🤒 ઘણા લોકોને અમુક એવી આદતો હોય છે જે અજાણતામાં શરીરને નુકશાન કરતી હોય છે.માથામાં વારંવાર ખંજવાળવું,ચહેરા પર ખરાબ હાથે અડવું,નાકમાં આંગળી નાખવી,નખ ચાવવા વગેરે જેવી આદતો હોય છે.આ આદતોથી શરીરમાં અનેક બીમારીઓ થાય છે.નખ ચાવવાની આદતને જો શરૂઆતમાં જ રોકવામાં આવે તો પ્રોબ્લેમ થતો નથી પણ જો આ આદતને તમે ન રોકો તો ગંભીર નુકશાન થઈ શકે.આજે આપણે જાણીશું નખ ચાવવાની આદતથી શરીરને થતાં નુકશાન વિશે.
👉 પેઢામાં દુખાવો થવો :- નખ ચાવવાથી ઘણી વાર તમારા નખ દાંતના પેઢામાં પણ લાગી જતાં હોય છે. નખ પેઢામાં લાગવાથી તેમાં લોહી નીકળે છે જે કારણે પેઢામાં દુખાવો થાય છે. ઉપરાંત તેનું સંક્રમણ પણ થઈ શકે છે.
👉 પાચનતંત્ર પર ખરાબ અસર કરે છે :- નખ ચાવવાની આદતથી તમારું પેટ પણ ખરાબ થઈ શકે છે. જો તમારા નખમાં મેલ હોય અથવા કચરો હોય તો તે સીધો તમારા પેટમાં જાય છે અને તમારા પાચનતંત્ર પર ખરાબ અસર પહોંચાડે છે.
👉 દાંતની સ્થિતિ ખરાબ કરે છે :- નખ ચાવવાની ટેવ નાનપણથી થતી હોય છે. ત્યારે બાળકોના દાંત અને પેઢા નરમ હોય છે. તેથી આ આદતથી પેઢામાં નુકશાન થાય છે. જે દાંતની પકડને ઢીલી કરે છે અને દાંત વાંકા ચુકા થઈ જાય છે.આવા દાંત મોટા થઈને પણ સરખા થતાં નથી. તેથી નખ ચવવાની ટેવ જો કોઈ નાના બાળકને હોય તો તેને છોડાવવી જોઈએ.
👉 નખ પર ખરાબ અસર થાય છે :- જે લોકોને નખ ચાવવાની આદત હોય એવા લોકો ઘણી વાર જીવતા નખને પણ નુકશાન કરી દેતા હોય છે અને તેમાં ઘણી વાર લોહી પણ નીકળી જાય છે. આ ટેવથી તમારા નખની કોશિકઆમાં નુકશાન થાય છે જેથી નખ ન વધવા જેવી સમસ્યા થઈ શકે છે.
👉 વિકલાંગતા અને સંધિવા :- જ્યારે વધારે નખ ચાવવાની ટેવ પડી જાય ત્યારે નખમાં રહેલા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે અને શરીરમાં પેરોનીશીયા નામના બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે.આ બેક્ટેરિયા સીધા આપણા હાથ-પગના સાંધા પર અટેક કરે છે. જેનાથી સેપ્ટિક આર્થરાઈટિસ થઈ શકે છે ઉપરાંત કાયમી માટે વિકલંગતા પણ આવી શકે છે.
👉 ચામડીનું સંક્રમણ :- નખ ચાવવાથી બીજી બીમારીઓ સહિત ચામડીમાં પણ નુકશાન થાય છે. જેમાં ચહેરા પર સોજા થવા,ચહેરો લાલ થઈ જવો જેવી સમસ્યા થાય છે. ઉપરાંત નખ ચાવવાથી આંગળીમાં પરુ થઈ જાય છે.જેમાં અસહ્ય દુખાવો પણ થાય છે. તેથી આવી આદતો છોડી દેવી જોઈએ.
જો નખ ચાવવાના નુકશાન વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.