દોસ્તો આજે અમે તમારા માટે થોડી અગત્યની અને જાણવા જેવી માહિતી લઈને આવ્યા છીએ જે તમારા સ્વાસ્થ્ય માટે છે ખુબ જરૂરી જેને જાણવાથી થશે તમને અનેક પ્રકારના ફાયદા. બધા જ ઘરની આ સમસ્યા છે કે તેના ઘરમાં કોઈને કોઈ બીમાર રહેલું હોય છે તે માટે આ આર્ટીકલ ખુબજ ઉપયોગી સાબિત થશે.
ભોજન, ખોરાક આપણા જીવન માટે ખુબ જરૂરી છે. કુદરતે બધા માટે ભોજનની વ્યવસ્થા કરી છે. દરેક મનુષ્ય, પ્રાણી કે પક્ષીને તેમની જરૂરિયાત પ્રમાણે ભોજન કરે છે. બધાની પ્રકૃતિ અલગ હોય છે. દરેક માણસ તેની જરૂરિયાત પ્રમાણે ભોજન લેતા હોય છે. કોઈ શુદ્ધ શાકાહારી અને કોઈ માંસાહારી ભોજન કરતા હોય છે. સમય સર ભોજન કરવાનો લક્ષ એટલો જ હોય છે કે આપણા શરીરની શક્તિ,ઉર્જા અને પોષકતત્વો જળવાઈ રહે અને આપણું પાચનતંત્ર સારું રહે.
શાકાહારી ભોજન આપણા શરીર માટે એકદમ ઉતમ પ્રકારનું ભોજન છે. તેનાથી આપણને અનેક પ્રકારના ફાયદા પણ થાય છે. શાકાહારી ભોજન કરવાથી શરીર રોગ મુક્ત રહે છે. શરીરમાં જે ઉર્જા અને વીટામીનની જરૂર હોય તે બધી વસ્તુ શાકાહારી ભોજનમાંથી મળી રહે છે. તો આવો જાણીએ શાકાહારી ભોજનના ફાયદા.
આપણે હમેશા હળવો ખોરાક લેવો જોઈએ જેનાથી આપણું શરીર ખોરાક આરામથી પચાવી શકે જેનાથી શરીરની વધારે એનર્જી વેસ્ટ થાય નહી. શાકાહારી ભોજનથી પાચનતંત્ર મજબુત બને છે. માંસાહારી ભોજન શરીરમાં પચતા વધારે સમય લાગે છે. અને શરીરની વધારે ઉર્જા ખરાબ થાય છે. માંસાહારી ખોરાક આપણા શરીરમાં જલ્દીથી પચતો નથી અને આપણા પાચનતંત્રને નબળું બનાવે છે.
સૌથી પહેલા તો જાણીએ કે લીલા શાકભાજી અને તાજા ફળોમાં અનેક પ્રકારના વિટામીન, કેલેરી અને ફાયબર ભરપુર માત્રામાં હોય છે. ફળો અને શાકભાજીના સેવનથી શરીરની વિટામીનની જરૂરિયાત પૂરી થાય છે. શરીરને અનેક પ્રકારના ફાયદા પણ થાય જેમકે આંખોની દ્રષ્ટી તેજ અને સારી બને છે. પાચનતંત્ર સ્વસ્થ રહે, સ્કીન સુંદર બને આવા અનેક પ્રકારના ફાયદા થાય છે. લીલા શાકભાજી અને ફળો કેન્સર જેવી ભયાનક બીમારીમાં લાડવામાં મદદ કરે છે.
શદ્ધ શાકાહારી ભોજન જેમકે અનાજમાં એન્ટી ઓક્સીડન્ટ અને રેસા વધારે માત્રામાં હોય છે. જેનાથી કેન્સર સામે લડવામાં મદદ મળે છે. આંતરડાનું કેન્સર, ફેફસાનું કેન્સર આવા ઘણા પ્રકારની બીમારીઓ સામે લાડવામાં શાકાહારી ભોજન મદદ કરે છે. તેની સામે માંસાહારી ભોજનમાં અમુક એવા તત્વો રહેલા છે જે ચરબી વધારે છે એમાં આંતરડામાં અમુક નુકશાન પણ કરે છે.
આપણા શરીરના બ્લડ પ્રેશરને સામાન્ય બનાવી રાખવા માટે આપણો શાકાહારી ખોરાક એ મહત્વનો ભાગ ભજવે છે. જો ખાવામાં વધારે પડતા મીઠાનો ઉપયોગ થાય તો બ્લડ પ્રેશર વધવા લાગે છે. આથી ખોરાકમાં મીઠાનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો. ઘણા માંસાહારી ખોરાકમાં મીઠાનો પ્રયોગ ખુબ કરવામાં આવે છે તેનાથી બ્લડ પ્રેશરના ઘણા પ્રોબ્લેમ થાય છે.
હદય રોગની બીમારી વાળા લોકોએ પણ શાકાહારી ભોજન કરવું જોઈએ. હદયરોગ આપણા શરીરમાં વધતા કોલેસ્ટ્રોલના કારણે થાય છે. શાકાહારી જમવામાં કોલેસ્ટ્રોલ ઓછા પ્રમાણમાં હોય છે. જયારે માંસાહારી ખોરાકમાં કોલેસ્ટ્રોલ વધારે પ્રમાણમાં હોય છે. આથી જે લોકો શાકાહારી ભોજન સમયસર કરે છે તેવા લોકોને હદયરોગ જેવી ગંભીર બીમારી થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
શાકાહારી ભોજન કરતા લોકો કરતા માંસાહારી ભોજન કરતાં લોકોને કીડનીને લગતા રોગો વધારે માત્રામાં જોવા મળે છે. શાકાહારી ભોજન કરનાર લોકોના શરીરમાં ચરબી ઓછા માત્રામાં જોવા મળે છે. કારણ કે, શુદ્ધ શાકાહારી ભોજનની પાચનક્રિયા જલ્દી થાય છે. શુદ્ધ ભોજન કરવાથી આપણા શરીરનું લોહી પણ શુદ્ધ બને છે. અને બલ્ડને લગતી બીમારી પણ દુર રહે છે.
તો હવે તમને જાણવા મળ્યું હશે કે શુદ્ધ શાકાહારી ભોજન કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે. તો દોસ્તો આજથી જ અપનાવો શુદ્ધ અને શાકાહારી ભોજન જેનાથી તમારું તન અને મન રહે એકદમ તંદુરસ્ત.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.