ઉનાળામાં જો લગ્ન હોય અથવા કોઈ નાનું મોટું ફંક્શન હોય તો જમણવારમાં કેરીનો રસ અચૂક રાખવામાં આવે છે. કેમ કે તે સરળાતાથી ઉનાળામાં મળી જતો હોય છે. આપણે આ સીઝનમાં તો કેરી ખાવાની અને તેનો રસ પીવાની મજા માણીએ છીએ. પણ જેમ જેમ ઉનાળો પૂરું થવા આવે ત્યારે આપણને મનમાં જાણે એમ થવા લાગે કે અરે… હવે કેરી નહીં ખાવા મળે. ચોમાસાનું આગમન થતાં કેરીમાં જીવાત પડવા લાગી જાય છે.
જેથી કેટલાક લોકો કેરી ખાવાનું બંધ કરી દેતા હોય છે. પરંતુ જો તમારે આખું વર્ષ કેરી ખાવાની મજા લેવી હોય તો તેને ફ્રોઝન કરી શકો છો. અને તમારી ઇચ્છા થાય ત્યારે ફ્રિઝમાંથી કાઢીને ખાઈ શકો છો. તેનો રસ પણ ઘણા લોકો ફ્રોઝન કરતા હોય છે. જેથી ઉનાળાની સીઝન ગયા પછી પણ ચોમાસામાં કેરીનો રસ અને પૂરીની મજા લઈ શકાય. આપણને કોઈ બારેમાસ કેરી આપે તો ના પાડતા નથી કેમ કે તે ખાવી ગમે છે.
- પાકી કેરીને સ્ટોર કરી શકો. તો આજે તમને કેરી કેવી રીતે સ્ટોર કરવી તેની રીત જણાવીએ.
કેરી સ્ટોર કરવાની યોગ્ય રીતનો ખ્યાલ આવી જશે તો ફ્રીઝમાં રાખેલી કેરી ક્યારેય નહીં બગડે. ઘણી વાર એવું બનતું હોય છે કે સ્ટોર કરેલી કેરી બગડી જાય છે. પરંતુ તમને સાચી રીતે સમજાવીએ. પહેલા કેરી ખરીદતી વખતે એ ધ્યાન રાખવું કે થોડી કાચી હોય એવી કેરી ઘરે લાવી થોડી પકવવી.
થોડા દિવસ પછી જોવું કે કેરી બરાબર પાકી ગઈ હોય તો તેને ધોઈ ઉપરથી છાલ કાઢી નાખવી. છાલ કાઢ્યા બાદ તેના નાના ટુકડા કરી લેવા. ગોટલા પર કેરી ન રહે તે માટે થોડું ચપ્પુ ઘસીને કેરી સમારવી જેથી ગોટલામાં તેનો ગર્ભ ચોંટી ન જાય.
પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે કેરી સ્ટોર કરવી હોય તો વરસાદની શરૂઆત થાય તે પહેલા ફ્રોઝન કરી લેવી. અને સ્ટોર માટેની કેરી હંમેશાં કાચી લાવવી. ઘરે લાવી થોડા દિવસ પકવવી. બરાબર પાકી ગયા બાદ જ ફ્રોઝન કરવી.
સ્ટોર કરતા પહેલા બધી કેરી સારી રીતે સમારી લેવી. ગોટલા પર રહેલી કેરી પણ ઘસીને લઈ લેવી. કેરીની જેમ ઘણા લોકો કેરીનો રસ પણ સ્ટોર કરતા હોય છે. તેના માટે પણ આ રહી રીત. કેરીના રસના થોડા ટુકડાને મિક્સર અથવા બ્લેન્ડર વડે ક્રશ કરી લેવા, પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખવી કે તેમાં જરા પણ પાણી એડ કરવું નહીં. રસ નીકળી જાય તે પછી ગરણી વડે બરાબર ગાળી લેવો. આ રીતે કેરીનો મસ્ત રસ તૈયાર થઈ જશે અને સાથે તેના ટુકડા પણ. જો તમે કેરીના રસ અને ટુકડામાં પાણી એડ કરશો તો તો બગડવાની સંભાવના રહેતી હોય છે. કારણ કે તે થીજી જાય છે.
