🛌ઘરમાં બાળક નાનું હોય ત્યારે ગમે ત્યારે ગમે ત્યાં પેશાબ કરી જતું હોય છે. તેને ખબર નથી હોતી કે તે કઈ જગ્યાએ છે. અને તે કોના ખોળામાં પેશાબ કરે છે. સાવ નાનું બાળક આ બધી વાતોથી અજાણ હોય છે. પછી બાળખ જેમ જેમ મોટું થાય તેમ માતા એક પ્રકારની ટેવ પાડે છે. જેના કારણે તે બાથરૂમમાં પેશાબ કરવા જવા લાગે છે. હવે દિવસે તો આદત ખૂબ જ સરળતાથી પડી જાય છે.
🛌પરંતુ ગમે તેટલું કરવા છતાં રાત્રે બેડમાં કે પથારીમાં પેશાબ કરવાની ટેવ ભૂલતું હોતું નથી. રોજ રાત્રે આ રીતે બેડની ગાદી કે પથારી પલાળવાથી બધું ગંદુ થતું હોય છે. તેમાં પણ બાળક જ્યારે 5-6 વર્ષનું થાય અને તે પથારીમાં પેશાબ કરે તો કોઈ બીમારીના નિશાન હોઈ શકે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે માતા-પિતા બંનેમાંથી એકને રાત્રે પેશાબ જવાની આદત હોય તો સમસ્યા થતી હોય છે. હકીકતમાં DNAમાં રહેલા Chromosomeથી આ ગુણ માતા-પિતામાંથી બાળકમાં આવે છે.
🛌જો તમે વધારે પડતાં આ આદતથી કંટાળી ગયા હોવ તો રાત્રે બાળકને પેશાબ કરવા ઉઠાડી દેવું, 8 કે 9 વાગ્યા પછી ઓછું પાણી આપવું, સૂતા પહેલા પેશાબ જરૂર કરાવો, રૂમની લાઈટ ચાલુ રાખો જેથી બાળક જાતે પેશાબ કરવા જઈ શકે. તે સિવાય બીજા પણ ઘરેલુ ઉપચાર છે જેના દ્વારા તમારા બાળકને આ ટેવ ભૂલાવી શકો છો.
🛌તલ અને ગોળ- બાળકને તલ, ગોળ અને અજમાનું ચૂર્ણ આપો. જેથી પથારીમાં પેશાબ કરવાની આદત જતી રહેશે. સાથે બાળકને ઊંઘ પણ સારી આવશે.
🛌દૂધ અને હની- બાળકને 40 દિવસ સુધી રોજ સવારે અને સાંજે એક કપ ઠંડા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને આપો. એટલું જ નહીં સાથે બાળકને તલ અને ગોળના લાડુ પણ સવારે ખવડાવો.
🛌ખજૂર- રાત્રે સૂતા પહેલા બેથી ત્રણ વખત ખજૂર ખવડાવવી. સાંજે બને ત્યાં સુધી કોઈ પણ જાતનો પ્રવાહી પદાર્થ વધારે આપવો નહીં. જમવામાં બટેકાનો હલવો ખવડાવવો. ઝડપથી આ સમસ્યામાંથી છુટકારો મળશે.
🛌આંબળા- 1 ગ્રામ પીસેલા આંબળા, 1 ગ્રામ ક્રશ કરેલું કાળું જીરું, 2 ગ્રામ પીસેલી મિશ્રી લેવી. આ બધી વસ્તુ મિક્સ કરી ચૂર્ણ તૈયાર કરવું. બાળકને આ ચૂર્ણ રોજ આપવું અને ઠંડું પાણી પીવડાવવું.
🛌તે સિવાય આંબળા 50 ગ્રામ, 50 ગ્રામ કાળું જીરું ક્રશ કરેલું. આ બંને વસ્તુ ભેગી કરી તેમાં 300 ગ્રામ જેટલું શુદ્ધ મધ એડ કરો. બાળકને સવાર સાંજ 6 ગ્રામ જેટલું ચટાડવું. પથારીમાં પેશાબ કરવાનું ધીમેધીમે બંધ થઈ જશે.
🛌આ ઉપરાંત બાળકને રોજ રાત્રે સૂતા પહેલા વધુ પાણી ન આપવું જોઈએ. પીવાની જિદ્દ કરે તો એક ઘુંટડો જ આપવો. જેથી રાત્રે પથારી ભીની ન કરે. તેને પૂરતી ઉંઘ મળે તે પણ જરૂરી છે.
જો આ ઘરેલુ નુસખા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.