🤢ઘણા લોકો જમવાનું કે બાકી વધે એટલે ખોરાક ફ્રિઝમાં કે બહાર મૂકી રાખીને પછી ફરી વઘારીને કે થોડું ગરમ કરી ખાઈ લેતા હોય છે. જે આદત તદ્દન ખોટી છે. તે તમારા શરીરને ખરાબ કરવાનું કામ કરે છે. આરોગ્ય નિષ્ણાતો અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે કોઈપણ ખોરાક ત્રણ કલાક કરતાં વધારે સમય રહે તો વાસી થઈ જતો હોય છે. વધેલો ખોરાક ફેંકી પણ ન દેવાય, પરંતુ આપણે જરૂર હોય તેટલા પ્રમાણમાં રાંધવો જોઈએ.
🤢આજકાલ પેટની ગડબડ, છાતીમાં દુખાવો શરીર વધવું, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, રાત્રે ઉંઘ ન આવે, આંખોના ચશ્મા આવવા, બીપી વગેરે જેવી બીમારી અત્યારના ખોરાકોને કારણે જ થાય છે. અને તેમાં સૌથી વધુ જે ફાસ્ટફૂડે દરેક જગ્યા પર સ્થાન લીધું છે ત્યારથી મોટાભાગના રોગો પણ વધી રહ્યા છે. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુ તમારે ખોરાકમાં ન લેવી જોઈએ.
3️⃣ 🍚ભાત- ઘણા લોકો આપણી આસપાસ એવા રહેલા હોય છે કે જે સવારે વધારે ભાત બનાવીને રાત્રે વઘારીને ખાતા હોય છે. પણ તે શરીરને વધારે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. જો કોઈ વાર ગેસ્ટ આવ્યા હોય અને ભાત વધ્યો હોય તો બીજે દિવસે પણ વઘારીને ખાતા હોય છે.
🍚પણ તે ઠંડા ભાતમાં બેસેલીયસ સરીયસ નામના જીવાણું ફેલાય છે. અને તે વધારે સમય બહાર પડી રહે અથવા બીજે દિવસે પણ ખાવામાં આવે તો ધીમેધીમે તેમાં વધારો થતો હોય છે. કેટલાકને લાગશે કે ફ્રિઝમાં મૂકવાથી કંઈ ન થાય, પરંતુ તે માન્યતા ખોટી છે. જો તમે ફ્રિઝ કે સામાન્ય તાપમાન પર પણ રાખશો તો તેમાં બેક્ટેરિયા ધીમેધીમે વધતા જશે. અને તમે તેને વઘારીને ખાશો તો પણ ઝેરનું કામ કરશે.
🍚તેના કારણે કેટલીક વાર ફૂડ પોઈઝનિંગ પણ થતું હોય છે. જેમાં ઉલ્ટી, ઉબકા, પેટમાં દુખાવો, ગેસ, અપચો, કોઈ કોઈ વાર માથું પણ દુખાતું હોય છે. ઘણા લોકોને શરીરમાં ઇમ્યુનિટી પણ ઘટવા લાગતી હોય છે. એટલે યાદ રાખવું કે હંમેશાં ગરમ રાંધેલો જ ભાત ખાવો જોઈએ.
4️⃣ 🥫ઓઇલ- ઘણા લોકો કપાસીયા, નારિયેળનું તેલ, સોયાબીનનું તેલ, સનફ્લાવર ઓઇલ, સિંગતેલ વગેરે અલગ અલગ પ્રકારના તેલ ખાતા હોય છે. પરંતુ તેમાં સૌથી વધારે નુકસાનકારક છે, સોયાબીનનું તેલ. અને આપણે રોજિંદા જીવનમાં તેલનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ કોઈ વધારે કે ઓછો ઉપયોગ કરે પણ રસોઈમાં વપરાશ તો થતો જ હોય છે.
🥫આ રીતે સોયાબિનના તેલથી હંમેશાં દૂર રહેવું જોઈએ. કેમ કે તેમાં ફાયટોસ્ટ્રોજન વધારે પ્રમાણમાં હોય છે. માત્ર તેલ જ નહીં તેની કોઈપણ પ્રકારની વસ્તુનો રસોઈમાં વધારે ઉપયોગ કરવામાં આવે તો ફાયટોસ્ટ્રોજનનું શરીરમાં પ્રમાણ વધે છે. જેના કારણે સ્ત્રી અને પુરુષના હોર્મોન્સને ખરાબ બનાવે છે. અને હોર્મોન્સમાં ગડબડ થવાને કારણે ગુપ્ત રોગ, થાઇરોઈડ, પીરીયડની સાયકલ અથવા મહિલાના રિપ્રોડક્ટશન પર પણ અસર પડતી હોય છે. જેના કારણે લાંબા સમય સુધી આ તકલીફનો ઇલાજ કરવામાં ન આવે તો બીજી તકલીફ થાય છે. માટે બને ત્યાં સુધી સરસવનું અથવા નાળિયેરનું તેલ બધા તેલોમાં બેસ્ટ માનવામાં આવે છે. તેમજ મગફળીનું ટેલ પણ બેસ્ટ કહેવાય છે.
