👉આપણી આસપાસ રહેતા અમુક લોકોને એવી આદત હોય છે. જે જાણીને ઘણી વખત આપણને નવાઈ લાગતી હોય છે. અમુક આદતો પરથી તેમના સંસ્કાર કેવા હોય તેનો અંદાજો જોનારાને આવી જતો હોય છે. એટલું જ નહીં પોતે સારા હોવાની વાતો કરતાં હોય પણ જ્યારે પોતાની વાત આવે ત્યારે એ જ વ્યક્તિ તેવું વર્તન કરતો હોય છે.
👉તેમાં ખાસ કરીને ભારત દેશના મોટાભાગના લોકોને એવી વસ્તુ જોવાની ટેવ હોય છે જે એકદમ ગંદી કહી શકાય. તો તમને એ કઈ ગંદી વસ્તુઓ જોતા હોય છે તે જણાવીએ.
👉ઝઘડો જોવા જવું- સોસાયટીમાં, પોળમાં કે શેરીમાં જ્યાં પણ ઝઘડાનો અવાજ આવે કે મોટાભાગના સ્ત્રી કે પુરુષ બહાર નીકળી જતા હોય છે. તે ઉપરાંત જ્યાં ઝઘડો થતો હોય તેના ઘરે જઈને વધારાની સલાહ સૂચનો આપવા લાગતા હોય છે. તો આ ટેવ તમારી ખરાબ છે.
👉કોઈના ઘરે કંઈપણ થાય આપણે ક્યારેય જવું જોઈએ નહીં. તમારી ઘરની વાત કોઈ કરે તો તમને પસંદ ન હોય એવી રીતે સામેની વ્યક્તિને પણ તે વસ્તુ ગમતી હોતી નથી. એટલા માટે કોઈના ઝઘડામાં રસ લીધા વગર આપણે ઘરમાં બેસી કામ કરવું જોઈએ અથવા બની શકે તો તેમની મદદ કરવી જેથી ઝઘડો બંધ થાય.
👉તમાકુ રોડ પર ખાવું- આપણા દેશમાં મોટાભાગના લોકો વ્યસની છે તેમ કહીએ તો કંઈ ખોટું નથી. જ્યારે પણ બહાર નીકળીએ પાનના ગલ્લાં પર તમાકુ ખાતા લોકો જોવા મળશે. તમાકુ ખાતા દરેક વ્યક્તિને ખબર હોય છે કે તે શરીર માટે ખૂબ જ હાનિકારક છે. કેમ કે તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારી થાય છે. તેમ છતાં રોજ તમાકુનું સેવન કરીને તેની પીચકારી મારતાં હોય છે.
👉જેમ કે કોઈ બસમાં બેઠું હોય તો બારીમાંથી બહાર પીચકારી મારે, કાર ચલાવતો ડ્રાઈવર, રિક્ષા ચાલક તો અચૂક મારતા હોય છે. આ બધા થૂંકતા પહેલા કોઈનો વિચાર કરતાં હોતા નથી ગમે ત્યાં થૂંકી દેતા હોય છે. ક્યારેય વિચારતા હોતા નથી કે બારીમાંથી બહાર પિચકારી મારીશું તો પાસેથી પસાર થતાં વ્યક્તિનાં કપડાં ગંદા થશે. આપણે પોતે જ શહેર કે ગામડાં અથવા દેશના રસ્તા ગંદા કરી રહ્યા છીએ. તેથી આ આદત સુધારવી જોઈએ.
👉છોકરીના અન્ડર ગારર્મેન્ટ્સ- દરેક વ્યક્તિને આદત હોય છે કે જ્યારે પણ કોઈ મહિલા કે છોકરીના અંડરગારર્મેન્ટ્સ સુકાતા હોય તેને ધ્યાનથી જોતા હોય છે. એ તો જુએ સાથે તેના મિત્રો હોય તેને પણ બતાવતા હોય છે. તો આ આદત તમારી સૌથી ગંદી આદત ગણાય છે.
👉તેના પરથી તમારા સંસ્કાર કેવા છે તેનો અંદાજો આવી જતો હોય છે. બહારવટિયા જે પહેલાના સમયમાં હતા તે પણ આપણી બહેન કે વહુની રક્ષા કરતાં હતા. તેમની સામે આંખ ઉપાડીને પણ જોતા નહોતા. તો આ ટેવ તમારે ભૂલવી જોઈએ અને નજર અને મન ચોખ્ખા રાખવાનો પ્રયત્ન બને ત્યાં સુધી કરવો જોઈએ.
👉દુલ્હનની ગિફ્ટ જોવી- આપણે ત્યાં પરણીને દીકરી સાસરે જાય તે વખતે તેની સાથે જે પણ કરિયાર હોય તેને આપી દેતા હોય છે. તેમાં ફ્રેન્ડ્સે આપેલી ગિફ્ટ પણ હોય છે. તો જેવી તે સાસરિયાંમાં પહોંચે કે ત્યાંના લોકો તેની ગિફ્ટ ખોલવા બેસી જતા હોય છે. તે આદત પણ ખરાબ છે આ ગિફ્ટ પર માત્ર દુલ્હનનો જ અધિકાર હોવાથી ક્યારેય ન ખોલવી જોઈએ.
👉પરિક્ષામાં નાપાસ થાય– ઘણા લોકોને એક્ઝામનું રિઝલ્ટ ઓછું આવે કે નાપાસ થાય તો ભગવાનને તેના દોષી માનતા હોય છે. ખરેખર ભગવાનનો તેમાં કોઈ વાંક હોતો નથી. તમે જો થોડી વધારે મહેનત કરી હોય તો પરિણામ સારું આવત. એટલે જ્યારે પણ એક્ઝામમાં નાપાસ થાવ ભગવાનને દોષી માન્યા વગર ફરી પરિક્ષાની તૈયારી કરવા લાગી જવું જોઈએ. જેથી તમે સારા માર્ક્સ લાવી શકો અને તમારે જે ડિગ્રી મેળવવી હોય તે મળી શકે.
👉-તે સિવાય પણ અમુક લોકો કોઈ ખાસ કામ કરવા બહાર નીકળે ત્યારે જે કામ માટે ગયા હોય તે વસ્તુ ઘરે ભૂલી જતાં હોય છે તો તેમાં પણ ભગવાનને જ દોષી ઠેરવે છે, કે હે ભગવાન…! આટલું યાદ કરાવ્યું હોત તો… જેથી મારે ધક્કો ખાવો ન પડત. તો આખી વાતમાં ભગવાન ક્યાં આવે, જે તમારી ભૂલ છે એમાં ભગવાનને દોષી માનવાના. આ આદત ખરાબ છે. તેને ભૂલી જવી જોઈએ.
જો આ જાણવા જેવી માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.