🍅 અમુક સમયે ટામેટાંનો ભાવ આસમાને પહોંચી જતો હોય છે. ત્યારે દાળ-શાક કે કોઈપણ બીજી વાનગીમાં જ્યારે અડધા ટામેટાંનો ઉપયોગ કરવાનો પણ વિચાર આવતો હોય છે. અને તેના વગર કોઈપણ વસ્તુનો ટેસ્ટ આવતો હોતો નથી. એક ટામેટું રસોઈની કોઈપણ વાનગીમાં ચારચાંદ લગાવી દેતું હોય છે. ટામેટાં રસોઈની કોઈપણ વાનગીમાં મહત્ત્વ પૂર્ણ હિસ્સો બની રહે છે. ત્યારે આજકાલ લોકોમાં કિચન ગાર્ડનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
🍅 ઘણા લોકો ઘરના ગાર્ડનમાં જ ઘણી બધી શાકભાજી ઉગાડીને તાજી ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ કિચન ગાર્ડનમાં સરસ મજાના ટામેટાં ઉગાડવા માગતા હોવ તો આજે તમને તેને કેવી ઉગાડવા અને કઈ ઋતુમાં ઉગાડવા બેસ્ટ છે તેની માહિતી આપીશું. તો આજે જાણીએ ઘરના છોડમાં ટામેટાંની ખેતી કેવી રીતે કરવી.
🍅 કઇ ઋતુમાં ટામેટાંની ખેતી કરી શકાય- મોટાભાગના લોકોનો આ સવાલ હોય છે કે ટામેટાં કયા મહિનામાં અને કઈ ઋતુમાં ઉગાડી શકાય. તો ટામેટાં ઉગાડવા માટેનો સૌથી સારો સમય માર્ચથી જુલાઈ સુધીનો છે. આ સમયગાળામાં ટામેટાં ખૂબ જ ઝડપથી ઉગે છે. ટામેટાંના બીજને આ મહિનામાં ઉગાડવામાં આવે તો સારો પાક લઈ શકાય છે. ટામેટાંને ખાસ કરીને ઉગવા માટે સૂર્યના તાપની વધારે જરૂર પડતી હોય છે. તો માર્ચથી જુલાઈનો સમય બેસ્ટ છે.
🍅 કઈ વસ્તુ જોઈશે- બીજ, કુંડું અને કન્ટેનર સાથે ઉગાડવા માટે માટી, ગાર્ડન સ્પેયર, ખાતર અને લીમડાનું તેલ. સૌ પ્રથમ કુંડા કે મોટા કન્ટેનરમાં માટી ભરી લો પણ ધ્યાન રહે આ છોડને વધારે માટીની જરૂર પડતી નથી. એટલે જરૂર પૂરતી જ માટી નાખવી અને જે માટી તમે ઉગાડવા માટે નાખો છો તે પૌષ્ટિક હોવી જરૂરી છે.
🍅 ટામેટાંના બીજને એક કુંડામાં ફેલાવી લો. પરંતુ તેમાં સપ્રમાણમાં બીજ નાખવાના રહેશે જેથી ઉગવા માટે જગ્યા રહે. હવે કોકો પીટનું હળવું લેયર કરી આ બીજને ઢાંકી દો. પછી તેમાં ગાર્ડન સ્પેયરનો ઉપયોગ કરો અને થોડા થોડા સમય પર ખાતર નાખતા રહો. આ રીતે બરાબર તડકો મળે. દરરોજ પાણી પાતા રહેશો તો થોડા સમયમાં તમારા છોડ પર સરસ મજાના લાલ ટામેટાં આવવા લાગશે. ટામેટાંનો છોડ ઉગાડવા માટે વધારે મહેનત પડતી નથી. ઓછા ખર્ચે તમે સરસ મજાના તાજા ટામેટાં ખાઈ શકો છો.
જો આ ટામેટાંના છોડ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.