👉 આપણે આજ સુધી શાકભાજી, કપડાં, જૂની વસ્તુઓ વગેરે જેવી વસ્તુને ઘણા બજારની વાત સાંભળી હશે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે દુલ્હનની પણ બજાર હોય છે. જી, હાં આ વાત હકીકતમાં સાચી છે, એક અલગ જ બજાર છે જ્યાં તમે પૈસા આપીને તમારી પસંદ મુજબની દુલ્હનને મેળવી શકો છો.
👉 આજના સમયમાં જ્ઞાતિમાં દુલ્હનો શોધવા જતાં પણ મળતી નથી અને દુલ્હન ન મળવાના કારણે ઘણા લોકો તો જીવન ભર કુંવારા જ રહી જતા હોય છે. ત્યારે આપણે આ વાત સાંભળીએ કે દુલ્હનોનું પણ બજાર હોય છે તો સ્વાભાવિક છે કે આ વાત આપણને ચોંકાવે છે. પરંતુ હા આ વાત એકદમ સાચી છે અને ત્યાં મળે છે પૈસા આપવાથી મનપસંદ દુલ્હન.
👉 એક એવુ બજાર છે જ્યાં વસ્તુ નહીં પરંતુ દુલ્હન મળે છે. આ બજારમાં તમે તમારી પસંદની દુલ્હન સિલેક્ટ કરી શકો છો. ત્યાં તમને ચોઇસ કરવાની તક મળે છે કેમ કે તે બજારમાં અનેક દુલ્હનો હોય છે અને આપણે તેમાંથી પસંદગી ઉતારવાની હોય છે. વાત જ એવી છે કે આપણને તેના પર વિશ્વાસ ના આવે પરંતુ આ વાત 100 ટકા સાચી છે.
👰♀️ દુલ્હનનું બજાર ક્યા સ્થળે ભરાય છે?
👉 બલ્ગેરિયામાં સ્ટારા જાગોરા નામક એક સ્થાન છે કે જે જગ્યા પર વર્ષમાં 3-4 વખત આ બજાર ભરવામાં આવે છે. જ્યારે આ બજાર ભરવામાં આવે ત્યારે જે લોકોને દુલ્હનની જરુર હોય છે તે લોકો આ બજારમાં આવીને પોતાની ઇચ્છા અને પસંદ મુજબની દુલ્હનને ખરીદીને પોતાના ઘરે પોતાની પત્ની બનાવીને રાખે છે.
👰♀️ દુલ્હન મેળો કોના દ્વારા લગાવાય છે?
👉 આ દુલ્હન મેળો એવા લોકોના દ્વારા લગાવવામાં આવે છે કે જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક હોય તેવા પિતાઓ કે જેઓ પોતાની લાડકી દીકરીના લગ્નનો ખર્ચ પણ ઉઠાવી શકવાની તાકાત ધરાવતા નથી તે ગરીબ પિતા પોતાની દીકરીઓને આ બજારમાં દુલ્હન બનાવીને લાવે છે.
👰♀️ દુલ્હનની પસંદગી કેવી રીતે થાય છે?
👉 આ બજારમાં આવનારા પિતા પોતાની દીકરીઓને દુલ્હનના પોષાકમાં જ મેળામાં લાવે છે. આ મેળામાં નાની મોટી અલગ-અલગ ઉંમરની દુલ્હનો હોય છે, વધારે 13-20 વર્ષ વચ્ચેની દુલહનો જોવા મળે છે. દુલ્હન મેળવવા માગતો છોકરો પોતાના પરિવાર સાથે અહીં આવીને દુલ્હન અને તેના પરિવાર સાથે વાત-ચિત કરીને દુલ્હનના પિતાને પૈસા ચૂકવીને તેને ઘરે લઇ જાય છે અને તેને પોતાની પત્ની તરીકે સ્વીકારે છે.
👉 આ મેળાનું આયોજન ગરીબ લોકો ઘણા વર્ષોથી કરતા આવ્યા છે. ત્યાં કાયદાકીય રીતે કોઇપણ પ્રકારની રોક લગાવવામાં આવતી નથી. આ બજાર બુલ્ગારીયાનો એક સમુદાઇ છે. કલાઇદજી તેના દ્વારા ભરવામાં આવે છે. આ બજારમાં તે સમુદાય સિવાયના અન્ય કોઇને પ્રવેશ મળતો નથી.
👉 આ મેળામાંથી ભલે તે દુલ્હનને ખરીદી પરંતુ શરત એક જ હોય છે કે કાયદેસર રીતેએ છોકરાએ છોકરીને પોતાની પત્નીનો દરજ્જો આપવો પડે છે. તો આમ આ સમુદાયના લોકો પોતાની પસંદની દુલ્હન મેળવી શકે છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.