👉 દોસ્તો, આજનો આપણો આ લેખ ખાસ ગૃહિણીઓ માટે એક ટેકનિક લઈને આવ્યો છે. આપણે જોઈએ છીએ કે દરેક નવા વાસણો પર સ્ટીકર ચોંટાડેલ હોય છે અને તે એટલા મજબૂતાઈથી ચીપકાવવામાં આવેલા હોય છે કે જ્યારે આપણે તેને દૂર કરવાની કોશિશ કરીએ તો તે સરળતાથી જતાં નથી. તેને દૂર કરવામાં ઘણો સમય જાય છે અને વાસણ પર લીસોટા પણ પડી જાય છે.
👉 આપણે આ સ્ટીકરને દૂર કરવા માટે ઘણી માથાકૂટ કરીએ છીએ તો પણ તે સરળતાથી દૂર થઈ શકતા નથી. ઘણી વાર તે ફાટી-ફાટીને થોડું-થોડું ઘસાય છે અને તે આપણને ખૂબ જ પરેશાન કરે છે, તો આ ટ્રિકથી તમારું વાસણ રહેશે નવું જ અને સ્ટીકર પણ થશે સરળતાથી દૂર.તો ચાલો જોઈએ તેને કેમ દૂર કરવું.
👉 (1) ગરમ પાણી કરીને : તમે નવા વાસણ જેવા કે સ્ટેનલેસ સ્ટીલ કે પ્લાસ્ટિકમાં સ્ટીકરને દૂર કરવા માંગતા હોવ તો તેના માટે એકદમ સરળ એવો ઉપાય છે પાણીને ગરમ કરો અને તે પાણી તમે જે સ્ટીકર કાઢવા માંગો છો તેના પર નાખીને 3 થી 4 મિનિટ તેમજ રાખો અને પછી તેને કોઈ પર કપડાં વડે ઘસો, સ્ટીકર પર માત્ર તમે તમારી આંગળીઓ ઘસશો તો પણ સ્ટીકર દૂર થઈ જાય છે.
👉 (2) વિનેગર : વિનેગરથી તો તમે પરિચિત જ હશો. પરંતુ તમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે વિનેગર નવા વાસણ પર લાગેલા સ્ટીકરોને પણ મિનિટોમાં જ દૂર કરે છે. આ માટે તમારે એક ગ્લાસ જેટલું પાણી હુંફાળું ગરમ કરવાનું છે. તે પાણીમાં 2 ચમચી વિનેગર નાખીને તેને બરાબર મિક્સ કરો. આ પાણીને વાસણ પર જ્યાં સ્ટીકર છે ત્યાં લગાવો થોડી જ સેકન્ડ બાદ તેને કોટન વડે ઘસો. મિનિટોમાં જ વાસણ પરનું સ્ટીકર નીકળી જશે.
👉 (3) ડિટરજન્ટ પાઉડર : ડિટરજન્ટ પાઉડરને આપણે માત્ર કપડાં ધોવાના ઉપયોગમાં જ મોટા ભાગે લઈએ છીએ પરંતુ આ પાઉડર તમારા વાસણના સ્ટીકર રિમૂવ કરે છે. તેના માટે તમારે બે થી અઢી લિટર જેટલું પાણી લઈને તેમાં ત્રણ ચમચી જેટલો ડિટરજન્ટ પાઉડર નાખીને તેને હાથ વડે બરાબર મિક્સ કરીને ફીણ કરો હવે તે પાણીમાં પેલું સ્ટીકરવાળું વાસણ મૂકો તેને 30 મિનિટ રાખો, બાદ હળવા હાથે ઘસો સ્ટીકર ગાયબ.
👉 (4) વાસણને જ સીધા ગરમ કરીને : જો તમારે એકદમ સરળ એવી રીત થી સ્ટીકર કાઢવું છે તો તેના માટે તમારે બીજી કોઈ પણ ચીજ પણ નહીં જોઈએ સ્ટીકરવાળા વાસણને સીધું જ ગેસ પર ગરમ કરો તેના માટે ગેસની ફલેમ એકદમ સ્લો રાખવી વાસણ પરનું સ્ટીકર મિનિટોમાં જ નીકળી જશે. આ ટ્રિક પ્લાસ્ટિક વાસણમાં કદી ના અપનાવવી નહીં તો તે બળી શકે છે.
👉 (5) ખાવાનો સોડા : સૌથી પહેલા એક વાસણમાં 2 થી 3 ચમચી તેલ જે તમે રસોઈમાં વાપરતા હોય તે લો. તે તેલમાં 2 ચમચી ખાવાનો સોડા ઉમેરીને તેની પેસ્ટ બનાવો હવે આ પેસ્ટને સ્ટીકર પર લગાવો અને થોડી વાર રહેવા દો. થોડી વાર બાદ કોટન ઘસીને સ્ટીકરને દૂર કરીલો.
👉 (6) નેઇલ પેઈન્ટ રિમૂવર : તમે આ નેઇલ પેઈન્ટ રિમૂવરનો ઉપયોગ કરીને પણ સ્ટેનલેસ સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણો માંથી સ્ટીકરને સરળતાથી રિમૂવ કરી શકો છો. તેના માટે તમારે નેઇલ રિમૂવરને વાસણ પરના સ્ટીકર પર રેડવાનું છે ત્યારબાદ તેને 2 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી તેને કોટનની મદદથી દૂર કરો.
👉 (7) ઓલિવ ઓઇલ : ઓલિવ ઓઇલ નવા વાસણના સ્ટીકરને રિમૂવ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. ઓલિવ ઓઇલથી તમે વાસણમાં સ્ક્રેચ વગર જ સ્ટીકર દૂર કરી શકો છો. તેના માટે તમારે ઓઇવ ઓઇલને એક કોટન પર લગાવવાનું છે અને તે કોટનને સ્ટીકર પર થોડી સેકન્ડ માટે ઘસો. મિનિટમાં જ સ્ટીકર રિમૂવ થશે અને વાસણની ચમક પણ જળવાશે.
👉 આમ તમે ઉપર બતાવેલી કોઈ પણ ટિપ્સનો ઉપયોગ કરીને વાસણના સ્ટીકર દૂર કરી શકો છો તેના માટે ક્યારેય પણ કોઈ ધારદાર વસ્તુના વાપરવી તેનાથી નવા વાસણમાં સ્ક્રેચ થાય છે. સ્ટીકર દૂર કરવાની સરળ રીત તમને ચોક્કસ ઉપયોગી બનશે.
જો આ વાસણ પરના સ્ટીકર દૂર કરવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.