💁 આજના સમયમાં લોકોને ટેસ્ટી ખાવાનું વધારે પસંદ છે. પહેલા લોકો કોઈ નવી વાનગી કે ભાવતું ભોજન માત્ર તહેવારમા જ બનાવતા કે કોઈ મહેમાનઆવે તે સમયે જ બનાવતા હતા. પરંતુ આજે લોકો ખાવાના વધારે જ શોખીન બની ચૂક્યા છે તે કોઈ પણ સમયે પોતાની જીભને સ્વાદ આપી લેતા હોય છે.
💁 આજે લોકો પોતાના ઘરે કોઈ પણ સભ્યનો જન્મ દિવસ હોય કે પછી કોઈ પણ તહેવાર હોય ભારતીય ઘરોમાં રોટલીના સિવાય મોટા ભાગે પૂરી બનવાય છે પૂરી લોકો સવારે નાસ્તામાં બપોરના ભોજનમાં અને રાતના ડિનરમાં પણ લોકો પસંદ કરે છે. પૂરી સૌ કોઈને પસંદ છે અને તેને લોકો હોંશે-હોંશે ખાય છે.
💁 સૌને પૂરી પસંદ તો છે જ પરંતુ જો તે એકદમ ટેસ્ટી હોય તો જ તેનો ટેસ્ટ સૌ પસંદ કરે છે. પૂરી ને એકદમ સ્વાદવાળી બનાવવા માટે તેનો લોટ કેવી રીતે બાંધવો તે જાણવું ખૂબ જ જરૂરી છે. અમે તમને પૂરી બનાવતા જે વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો આ માહિતીને ચોકક્સ પૂરેપૂરી વાંચો.
💁 સામાન્ય રીતે પુરીનો લોટ એકદમ કડક બાંધવો જોઈએ અને પુરીનો આવો પરફેક્ટ લોટ બાંધવો થોડો મુશ્કેલ છે. પરંતુ જો તમે તેને એકદમ સારી રીતે તૈયાર કરશો તો પૂરી ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો ચાલો જાણીએ કે લોટ બાંધતા શું ખાસ ધ્યાને લેવું.
💁 પુરીના લોટમાં ખાસ કઈ વાતને ધ્યાનમાં લેવી : આપણે સામાન્ય રીતે જેમ રોટલીનો નરમ લોટ બાંધીએ તેમ પુરીનો લોટ બાંધવાનો છે પરંતુ આપણે રોટલીના લોટને નરમ બાંધીએ છીએ. પરંતુ પુરીના લોટને જેટલો કડક બાંધશો તેટલી પૂરી સ્વાદવાળી બનશે.
💁પુરીના લોટ બાંધવા માટે તમારે સૌથી પહેલા 3 નાની વાટકી ઘઉંનો લોટ લેવો. આ લોટમાં તમારે એક નાની ચમચી જેટલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. પુરીના લોટમાં ખાંડ ઉમેરવાથી તે એકદમ વાઈટ બનશે અને મીઠું ઉમેરવાથી તે સ્વાદિષ્ટ પણ બનશે. આ લોટને બાંધવા માટે તેમાં તમારે 1/2 કપ જેટલું દૂધ અને બાકીનું પાણી ઉમેરવાનું છે. લોટને બાંધતા ખાસ યાદ રાખો કે તેમાં પાણી એકદમ જાજુ ના ઉમેરો તેને જોઈતા પ્રમાણમાં થોડું-થોડું ઉમેરો જેથી તે ઢીલો ના થઈ જાય.
એક બીજી વાત કે જો તમે કોઈ સ્ટફિંગ વાળી પૂરી બનાવવા માંગતા હોય તો તેના માટે તમારે પુરીના લોટને થોડો નરમ જ બાંધવાનો છે. નહીંતો સ્ટફિંગમાં તમને તકલીફ થશે.
💁 પુરીનો લોટ બંધાયા બાદ શું ધ્યાન રાખવું : જ્યારે લોટ બાંધીને તૈયાર થાય તે પછી તેને સેટ થવા મૂકતાં પહેલા તેના પર તેલ લગાવીને ફરી થોડો ગુંથો હવે તેને એક કોટનના કોરા કપડામાં 20 થી 25 મિનિટ માટે સેટ થવા માટે રાખો અને તેને પૂરી બનાવતા પહેલા એકવાર ફરી ગુથો અને પછી તેની પૂરી બનાવો. આ પૂરી ખૂબ જ કરકરી બનશે.
💁 પૂરી વણવામાં શું ધ્યાન રાખવું : જ્યારે તમે લોટના નાના લુવા તૈયાર કરી લો ત્યારે તેના પર ખાસ તેલ લગાવવાનું ના ભૂલતા કેમ કે જો તેના પર તેલ ના લગાવો તો તે સુકાવા લાગશે અને પૂરી બરાબર નહિ બને. આટલું કરીને જ્યારે તમે પૂરી વણો છો તે સમયે પાટલી પર પણ તેલ ચોક્કસ લગાવવું પૂરી વણવામાં ક્યારેય પણ અટામણ ના વાપરવું તેને તેલવાળી જ વણવી. હવે, એકદમ ગોળ અને પાતળી પૂરી વણી લો.
💁 પહેલા તમામ પૂરી વણીને તેને એક કોટન પર રાખી દો. તેલને ગેસ પર ચડાવી ગરમ કરો તેલ એકદમ આવી જાય તે પછી જ પૂરીને તળવાનું શરૂ કરો. એકદમ હાઇ ફલેમ પર ગેસ રાખીને તમામ પૂરીને તળી લો. જો તમારે આ પૂરીને તરત જ ખાવાના ઉપયોગમાં લેવી છે તો તેને થોડી લાલ થવા દેવી પરંતુ જો તેને થોડો સમય રાખી મૂકવાની છે તો તેને માત્ર ગુલાબી રંગની જ તળવી તેથી તે પૂરી એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે. આ પૂરીને સૌ પસંદ કરશે અને હોંશે-હોંશે ખાશે.
જો આ પૂરી વણવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.