🦶 જે રીતે લોકો પોતાના ભવિષ્યની ચિંતા લઇ જ્યોતિષ શાસ્ત્ર પર વિશ્વાસ ધરાવે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે તે માટે વાસ્તુશાસ્ત્ર પર વિશ્વાસ રાખે છે. તે જ રીતે વ્યક્તિના દેખાવ, શરીરના હાથ-પગ, નાક નક્શાના આધારે વ્યક્તિનું વ્યક્તિત્વ અને સ્વભાવ ઓળખવામાં આવે તેને સામૃદ્રિકશાસ્ત્ર કહેવામાં આવે છે.
🦶 જે લોકો સામુદ્રિક શાસ્ત્ર જાણતા નથી તે લોકોને આ વસ્તુ પર વિશ્વાસ નથી. પરંતુ મોટાભાગે સામુદ્રિક શાસ્ત્રના આધારે નક્કી કરવામાં આવેલા તારણો મહદ અંશે સાચા ઠરે છે. ગ્રહો નક્ષત્રોનો સીધો પ્રભાવ માણસના લક્ષણો પર પડે છે. તેના પરથી જ વ્યક્તિનો સ્વભાવ અને તેની વિશિષ્ટતા અંકાતી હોય છે. તો આવો જાણીએ જે વ્યક્તિના પગના અંગૂઠાની બાજુની આંગળી મોટી હોય તો તે વ્યક્તિ કેવી ખાસિયત ધરાવે છે.
🦶 જે લોકોની અંગૂઠા પછીની પહેલી આંગળી મોટી હોય છે તે લોકો સ્વભાવે ખૂબ જ ક્રોધી હોય છે. તેઓને ગુસ્સો ઝડપથી આવે છે. પરંતુ આ લોકો મનના સાફ હોય છે. તેઓ માટે એમ પણ કહી શકાય તે નાળિયેર જેવા બહારથી કઠણ અને અંદરથી નરમ હોય છે. કોઇની પર ક્રોધ હોય તો તે દૂર થયા બાદ તેની સંભાળ પણ રાખે છે.
🦶 આ લોકોનો વાન ભલે શ્યામ હોય પરંતુ નમણાશ એટલી બધી હોય છે કે તેઓ લોકોને આકર્ષે છે. આ સાથે તે લોકોમાં પણ એવી કુદરતી જ આવડત હોય છે કે તે લોકોના હૃદયમાં પોતાનું એક અલગ જ સ્થાન બનાવી શકે છે. લોકોને તેનો સ્વભાવ ખૂબ જ પસંદ આવે છે.
🦶 જો કોઇ મહિલાની આ આંગળી મોટી હોય તો તે સ્વભાવે ખૂબ જ શરમાળ પ્રકૃતિની હોય છે. તે એકદમ સરળ સ્વભાવ ધરાવે છે અને પોતાના પતિ અને પૂરા પરિવારને ખૂબ જ પ્રેમ કરતી હોય છે. તે હંમેશા પોતાના પરિવારના સભ્યો માટે કઇંક કરવાની ઇચ્છા રાખતી હોય છે. તે હંમેશા પોતાના કામમાં મશગુલ જોવા મળે છે.
🦶 જે પણ લોકોના પગની આંગળી મોટી હોય છે તેઓ પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવે છે. સફળતા તો મળે છે, પરંતુ શરુઆતમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આખરે તેઓ સફળતા મેળવીને જ રહે છે. સમાજમાં તેઓની એક આગવી ઓળખ બને છે.
🦶 જે પણ લોકોના પગની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તે લોકો પોતાના કામને ખૂબ જ ચીવટથી અને ખૂબ જ ખંતથી કરતાં હોય છે. આવા લોકો હંમેશા પોતાનું કામ જાતે જ કરવામાં માનતા હોય છે. ગાંધી બાપુના સિદ્ધાંતને જાણે અનુસરતા હોય કે કહેવા કરતાં કરવામાં વધારે વિશ્વાસ રાખે છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.