5️⃣ 🍲અથાણા- દરેક મહિલા બાર મહિનાના અથાણા બનાવીને સ્ટોર કરતી હોય છે. જ્યારે કોઈ શાક ન ભાવતું હોય અથવા તેનો ટેસ્ટ ચટાકેદાર હોવાથી જમવાની મજા પડી જતી હોવાના કારણે મોટાભાગના લોકો શાક-રોટલી સાથે અથાણું અવશ્ય લેતા હોય છે. પરંતુ તે લાંબા ગાળે તમને નુકસાન પહોંચાડશે.
🍲 આપણે અથાણા બનાવવા માટે તેજાના મસાલા, વધારે પડતું તેલ, મીઠું વગેરે જેવી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. જે તમને સોડિટમની માત્રા વધારે છે. જેના લીધે શરીરમાં કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, ગળું દુખવું, સ્કીનની વગેરે બીમારી થતી હોય છે. ઘણા લોકોને ખાટા અથાણાના કારણે નાક બંધ થઈ જાય અથવા માથું દુખવા પણ લાગતું હોય છે. તેથી વધારે પ્રમાણમાં અથાણાનું સેવન ન કરવું જોઈએ.
🍲 જો તમે ઓછી માત્રામાં કોઈ કોઈ દિવસ તેનું સેવન કરશો તો શરીરને ફાયદો થશે. પરંતુ તેની માત્રાથી વધારે સેવન કરવાનું શરૂ કરશો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બનશે. એટલા માટે ખાસ કહેવાય છે કે હંમેશાં તાજો અને રાંધેલો ખોરાક ખાવો જોઈએ. જેથી તમે અને તમારું શરીર તંદુરસ્ત રહે.
2️⃣ 🍷વધારે કોલ્ડ્રિંક- વધારે પડતા કોલ્ડ્રિંક્સનું સેવન પણ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. કારણ કે તેમાં હાનિકારક કેમિકલ્સ રહેલા હોય છે. જે શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આપણને તેમાંથી કોઈ પોષક તત્વો તો મળતા હોતા નથી. ઉપરથી દિવસ જાય તેમ આપણું શરીર ખરાબ થતું હોય છે.
🍷 આપણી પાચન શક્તિને આ પ્રકારના સોડા કે કોલ્ડ્રિંક્સ નબળી પાડે છે. જેના કારણે પેટની સમસ્યા ઉભી થતી હોય છે. બીજું કે સંશોધન અને રિચર્સ દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો વધારે પ્રમાણમાં સોડા પીશે તેમાં ફોસ્ફોરિક એસિડ મળે છે. તેનાથી આપણે ઉંમર કરતાં વધારે ઉંમરના દેખાવા લાગીએ છીએ. શરીરમાં ચરબીનું પણ પ્રમાણ વધવા લાગે છે. જેના કારણે બીજા અન્ય રોગો થવાની પણ સંભાવના વધી જાય છે.
1️⃣ ☕ટી એન્ડ કોફી- ફ્રેન્ડ્સ મળ્યા નથી કે ચાની કિટલી ઉપર અથવા કેફેમાં ગપ્પા મારવા પહોંચી જઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો ચા અને કોફી શરીરમાં માટે ખૂબ હાનિકારક ગણાય છે. ચા પીવાથી આપણા શરીરને કોઈપણ પ્રકારનો લાભ થતો નથી. ઉલ્ટાનું આપણે રોજ સવારે એક કપ પીધેલી ચા શરીરમાં ઝેરનું કામ કરતી હોય છે.
☕ આપણું પેટ આખી રાત ખાલી રહેતું હોય છે. અને તેના કારણે શરીરમાં એસિડની માત્રા વધારે હોય છે. જેના લીધે આપણે જ્યારે પણ ભૂખ્યા પેટે ચા કે કોફી પીએ છીએ, તે એસિડની માત્રા વધે છે. અંતે આપણને એસિડિટી, ગેસ, કફ, ત્વચાના રોગ અથવા કાળી પડવી, હેર ફોલ થવો વગેરે જેવા પ્રોબ્લેમ દિવસ જાય એમ વધવા લાગતા હોય છે.
☕ બીજુ કે ચામાં કેફિનનું પ્રમાણ વધારે હોવાથી આપણને બધાને ધીમેધીમે સવારે પહેલા ચા પીવાની આદત પડી જતી હોય છે. માટે સવારે કે રાત્રે ખાલી પેટે ચા ન પીવી જોઈએ. તેનાથી પેટમાં અગ્નિ ઉત્પન્ન થાય છે.
તમને આ ટિપ્સ જરૂરથી ઉપયોગી બનશે. આવી બીજી ટિપ્સ જોઈએ તો કોમેન્ટમાં “Tips-2” જરૂર લખો જેથી બીજી આવી ટિપ્સ આપ સુધી લાવીશું. તેમજ રસોઈ વિષે બીજી માહિતી જોઈએ તો તેના વિષે પણ અમને કોમેન્ટ કરીને જણાવો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે,- આભાર.