો મેલ સાફ કરવો જ છે તો તેના માટે તમે ઈયર ડ્રોપ લઈ શકો છો. આ ડ્રોપની મદદથી તમે કાનમાં રહેલા મેલને થોડી જ મિનિટોમાં પિગાળી શકો છો. અને એથી તે કાનની બહાર સરળતાથી આવી જાય છે. આ ઈયર ડ્રોપ તમને એકદમ આસાનીથી કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી મળી જાય છે.
👂 પરંતુ આ ડ્રોપનો ઉપયોગ કરતાં પહેલા એક વાર અવશ્ય ડૉક્ટરની સલાહ લેવી. આ ઈયર ડ્રોપ એક જ વારમાં તેનું કામ કરવા લાગે છે પરંતુ જો મેલ થોડો વધારે હોય કે જામી ગયો હોય તો તમારે ડ્રોપ બે કે બેથી વધારે વાર ઉપયોગ કરવો પડે છે. પરંતુ આ એકદમ સરળ અને સારો ઉપાય છે. તેનાથી કાનને કોઈ જ નુકશાન થતું નથી અને કાનનો મેલ પણ નીકળી જાય છે.
જો આ કાનની સફાઈ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.