વધતાં વજનની સાથે અત્યારે લોકો ખુબજ ચરબી અને મોટાપો આવતો જાય છે. લોકોની ખાવા-પીવાની આદતથી મોટાપો અને ચરબી વધવાની સૌથી મોટી સમસ્યા ઊભી થાય છે. અત્યારે લોકો કસરત અને યોગા કરે છે તેમ છતાં વજન ઘટવાનું નામ નથી. પછી લોકો ડોકટરની સલાહ લે છે અને સાથે દવા પણ લેવા લાગે છે પણ વજન દવાથી ઘટતો નથી. લોકો વજન ઘટાડવા માટે શું નથી કરતાં પણ લોકોનો મોટાપો અને વજન ઊતરતો નથી. ઘણી મહેનત કરે છે લોકો ખાવા-પીવાની વસ્તુમાં કંટ્રોલ કરે છે ત્યારે થોડો થોડો વજન ઘટે છે.
આજે એક એવી વાત લઈને આવ્યા છીએ જે વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. તેમજ ખાસ કરીને ગરમીના દિવસોમાં આ ઉપાય ખાસ ઉપયોગી સાબિત થાય છે. ઉનાળાની શરૂઆત થાય છે ત્યાં જ મોટાપા વાળા વ્યક્તિઓ આ ઉપાય કરવાનું ચાલુ કરી દો. ચરબી ઘટાડવા માટે ખુબ જ ઉપયોગમાં આવશે. આ ઉપાય કરવા માટે તમારે વધારે ભૂખ્યું કે વધારે કસરત કરવાની જરૂર નહીં પડે કેમકે, આ ઉપાય કરવા માટે તમારે થોડી વસ્તુનું સેવન વધારે કરવાનું રહેશે.
ગરમીની સીજનમાં થતાં શાકભાજી કે ફળો ખાવાનું ઓછું ના કરવું જોઈએ કારણ કે, ગરમીની સીજનમાં આવતા ફળો અને શાકભાજીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તેથી વજન ઘટાડવા માટે તે ખુબજ ઉપયોગી છે. આજે એવી ચાર વસ્તુ વિષે વાત કરીશું જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. ગરમીની સીજનમાં વજન ઘટાડવા આસાની રહે છે.
- કારેલા
પહેલી વસ્તુ છે કારેલાં, કારેલાંમાં રહેલું તત્વ શરીરની શુગર ઘટાડવામાં મદદ કરે છે. તેવીજ રીતે કારેલાંમાં રહેલું તત્વ શરીરમાં રહેલા ફેટ ઓછા કરે છે અને કેલેરી વધારે છે. કરેલા ચરબી ઓગળવા માટે ખુબજ ઉપયોગી છે. આમ તો કારેલાં આખું વર્ષ ખાવામાં ઉપયોગી છે પણ ઉનાળાની સીજનમાં વધારે ફાયદા કરે છે. રોજે કારેલાંનું સેવન અથવા તેના જ્યુસનું સેવન કરવાથી વજનમાં જલ્દીથી ફરક પડવા લાગશે. શરીરમાં શુગર ઓછી થવાના કારણે ડાયાબિટીસ જેવા રોગથી પણ રાહત થાય છે.
- કઠોળ
બીજી વસ્તુ છે કઠોળ, બધાજ પ્રકારના કઠોળની અંદર વજન ઘટાડવાની ક્ષમતા રહેલી છે. કઠોળની અંદર ફાઈબર અને આયર્ન વધારે માત્રામાં મળી આવે છે. કઠોળ એવી વસ્તુ છે જેની અંદર જરા પણ ફેટ નથી હોતા જેથી તેનું સેવન કરવા વાળાને ક્યારે વજન વધવાનું ટેન્શન રહેતું નથી. થોડા માહિનામાં વજન ઓછો કરવા માટે રોજે સવારે 100 ગ્રામ જેટલા કઠોળ પલાળી બીજા દિવસે સવારે ભૂખ્યા પેટે ખાવાથી વજન ઓછો થવા લાગે છે. આ કાર્ય કરવાથી એક મહિનાની અંદર તમારા વજનમાં ફરક દેખાવા લાગશે.
- તરબૂચ
ત્રીજી વસ્તુ છે તરબૂચ, તરબૂચની અંદર ખુબજ માત્રામાં પાણી રહેલું હોય છે જેનાથી ઉનાળાની સીજનમાં પાણીની કમી પૂરી કરવા માટે કામ કરે છે, સાથે સાથે શરીરમાં રહેલૂ વધારનું ફેટ પણ ઓછું કરે છે. જો ઉનાળામાં તરબૂચનું સેવન વધારે કરવામાં આવે તો વજન પણ ઓછો થાય છે કારણકે, તરબૂચના સેવનથી વધારાનું ફેટ ઓછું થાય છે અને ચરબી ઓગળે છે. નિયમિત સવારે તરબૂચના સેવનથી વજન જલ્દીથી ઘટે છે. તરબૂચને તમે બપોરે સલાડના રૂપે પણ ખાઈ શકો છો.
- કેરી
ચોથી વસ્તુ જે બધાને પસંદ હોય છે કેરી, કેરી ઉનાળા સિવાય ક્યારે મળતી નથી તેથી તેનું સેવન ઉનાળામાં જ કરવામાં આવે છે. કેરીનાં સેવન શરીરની ચરબી ઓગાળવામાં સારો ફાયદો રહે છે. કેરી સ્વાદમાં ખુબજ સારી અને મીઠી હોય છે અને તેના ગુણ શરીર માટે ખુબજ ઉપયોગી રહે છે. કેરીનાં સેવનથી શરીરમાં ફાઈબર, મેગ્નેશિયમ અને આયર્ન મળે છે. કેરીનાં એન્ટિઓક્સિડેંટ ગુણના કારણે જલ્દીથી ભૂખ લાગતી નથી.
ઘણા લોકોનું માનવું છે કે, કેરી ખાવાથી વજન વધે છે પણ તેવું હોતું નથી કેરીનાં સેવનથી શરીરમાં જામેલી ચરબી ઓગળવા લાગે છે. કેરીનાં રસનું સેવન ક્યારે નહીં કરવું કેરી આખી જ ખાવી જોઈએ તેના રસમાં ઘણા લોકો ખાંડ નાખે છે તેના કારણે શરીરમાં શુગર વધે છે. વજન ઘટાડવા માટે કેરીને કુદરતી રીતે ખાવમાં લેવી જોઈએ.
ઉપરોક્ત ૪ વસ્તુઓનું જો તમે વધુ પડતું સેવન કરો તો પણ કોઈ પ્રશ્ન નથી, પણ આયુર્વેદ અનુસાર જો આપને દરેક વસ્તુઓનું સેવન તેની લીમીટમાં રહીને કરીએ તો જ ઉત્તમ કહેવાય.. તો આશા રાખીએ છીએ કે તમે ઉપરોક્ત વસ્તુઓનું સેવન યોગ્ય રીતે કરશો. તેમજ તેનાથી મળતા દરેક લાભ પણ આપ યોગ્ય રીતે લેશો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.