😋 સ્વાદના શોખીનો ને જ્યારે સ્વાદિષ્ટ જમવાનું મળે ત્યારે તે તેમાં ખોવાય જતાં હોય છે અને ખોરકના નિયમોને તોડીને બસ સ્વાદનો આનંદ જ માણે છે.આવા સમયે તેવોને તેની સજા પણ મળે છે.ભોજન લેતી વખતે જો આવા નિયમો ને ધ્યાને લેવામાં ના આવે તો તેની સિધ્ધી જ અસર આપણા સ્વાસ્થ્ય પર થતી હોય છે. માટે જાણવું ખુબજ જરૂરી છે કે કયો ખોરાક એક સાથે ના લઈ શકાય.
🥛🧅 દૂધ અને ડુંગળી દૂધ અને ડુંગળી ને એક સાથે લેવાથી ત્વચા સંબંધી અનેક બીમારીઓ થઈ શકે છે. જેવી કે સફેદ દાગ, ખરજવું, ધાધર તેમજ સર્યાસીસ. આ વસ્તુને સાથે લેવાની મનાઈ વડીલો પણ કરતાં હોય છે. તેનું કારણ આ ચામડીનો રોગ જ છે.
🥛🍊🍋 દૂધ અને ખાટા ફળ – જો દૂધ ને ખાટા ફાળોની સાથે લેવામાં આવે તો ગેસ, પેટમાં ઇન્ફેકશન, પેટ દર્દ જેવી તકલીફો થઈ શકે છે. કારણ કે, તેનાથી પેટમાં એસીડીક પ્રક્રિયા થવાનો સંભવ રહે છે. માટે ખાટા ફળો અને દૂધ નો એક સાથે લેવામાં ત્યાગ જ કરવો.
🐟🍅 દહી અને કેળાં, માસ-મચ્છી, ટામેટાં, અડદ દાળ દહીની સાથે કેળાં ,માસ-મચ્છી,ટામેટાં,અડદ દાળ લેવું હાનિકારક છે. દહી ઠંડુ હોવાથી આ ચીજો સાથે મિશ્ર કરવાથી આપણા શરીરમાં કફની માત્રા માં વધારો થાય છે. કફ ફેફસમાં જામીને નળીઓ ને પણ બ્લૉકેજ કરી શકે છે.તો આવા લોકોએ દહીવડા થી દૂર રહેવું.
🥃 કોલ્ડડ્રિંક પછી કે પહેલા કોલ્ડડ્રિંક સાથે નમકીન નો ખુબજ ક્રેજ છે પરંતુ તે એક સાથે લેવાથી આપણા શરીરમાં સોડિયમ નું પ્રમાણ વધારે છે અને વધેલું સોડિયમ શરીરના પાણીને સોસે છે. શરીરમાં પાણી ઓછું થવાથી ગભરાહટ ચકર જેવી તકલીફો થઈ શકે છે.
🍚🥔 બટાટા અને ભાત જો ભાત અને બટાટા વધારે પ્રમાણમાં એક સાથે લેવામાં આવે તો મેદસ્વીતા અને કબજીયાત જેવી તકલીફો થઈ શકે છે. માટે ભાત અને બટેકાનુ સેવન તો એક સાથે ક્યારેય ના કરવું જોઈએ.
🥒🍅 કાકડી અને ટામેટાં સામાન્ય રીતે આ બંને ચીજ ને સલાડ ના રૂપમાં સાથે જ સૌ કોઈ લેતા હોય છે. પરંતુ તે બંનેનો પાચન સમય અલગ છે જેનાથી તે પેટને લગતી તકલીફો પેદા કરે છે. આ વાટ તમને સામાન્ય લાગી શકે છે. પરંતુ આયુર્વેદ અનુસાર આ બાબત ખૂબ ગંભીર કહેવાય.
🥕🥛 મૂળા અને દૂધ મૂળ સાથે ભૂલથી પણ ક્યારેય દૂધ ના લેવું કે પછી રાતના સમયે મૂળા ક્યારેય ના ખાવા.આ ચીજો થી થઈ શકે છે ત્વચા સંબંધી તકલીફો. સફેદ દાગ તેમજ કોઢ તેમજ ચામડી ના બીજા અસાધ્ય રોગો ને આમંત્રણ મૂળા અને દૂધ આપી શકે છે.
🥛🍌 દૂધ અને કેળાં સામાન્ય રીતે આપણે આ બંનેને એક સાથે લેવું શ્રેષ્ઠ માનીએ છીએ પરંતુ આ બંને જ્યારે સાથે મળે છે ત્યારે એક બીજાને પચવાથી રોકે છે તેનો પાચન સમય પણ અલગ અલગ હોય છે. આથી આપણી પાચન શક્તિ નબળી પડે છે.
😋 આમ, આ વિરોધી ખોરાક લેવાથી ખુબજ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. તો મિત્રો, આ આર્ટીકલ જરૂરથી શેર કરજો કે જેનાથી આપણે અન્યને જે આ મુજબનો ખોરાક લે છે તો તેઓને મદદરૂપ બની શકીએ. આશા રાખી છીએ કે આ માહિતી તમને ગમી હશે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.