👃 અનિચ્છનીય વાળ આપણા શરીરમાં ઘણી જગ્યાએ વધે છે. જે આપણી સુંદરતામાં પણ ઘટાડો કરતાં હોય છે. તે વાળ ચહેરા, શરીર, કાન, નાક પર જોવા મળે છે. કેટલાક ભાગમાં ઉગેલા વાળ બાહ્ય સૂક્ષ્મ જંતુઓ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
👃 અમુક લોકો આ અણગમા વાળને દૂર કરતાં હોય છે. એવી જ રીતે નાકમાં ઉગેલા વાળને પણ કાતર, મશીન કે કેટલીક વસ્તુ વડે દૂર કરવાનો પ્રયત્ન કરતાં હોય છે. પરંતુ નાકની અંદર રહેલા વાળ ઘણી રીતે આપણને સુરક્ષિત રાખે છે. તેને દૂર કેવી રીતે કરવા તેની સમજણ આપીશું. સાથે તેના ફાયદા પણ જાણીશું….
👃 નાકમાં વાળ હોવાનું કારણ- નાકના વાળ હવામાં રહેલા તત્વોને નાકમાં જતાં અટકાવે છે. તે સ્વચ્છ હવા શરીરમાં અંદર પ્રવેશકરવા મદદ કરે છે. નાકની અંદર ઘણા નાના-મોટા વાળ રહેલા છે. જે આપણા શરીરનું રક્ષણ કરે છે. પરંતુ કેટલીક વખત આ સમસ્યા થઈ જાય છે. તે એટલા મોટા થઈ જાય છે કે ખરાબ દેખાવા લાગે છે. જેને નાકના વાળ લાંબા હોય તેને આપણે વિબરીસે કહીએ છીએ. તેને રક્ષા પ્રણાલીનો ભાગ ગણીએ છીએ.
👃 જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ નથી મળતું, તેમાંથી ધૂળ, બેક્ટેરિયા, ગંદકી પણ અંદર જાય છે. તેથી તેને અટકાવવા નાકના વાળ મહત્ત્વપૂર્ણ કામ કરે છે.
👃 એટલું જ નહીં નાકના વાળ ન હોવાથી ધૂળ, માટી, બીજા કેટલાક રજકણો શરીરમાં અંદર પ્રવેશે છે. જેના લીધે આપણે બીમાર પડીએ છીએ. જો વાળ નાકમાં રહેલા હોય તો ગંદકી તેમાં જામી જાય છે અને તમારા શરીરની અંદર પ્રવેશ થતો નથી. એટલે નાના નાકના વાળ તમારે ન કાપવા જોઈએ. મોટા હોય તો સાવધાની રાખી કટ કરવા જોઈએ.
👃 જેમ આપણી આંખનું રક્ષણ પાંપણ કરે છે એવી જ રીતે નાકના વાળ ફેફસા માટે પણ ખૂબ જ જરૂરી છે. તે સિવાય પ્રદૂષિત બેક્ટેરિયા શરીરમાં જતા રોકે છે. જેથી આપણે ઇન્ફેક્શનનો શિકાર બનતા નથી અને શરીર સ્વસ્થ રહે છે. નાકના વાળ ફેફસા માટે ફિલ્ટરનું કામ કરે છે.
👃 કેમ ન કાપવા જોઈએ વાળ- નાકની ઉપરનો ભાગ શરૂ થાય અને હોઠના બંને ખૂણાને જોડતો એક ખતરનાક ત્રિકોણ બને છે. જે આંખ, નાક, મોઢાની આજુબાજુનો ખૂબ જરૂરી ભાગ છે. તે ખૂબ જ સંવેદનશીલ હોય છે. એટલું જ નહીં ફેસના ભાગમાંથી કેટલીક નસો પસાર થતી હોય છે. જે મહત્ત્વની હોય છે. તેની સીધી અસર મગજ પર થાય છે.
👃 આ ત્રિકોણ વાળા ભાગમાં બ્લડ વેસલ્સ જેને રક્ત વાહિની કહીએ છીએ. જેનો સંબંધ સીધો મગજ સાથે હોય છે. જો તેને નુકસાન થાય તો સ્કીન ઇન્ફેક્શન કે બીજી ખતરનાક વસ્તુ થઈ શકે છે.
👃 કેટલાક લોકો વાળને ઝટકો આપીને તોડતા હોય છે. તેનાથી પણ બ્લડ વાહિનીને કાણું પડે છે. જેથી લોહી વહેવા લાગે છે. અને ઇન્ફેક્શન થાય છે. અમુક સમયે આ ઇન્ફેક્શન મગજની નસ સુધી પહોંચી શકે છે. અને માણસનું મૃત્યુ પણ થાય છે. એટલા માટે નાકના વાળ કાપવા ન જોઈએ.
👃 આ રીતે બનશે ત્રિકોણ- જો ફેસ પર રહેલા ત્રિકોણને ઓળખવો હોય તો બંને અંગુઠાના ઉપરના ભાગને એકબીજા સાથે જોડો પછી વચ્ચેની આંગળીઓના ઉપરના ભાગને ત્રિકોણ બનાવી જોડવી. હવે હાથથી બનેલા આ ત્રિકોણને ચહેરા પર રાખો અને અંગુઠા વાળો ભાગ હોઠની ઉપર હોય બંને વચ્ચેની આંગળીઓ નાકની ઉપર, આંખની સામે મળે તે રીતે રાખો. હવે જે ત્રિકોણ બને છે તેને ખતરનાક ત્રિકોણ કહેવાય છે.
👃 કેવી રીતે કાપવા વાળ- ક્યારેય હાથ વડે ખેંચવા નહીં, તેને સાવચેતી સાથે નાની કાતર વડે કટ કરવા અને બની શકે તો બજારમાં નાકના વાળ કાપવા માટે અલગ ટ્રિમર મળે છે. તેનો ઉપયોગ કરવો.
જો આ દહીં વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.