💁 આજે મોટા ભાગના લોકોના વાળ ખરવાનો પ્રશ્ન આપણને સાંભળવા મળે છે તો વાળ ખરવાની પાછળ ધણા કારણો હોય શકે છે. વાળ ખરવાનું કારણ તેની અપૂરતી સંભાળ ના કારણે કે ન્યુટ્રિશન ના અભાવના કારણે પણ વાળ ખરી શકે છે. પરંતુ એક એવું કારણ પણ છે કે જેને કારણે આપણે જાણી જોઈને જ આપણા વાળના દુશ્મન આપણે બન્યા કહેવાઈએ. અને તે કારણ છે વાળમાં અયોગ્ય રીતે શેમ્પૂ કરવું.
💁 દોસ્તો એ વાત એકદમ સાચી છે કે જે મહિલાઓ પોતાના વાળને સાચી રીત અનુસાર શેમ્પૂ નથી કરતી તેના વાળ ખૂબ જ ઉતરે છે અને થોડા જ વખતમાં તેના માથામાં ટાલ દેખાવા લાગે છે. તો જે પણ મહિલાઓને વાળ ખરવાનો પ્રશ્ન સતાવે છે તેમણે પોતાના ખોરાકમાં તો ફેરફાર કરવાની જરૂર છે જ પરંતુ તેની સાથે સાથે શેમ્પૂ કરવાની એકદમ યોગ્ય રીતને પણ અપનાવવી ખૂબ જ જરૂરી છે.
💁 હવે તમને કદાચ એ પ્રશ્ન થાય કે વળી શેમ્પૂ કરવામાં પણ કોઈ રીત હોય છે ? તો હા દોસ્તો, તેને પણ એક સાચી રીત અનુસાર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. જેમ કરવાથી વાળને શેમ્પૂનો ફાયદો થાય અને વાળ પણ ખરે નહી. તો આજે અમે તમને આ આર્ટિકલમાં થોડી એજ વાત કરવા જઈ રહ્યા છીએ. તો આર્ટિકલને પૂરો વાંચો.
💁 સૌથી પહેલા તો તમારે વાળની તાસીર અનુસાર શેમ્પૂ પસંદ કરવું જોઈએ. જો તમે બજારમાં મળતા કોઈ પણ શેમ્પૂને આડેધડ ઉપયોગમાં લેવા લાગશો તો વાળને તેની કિંમત ચૂકવવી પડી શકે છે. આથી વાળની તાસીર મુજબ શેમ્પૂને પસંદ કરો.
💁 કેવું શેમ્પૂ પસંદ કરવું : હેર એક્સપર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે માથાની જે સ્કીન છે તેના માટે અને વાળ માટે જો કોઈ એકદમ પરફેક્ટ શેમ્પૂ હોય તો તે છે સલ્ફેટ ફ્રી શેમ્પૂ. કેમ કે આ જે શેમ્પૂ છે તે એકદમ માઈલ્ડ હોય છે તે વાળની સારી સાંભળ રાખી શકે છે આથી જ્યારે પણ તમે શેમ્પૂની ખરીદી કરો ત્યારે એ વાતને ખાસ ધ્યાને લો કે તે શેમ્પૂ સલ્ફેટ ફ્રી છે કે નહી બાદ જ તેની ખરીદી કરો. અથવા તો તમે કોઈ પણ આયુર્વેદિક કે પછી કોઈ હર્બલ શેમ્પૂને પણ વાળ માટે પસંદ કરી શકો છો. આ જે શેમ્પૂ હોય છે તેમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેમિકલ્સ વપરાયેલ હોવાથી તે તમારા વાળ માટે હાનિકારક સાબિત થતાં નથી.
