🥦અત્યારે બજારમાં દરેક વસ્તુ ભેળસેળ વાળી મળતી થઈ ગઈ છે. આજની પેઢીને કોઈપણ વસ્તુ ફ્રેશ મળતી હોતી નથી. દૂધ, દહીં, ઘી, શાકભાજી કે પછી બજારમાં દાવો કરતાં હેલ્ધી બિસ્કિટ પણ આપણને હેલ્ધી મળતાં હોતા નથી. એટલું જ નહીં આજકાલ તેલમાં પણ ભેળસેળ જોવા મળતી હોય છે. આપણને વિચાર આવે કે ઘી તો ઘરે બનાવી લઈએ, તો ચાલી જાય. પણ બજારમાં મળતી વસ્તુ શાકભાજી, તેલ તે તો ખરીદવી જ પડતી હોય છે. તેની સાથે પણ લોકો ચેડા કરતાં થઈ ગયા છે.
🥦દરેક લોકો જાણે છે એ રીતે શાકભાજી ખાવાની શિયાળામાં મજા આવતી હોય છે. પરંતુ લીલાછમ દેખાતા શાકભાજી તાજા હોતા નથી. તેના પર લીલો કલર કરેલો હોય છે. તાજાં અને ચમકદાર દેખાતા શાકભાજી આપણા શરીરને આ રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેમા કેટલાક પ્રકારનો રંગ કરવામા આવતો હોય છે. શું છે તેની હકીકત જાણીએ.
🥦કલર કરેલા શાકભાજી ખાવાથી શરીરને બહુ ખરાબ કરે છે. તાજાં ફળ અને શાકભાજીમાં જે કલર કરવામાં આવે છે, તેનું રસાયણ શરીરના લોહીમાં મિક્સ થાય છે. જે એક વાર અંદર ગયા પછી બહાર નીકળી શકતું નથી. જેના લીધે લીવર, કિડની, આંતરડાં, હૃદયને લગતી તકલીફ થવા લાગે છે. તેને ઘણી વખત નુકસાન પણ પહોંચતું હોય છે. આ જાણકારી સ્વાસ્થ્ય નિષ્ણાંતો દ્વારા જાણવા મળી છે.
🥦તાજેતરમાં જ શાકભાજી અને ફ્રૂટનું વેચાણ કરતા વિક્રેતા પાસે FSDA દ્વારા જે જંતુનાશક દવા અને શાકભાજી તેમજ ફ્રુટ પર લગાવવામાં આવતા રંગથી જે શરીરને નુકસાન થાય છે. તેની માહિતી આપી છે. અલગ અલગ સ્થળેથી શાકભાજીના 37 સેમ્પલ લેવામાં આવ્યા અને તેની તપાસ કરવામાં આવી છે.
🥦શાકભાજી શરીરને કરે છે આ રીતે ખરાબ– જે લીલો રંગ કરવામાં આવ્યો હોય છે. તેમાં મેલાકાઈટ ગ્રીન નામનું એક કેમિકલ આવે છે. જેનાથી શાકભાજીને લીલો રંગ કરાય છે. તે સેવન કરતાં શરીરમાં જઈ લોહીમાં ભળી જાય છે. અને લોહીમાં જમા થવા લાગે છે. એક સમય મર્યાદા પછી તે શરીરની અંદર રહેલા કોષોને વિકૃત કરવાનું કામ કરે છે. અંતે ટ્યુમર અને કેન્સર જેવી બીમારીનો સામનો કરવો પડે છે.
🥦હવે ઘણા ફળને લાલ કલર કરવામાં આવે છે તેના માટે રોડામાઈન અને પીળો કલર કરવા ઓરમાઈન રંગનો ઉપયોગ કરવામાં આવે છે. જે શરીર માટે બહુ જ ખતરનાક સાબિત થાય છે. આ રસાયણો આપણા લિવર, કિડની અને હૃદયને નુકસાન પહોંચાડે છે. જેનાથી હૃદયના ધબકારા પણ ઘણી વખત અનિયમિત થઈ જાય છે.
🥦કેવી રીતે બચશો- બજારમાંથી લાવેલા શાકભાજી અને ફળોને ક્લોરિનના પાણીથી ધોઈ નાખવા જોઈએ. જેથી ઉપર લાગેલું રસાયણ ખોરાકમાં ભળીને શરીરની અંદર જતાં અટકાવી શકાય.
🥦તે સિવાય FSDAની ટિમે થોડા દિવસ પહેલા દિલ્લીમાં રંગવાળા શેકેલા ચણા પકડ્યા હતા જે 400 ક્વિન્ટલ હતા. આ ચણા પર ઓરમાઈન રંગ લગાવેલો હતો. આ ચણાને એક કલાક પાણીમાં પલાળી રાખ્યા અને ત્યાર બાદ જોયું તો પાણી પીળા કલરનું થઈ ગયું હતું.
🥦એટલે જો ભીંડા, વટાણા, તુવેર, મરચાં, પરવળ કે ફળો પર કલર કર્યો છે તે જાણવું હોય તો લીલા રંગનું શાકભાજી હોય તેના પર રૂ ઘસવું અથવા રૂ વાળું પાણી કે તેલવાળું કરીને તેની પર ઘસવું. જેથી કલર ચોંટી જશે. બીજું કે લીલા વટાણા હોય તેને બ્લોટિંગ પેપર પર મૂકવા જો તેનો કૃત્રિમ રંગ દેખાવા લાગે તો સમજવું કે કલર કર્યો છે.
🥦વધુ ચેક કરવું હોય તો વટાણાને એક ગ્લાસમાં નાખી અડધો કલાક સુધી મૂકી રાખવા પાણીનો રંગ લીલો થઈ જાય તો સમજવું કે નકલી છે. આ રીતે વેપારીઓ શાકભાજી અને ફળોમાં પણ મિલાવટ કરે છે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.