હવે તમારે કેરીનો રસ અને તેના ટુકડા સ્ટોર કરવા હોય તો એક ટાઈટ કંટેનરની જરૂર પડશે. પરંતુ તેના માટે આપણા ઘરમાં રહેલા ડબ્બાનો ઉપયોગ નથી કરવાનો. તેના માટે BPF નામનું કેટેનર આવતું હોય છે. ફ્રોઝન માટેનું સ્પેશિયલ કહી શકાય છે. તેમાં તમે આ બંને વસ્તુ સ્ટોર કરી શકો છો. રસ સ્ટોર કરવો હોય તો તેમાં દળેલી ખાંડ થોડી એડ કરવી જેથી રસનો કલર અને સ્વાદ બંને જળવાય રહેશે. ઘણી વાર ખબર ન હોવાથી ખાંડ એડ નથી કરતા તો રસનો કલર બદલાય જતો હોય છે અને સ્વાદમાં પણ ચેન્જ આવી જાય છે.
તેથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બીજું એ ખાસ ધ્યાન રાખવું કે રસ કે ક્યુબ ભર્યા બાદ તેમાં જરા પણ હવા ન રહે. જો થોડી પણ હવા રહેશે તો તે બગડી જશે.
કેરીના કટકા અથવા ક્યુબ ભરવા માટે તમે બજારમાં મળતા એર ટાઈટ કંટેનર સારા પ્લાસ્ટિક વાળા લાવીને સ્ટોર કરી શકો છો. તે સ્ટોર કરતા પહેલા નીચે થોડી દળેલી કે આખી ખાંડ ભભરાવવી. ત્યારબાદ જ કેરીના કટકા ભરવા. અને એ વાત ધ્યાનમાં લેવી કે કેરીનું કંટેનર એવું ચોઈસ કરવું જેને તમે એક વારમાં તેનો ઉપયોગ કરી શકો. બીજી વાર બંધ કરીને ફરી ફ્રોઝન કરવા મૂકશો તો તેના તાપમાનમાં ફેરફાર થઈ જશે. તે કેરી થોડા સમયમાં બગડવા લાગશે.
ક્યુબ પણ ફ્રોઝન કરવાની અલગ રીત હોય છે. કંટેનરમાં પહેલા ખાંડ ભભરાવવી પછી તેની પર ટુકડા પાથરવા. તેની પર બીજી કેરી મૂકતા પહેલા જે નીચે ટુકડા પાથર્યા છે તેની ઉપર ફરી ખાંડ નાખો. જેથી તે બંને લાઇન વચ્ચે કલર સચવાય રહે અને સ્વાદ જળવાય. આ રીતે ટુકડા સ્ટોર કરી શકો છો.
પરંતુ કોઈ પણ કંટેનરમાં છલોછલ કેરી ભરી ન દેવી. ઘણી વખત છલોછલ ભરવાથી કંટેનરના ઢાંકણા પર કેરીના ક્યુબ ચોંટી જશે અને બગડશે. તે બગડેલા ક્યુબ બીજી કેરીને પણ બગાડી શકે છે. હવે તે એક એર ટાઇટ ડબ્બામાં સારી રીતે બંધ કરી રાખી લો.
આ બંને રીતે તમે કેરીનો રસ અને ટુકડા ફ્રોઝન કરી શકો છો. ઘણા પાસે ડબલ ડોરનું ફ્રિઝ નથી હોતું તેમ છતાં કેરીને ફ્રોઝન કરતા હોય છે તેવા લોકોએ કેરીના રસ અને ક્યુબને ફ્રિઝરમાં સ્ટોર કરવી. અને ડબલ ડોર વાળું ફ્રિઝ હોય તો કુલિંગનું ખાનું અલગ હોય છે. તેમાં આ બંને વસ્તુ સ્ટોર કરવી.
આ રીતે તમે ઘણી બધી બીજી વસ્તુ પણ સ્ટોર કરી શકો છો. બગડતી હોતી નથી. જો કોઈવાર લાઇટ જતી રહે અથવા કોઈ બીજો પ્રોબ્લેમ થાય અને ફ્રિઝ બંધ રહે તો પણ 10 કલાક સુધી ફ્રોઝન કરેલી કેરી કે કોઈ અન્ય વસ્તુને કંઈ થતું હોતું નથી.
અમારી જણાવેલી રીતનો પ્રયોગ કરીને શિયાળામાં કે ચોમાસામાં ઘરે આવતા મહેમાનોને તમે રસ-પૂરી જમાડી શકશો. અમને જણાવો કે આ રીત કેવી લાગી ?? કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી ને પૂછી શકો છો. આ માહિતી ઈન્ટરનેટ આધારિત છે.