💁♀️ દોસ્તો, ભારતીય રસોડાનો ખૂબ જ મહત્વનો ભાગ એટલે દહી. ભારતીય લોકોને દહી અને તેની કોઈ પણ બનાવટ ખૂબ જ ભાવતી હોય છે. અનેક રિસર્ચ મુજબ એ તારણ આવેલું છે કે દહીમાં રહેલા તત્વો શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.
💁♀️ દહીમાં કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે. તે હડકાઓ અને દાંતને મજબૂત કરવા માટે ખૂબ જ સારો એવો સ્ત્રોત છે. કેલ્શિયમ ઉપરાંત દહીમાં બીજા ઘણા એવા વિટામિન અને પોષક તત્વો રહેલા છે. જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉત્તમ છે.
💁♀️ ગૃહિણીઓ ઘરે જ દહીંને જમાવતી હોય છે. પરંતુ તે એકદમ કડક અને પાણી વગરનું જામતું નથી જ્યારે આપણે બજાર માંથી દહીંનું પેકિંગ લાવીએ તે એકદમ કડક અને પાણી વગરનું હોય છે. તો આજે અમે જે ટિપ્સ લાવ્યા છીએ તે તમને ઘણી જ ઉપયોગી બનશે અને તેની મદદથી તમે ઠંડીની સિઝનમાં પણ દહીંને એકદમ કડક જમાવી શકશો.
💁♀️ ઘણી વાર એવું બને કે રાતના સમયે દહીંને જમાવવા માટે મૂક્યું છે તો પણ તે સવાર સુધીમાં જામ્યું હોતું નથી. તેનો સ્વાદ ન તો દહીં જેવો હોય છે કે નહિ દૂધ જેવો. આવું જ્યારે બને ત્યારે તેને ગૃહિણીઓ ફેકી દે છે. પરંતુ હવે તેને ફેકવું નહિ પડે તે જ દહીંને તમે મિનિટોમાં જમાવી શકો છો. તો ચાલો જોઈએ તેને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે દહીંને મિનિટોમાં જમાવી શકાય.
💁♀️ ફર્સ્ટ સ્ટેપ – આ રીત મુજબ તમે જો દહીં જમાવવા માંગતા હોય તો દૂધને સહેજ ગરમ કરો તેમાં બરાબર મેળવણ ઉમેરો અને બીજું એક મોટું વાસણ લો. તે વાસણમાં થોડું પાણી નાખીને તેને ગેસ પર થોડું ગરમ કરો તેને ઉકાળવાનું નથી માત્ર થોડું ગરમ કરી લો.
💁♀️ સેકન્ડ સ્ટેપ – હવે તે ગરમ પાણીમાં તમારે પેલું દૂધ મેળવેલું વાસણ મૂકવાનું છે. પાણીમાં વાસણ ડૂબે નહિ એટલું પાણી હોવું જોઈએ હવે બંને વાસણને તમારે ઢાંકી દેવાના છે.
💁♀️ થર્ડ સ્ટેપ – ત્રીજા સ્ટેપમાં તમારે આ દહીંવાળા વાસણને 20 થી 25 મિનિટ ગરમ પાણીમાં ડૂબાડીને જ રાખવાનું છે. હવે તમે જ્યારે તેને ખોલીને જોશો તો તે તમને એકદમ કડક જામેલું જ જોવા મળશે. આટલું કર્યા બાદ તમારે તેને ઉપયોગમાં નથી લેવાનું પરંતુ હજુ એક સ્ટેપ બાકી છે તેને પૂર્ણ કરવાનો છે.
💁♀️ ફોર્થ સ્ટેપ – હવે આ જામી ચૂકેલા દહીંને થોડું વધારે સેટ કરવા માટે તેને ગરમ પાણીના તપેલામાંથી બહાર કાઢીને 5 મિનિટ એમ જ નોર્મલ ટેમ્પરેચર પર રાખીને હવે તેને 1 થી 1/2 કલાક જેટલો સમય ફ્રીજમાં સેટ કરીને ઉપયોગમાં લો.
💁♀️ આ રીત મુજબ તમે ખૂબ જ ઝડપથી દૂધમાંથી દહીં બનાવી શકો છો. આ રીતમાં બનાવેલું દહીં કોઈ વાર ઘાટું થાય છે તો કોઈ વાર તે પાણી પણ છોડી શકે છે. પરંતુ આ દહીંનો સ્વાદ સૌને પસંદ આવે તેવો જ હોય છે.
💁♀️ દહીં યોગ્ય રીતે ન જામવાં પાછળના કારણો : ઘણી વાર આપણે પોતે જ કેટલીક ભૂલો કરતાં હોઈએ છીએ અને દોષારોપણ બધુ જ દૂધ પર કરી દેતા હોઈએ છીએ. તો દૂધને મેળવવું જ છે તો પણ તેને સારી રીતે ઉકાળતા નથી અને તે પછી તેને યોગ્ય એવા ટેમ્પરેચર પર લાવીને પછી જ મેળવવું જોઈએ તો તે સ્ટેપમાં પણ તમે ભૂલ કરો તો દહીં સારું જામતું નથી.
💁♀️ જે વાસણમાં તમે દહીં જમાવો છો તેને એકદમ ફ્લેટ અને સ્થિર એવી જગ્યા પર રાખવું જોઈએ. તે વારંવાર હલતું જ રહે તો તે સારી રીતે જામી શકતું નથી. દહીં જમાવવા માટે તેમાં મેળવણ પણ યોગ્ય માત્રામાં જ હોવું જોઈએ. દહીંને ગરમ હવામાન વાળી જગ્યા પર રાખવું જોઈએ.
💁♀️ દહી જમાવવા માટેની દેશી ઢબ : જો તમારે એકદમ કડક અને પાણી વગરનું દહી જોઈએ છે. તો તેના માટે તમારે કોઈ એક માટીનું વાસણ લો અને આ માટીના વાસણમાં તમારે દહીં મેળવવાનું છે. દહીમાં જે પણ વધારાનું પાણી હોય છે તેને માટીનું વાસણ શોશી લે છે અને દહીંને કડક બનાવે છે. આ રીત પણ તમને ઘણી જ ઉપયોગી બનશે.
જો દહી જમાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.