💁 શેમ્પૂ કરતાં પહેલા શું કરવું : જ્યારે તમે વાળ ધોવાના છો તો કોરા વાળમાં ક્યારેય શેમ્પૂ ના લગાવો વાળને એકદમ ભીના કરીને પછી જ તેને શેમ્પૂ વડે ધોવા ઘણા લોકોને કોરા વાળમાં જ શેમ્પૂ લગાવીને ધોવાની ટેવ હોય છે તો યાદ રહે કે શેમ્પૂ પહેલા 2 થી 3 મિનિટ વાળને બરાબર ભીના કરો જેનાથી માથાની સ્કીન પણ સારી રીતે વોશ થાય અને વાળ પણ એકદમ સાફ થઈ શકે.
💁 શેમ્પૂ કરવાની પરફેક્ટ રીત : વાળમાં શેમ્પૂ કરવાની સાચી રીત એ છે કે તમે શેમ્પૂને હાથમાં લઈને બંને હાથોમાં બરાબર ધસીને પછી વાળની જડોમાં સૌથી પહેલા લગાવીને બરાબર મસાજ કરો અને ધીરેધીરે વાળના છેડા સુધી લઈ જાઓ અને એ રીતે વાળને શેમ્પૂ કરો એક બીજી પણ ખૂબ જ સારી એવી રીતે છે જેમાં તમે પાણીમાં શેમ્પૂને નાખીને બરાબર મિક્સ કરીને પછી તે પાણીથી વાળ ધોશો તો પણ બધા જ વાળ એકદમ સારી રીતે શેમ્પૂ થઇ જશે.
💁 શેમ્પૂ બાદ કંડિશનર વાળને જ્યારે પણ તમે શેમ્પૂ કરો છો ત્યારે શેમ્પૂ બાદ કંડિશનર અવશ્ય કરો. તેનાથી વાળ એકદમ સાફ અને મજબૂત બને છે કંડિશનર કરવાથી વાળની આવરદા વધે છે. તે સૂખા અને બેજાન લાગતા નથી આથી શેમ્પૂ બાદ ચોક્કસ કન્ડિશનર કરવાનું રાખો. કંડિશનર કરતી વખતે ખાસ જુઓ કે તે વાળમાં બરાબર લાગ્યું કે નહિ તે વાળની જડથી લઈને છેડા સુધી બરાબર થવું જોઈએ.
💁 દરરોજ શેમ્પૂ કરવું છે તો કઈ બાબતનું ધ્યાન રાખવું : કોલેજ ગર્લ રેગ્યુલર શેમ્પૂ કરવાનું પસંદ કરે છે પરંતુ આ વાતને હેર એક્સપર્ટ યોગ્ય ગણાવતા નથી. જો વાળમાં રેગ્યુલર શેમ્પૂ થાય તો તેનાથી વાળ ફીકા અને બેજાન થવાનો પૂરો સંભવ છે. તો જે લોકોને નિયમિત શેમ્પૂ કરવું જ છે તેમણે રાત્રે સૂતા પહેલા રેગ્યુલર તેલનું મસાજ કરવું ખૂબ જ જરૂરી છે, અને પછી જો બીજા દિવસે તેને શેમ્પૂ થાય તો તે વાળ ખરાબ થવાનો ખતરો રહેતો નથી. આમ વાળ ખરશે નહિ અને ખોડો કે અન્ય વાળને લગતા પ્રશ્ન નહિ બને.
💁 વાળનો ગ્રોથ જાળવવા માટે : જો તમારે તમારા વાળના ગ્રોથને જાળવી રાખવો છે તો તેના માટે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે વાળને શેમ્પૂ અને કંડિશનર કર્યા બાદ મોટા ભાગની લેડી પોતાના વાળને સુકાવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરતી હોય છે. તો હેર ડ્રાયર વાળ માટે હાનિકારક છે જો તેનો આપણે નિયમિત ઉપયોગ કરીએ તો તેનાથી વાળ ખરવાના શરૂ થાય છે. તો બને ત્યાં સુધી વાળને કુદરતી રીતે જ સુકાવા દો. વાળનો ગ્રોથ જળવાશે.
જો આ વાળમાં શેમ્પૂ કરવાની રીત વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.