👉 ભારતીય દરેક ઘરોમાં રસોઈમાં હિંગ વાપવામાં આવે છે. આ હિંગ તમારી રસોઈને એક ખુશ્બૂ તો આપે જ છે પણ તેની સાથે-સાથે આપણી પાચન ક્રિયાનું કામ પણ સરળ બનાવે છે. હિંગના સેવનથી પેટ સંબંધી દર્દ દૂર રહે છે. આપણી રસોઈમાં હિંગનો ઉપયોગ તો કરીએ જ છીએ પરંતુ આપણે નથી જાણતા કે તે હિંગ અસલ છે કે નકલ. જો હિંગ ઓરીજનલ છે તો તેનો ફાયદો છે પરંતુ તે ડુપ્લિકેટ હોય તો તેનો કોઈ ફાયદો નથી પરંતુ તેનું નુકશાન છે. તો ચાલો જાણીએ કે હિંગની પરખ કેવી રીતે કરવી જોઈએ.
👉 હિંગનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્ય સંબંધી ઘણા જ ફાયદા રહે છે. હિંગના ઉપયોગથી પેટની સમસ્યા દૂર રહે છે, માસિક ધર્મમાં રાહત આપે છે, શ્વસન તંત્રને મજબૂત કરે છે, દાંતના દુખાવામાં પણ ફાયદો પહોંચાડે છે. હિંગના ફાયદા તો આપણે જાણીએ છીએ પરંતુ તે તમામ ફાયદા આપણને ત્યારે જ મળે જ્યારે આપણે ઓરીજનલ હિંગ વાપરતા હોઈએ.
👉 આજનો સમય જ એવો છે કે તમને બજારમાં મળતી કોઈ પણ ચીજ ઓરીજનલ નથી. દરેક ચીજમાં ભેળસેળ થાય છે પરંતુ જો આપણે તે ચીજની પરખ કરવાનું જાણતા હોઈએ તો આપણે ડુપ્લિકેટ માલથી બચી શકીએ છીએ. તો ચાલો આજે આપણે હિંગની સરખની રીત જોઈએ.
👉 ઓરીજનલ હિંગ અને ડુપ્લિકેટ હિંગ વચ્ચે તફાવત જાણવાની કેટલીક રીત :
👉 (1) હિંગની કિંમત પરથી : અસલ અને નકલની પરખ સામાન્ય રીતે આપણે તેની કિંમત પરથી પણ કરી શકીએ છીએ. જે હિંગ અસલ છે તે ભાવમાં મોંઘી હોય છે અને નકલ હિંગ એકદમ સસ્તા ભાવે બજારમાં તમને મળતી હોય છે.
👉 (2) હિંગને બાળીને : હિંગની ખાતરી કરવા માટે તેને આગમાં બાળીને પણ તેની ઓરિજનાલિટી જાણી શકાય છે. જો હિંગ અસલ છે તો તે એકદમ બળી જાય છે અને તે નકલ હશે તો બળતી નથી. આમ બાળીને પણ તમે સાચી હિંગ ઓળખી શકો છો.
👉 (3) હિંગના રંગથી તેને જાણો : હિંગની ઓળખ તેના રંગ પરથી પણ થાય છે. જે હિંગ ઓરીજનલ છે તેનો રંગ હલકો ભૂરો જેવો હોય છે. જો એકદમ ડાર્ક જેવા કે વધારે પડતાં લાઇટ કલરમાં હિંગ છે તો તે નકલ હોય શકે છે.
👉 (4) હિંગને ઘીમાં નાખીને : હિંગની પરખ માટેની આ રીત એકદમ સરળ છે તમે હિંગને પારખવા માટે તેને ઘીમાં નાખી શકો છો. ઘીમાં નાખતા જે હિંગ અસલ છે તે ફૂલી જશે અને થોડી લાલ શેડમાં આવી જશે જ્યારે નકલ હિંગ ઘીમાં ઉમેરતા પોતાના મૂળ રૂપમાં જ રહે છે.
👉 (5) પાણીમાં ઘોળીને તેને પારખો : હિંગને પાણીમાં ઘોળીને પણ તેની ઓળખ કરી શકાય છે હિંગને પાણીમાં ઘોળતા જો તે પૂરેપૂરી પાણીમાં મિક્સ થઈ જાય અને પાણીનો કલર સફેદ જેવો થાય તો તે હિંગ અસલ છે.
👉 નકલી હિંગ ખાવાના નુકશાન :
👉 (1) તમને એ વાતનો ખ્યાલ જ છે કે હિંગ આપણા પાચનને સુધારે છે પરંતુ જો તમે નકલી હિંગ રસોઈમાં વાપરો છો તો તમારા પાચનને તકલીફ ઊભી થઈ શકે છે. તમને અપચો, ગેસ જેવી તકલીફ થવાનો સંભવ રહે છે.
👉 (2) ડુપ્લિકેટ હિંગ ખાવાથી હાર્ટને નુકશાન થઇ શકે છે. તમારું બ્લડપ્રેશર પણ અનિયંત્રિત થઈ શકે છે. આ તકલીફથી બચવા માટે નકલી હિંગ ન ખાવી જોઈએ.
👉 (3) જે મહિલા ગર્ભવતી છે કે જે સ્તનપાન કરાવતી માતા છે તેમના માટે આ નકલી હિંગ નુકશાન કરતાં છે તે લોકોએ આ નકલી હિંગથી બચવું જોઈએ. નકલી હિંગ માતાની સાથે નવજાત બાળકને પણ નુકશાન પહોંચાડી શકે છે.
👉 હિંગને લઈને રાખવા જેવી કાળજી : હિંગની ખરીદી હંમેશા આખી હિંગના રૂપમાં જ કરવી જોઈએ આ હિંગ તમને મોટા મોટા પીસમાં બજારમાં મળતી હોય છે. બને ત્યાં સુધી હિંગનો પાઉડર ના ખરીદવો. બીજું કે જ્યારે તમે ઘરે હિંગને સ્ટોર કરો છો તો તેને કાચની બરણીમાં જ ભરવાનું રાખો.
જો આ હિંગ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.