આજે જોવા જઈએ તો ઘણા વ્યક્તિને એવી ટેવ હોય છે કે હંમેશાં મોડી રાત્રે જ ભોજન કરે છે. આ વાત ઘણાં અંશે સાચી પણ છે. પરંતુ તેના પાછળનું કારણ નોકરીથી મોડા આવવું હોય છે. તેથી અમુક વ્યક્તિ ઈચ્છતા હોવા છતાં વહેલું જમી શકતાં નથી.
આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે કંઈ કેટલા ઉપાયો કરતા હોઈએ છીએ. છતાં પણ જોઈએ તેવી કેર નથી કરી શકતાં હોતા અને આખરે શરીર ખરાબ થઈ જાય છે. હાલના સમયમાં મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીથી પીડાતા હોય છે. તો આ બીમારીને કેવી રીતે દૂર કરી શકાય તે જણાવીએ. શરીરને સ્વસ્થ રાખવા માટે સૌથી પહેલા ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બને ત્યાં સુધી રાત્રે મોડા જમવાનું ટાળવું જોઈએ.
તો આજે તમને જણાવીએ કઈ વસ્તુ રાત્રે ભોજનમાં ન લેવી જોઈએ. અને ભોજન પહેલા પણ કઈ વસ્તુઓ ના ખાવી અને કઈ વસ્તુઓ ખાવી જોઈએ.
- લીલા શાકભાજી- (ક્યારે ખાવા જોઈએ? શું રાત્રે ખાવા જોઈએ? જાણો બેસ્ટ માહિતી)
તમે જાણો છો કે લીલા શાકભાજનો રાત્રે જમવામાં ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ઘણા બધા પ્રોબ્લેમસ ઊભા થઈ શકે છે. માનીએ છીએ કે પાલક, મેથી, તાંદરજો, કોથમીર, લીલી ડુંગળી, લીલું લસણ બધું જ શરીર માટે ફાયદાકારક છે પણ રાત્રે જમવામાં ઉપયોગ કરશો તો તેની આડઅસર થતી જોવા મળશે. જો દિવસે જ આ વસ્તુઓ ખાવ તો વધુ સારું.
રાત્રે જમવામાં તમે અમુક લીલા શાકભાજીનો ઉપયોગ કરશો તો ડાયજેસ્ટ થવામાં તકલીફ પડશે અને તેના કારણે ગેસ, એસિડિટી, માથાનો દુખાવો અને ડાયેરિયા જેવી સમસ્યા ઊભી થશે. જેના લીધે તમે રાત્રે સૂઈ ન શકો. આખરે પૂરતી ઊંઘ ન મળતા બીજી અનેક બીમારી તેમાંથી થાય છે. આપણે બધા જાણીએ છે કે લીલા શાકભાજીમાં ભરપૂર ફાઈબર હોય છે. જે હેલ્થ માટે વધારે ફાયદાકારક છે.
પણ આ બધા કારણોને લીધે લીલા શાક રાત્રે ન લેવા જોઈએ. સાવ ન જ ખાવા જોઈએ એવું પણ નથી. તેને તમે બાફીને અથવા લોટ સાથે મિક્સ કરીને વીકમાં એક કે બે વાર ખાઈ શકો છો. તેનું શાક અથવા પાલક કરી, રોટી સાથે સબ્જી સાંજના સમયે ન જ ખાવી જોઈએ.
આયુર્વેદમાં કહ્યું છે કે સૂર્ય આથમે તે પછી બને તો લીલા શાકભાજી ન ખાવા જોઈએ કારણ કે તેનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડી શકે છે. પાલક પનીર, મેથી બટાકાનું શાક વગેરે તમે લંચમાં જમી શકો છો. જેનાથી તેમાં હાજર રહેલા પોષક તત્ત્વો મળી રહે.
- સલાડ-
ખોરાકમાં સલાડ ખાવાનું બધાને ગમતું હોય છે. સલાડ ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેના ફાયદા પણ ઘણાં છે. પરંતુ ઘણા લાકોને તે કયા સમયે ખાવું જોઈએ તેની સાચી સમજ હોતી નથી. વજન ઓછું કરવાના ચક્કરમાં દિવસ-રાત્ર સલાડ ખાવા લાગતા હોય છે. પરંતુ તેનાથી શરીર પર સારી અસર નહીં પણ આડઅસર થવાની શરૂ થઈ જતી હોય છે.
તમે રાત્રે સલાડ ખાવ તો તેનાથી વધારે કંઈ ફાયદો થતો હોતો નથી. તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માનીએ છીએ કે તે શરીરમાં મિનરલ્સ અને વિટામિનની ઉણપ દૂર કરે છે. સાથે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી તેની કમી પણ પૂરી થાય છે. જો કોઈ વાર હળવો ખોરાક ખાવાની ઇચ્છા હોય તો ખાઈ શકાય, પરંતુ તે સાંજે સૂર્ય આથમ્યા પહેલા ખાઈ લેવું અને ખાસ વાત એ છે કે તેમાં કાકડી, ખીરા કાકડી, ગાજર, બીટ, મૂળો વગેરે રાત્રે ભૂલથી પણ ન ખાવા જોઈએ.
મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે આ બધા વેજિટેબલ જલદી પચી જાય છે. તે ખોટી માન્યતા છે તે સરળતાથી પચી શકતા નથી. આખરે પાચનને લગતી સમસ્યા ઊભી થાય છે. આ બધી વસ્તુને પચતા સમય લાગે છે. જેનાથી તમારી ઊંઘ બગડે છે. અને ધીમેધીમે તમારું શરીર બીમારીઓનું ઘર બનતું જાય છે.
આપણા આયુર્વેદમાં પણ કહ્યું છે કે સલાડ અને ફ્રૂટ્સ રાત્રે ન ખાવા જોઈએ. સવારે પણ ખાવા હોય તો જમ્યાના અડધો કલાક પહેલા લેવા જોઈએ. જમવા સાથે સલાડ ખાવું તે સાચી રીત નથી.
કઠોળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય. તેનો ખ્યાલ બધાને છે. પરંતુ શું તમે એ જાણો છો કે રાત્રે ખાવ તો પેટને લગતી સમસ્યા ઊભી કરે છે. કઠોળ ભારે હોવાથી તે રાત્રે ખાવાથી પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. જેમ કે ગેસ, એસિડિટી, પેટ બહાર આવે, માથાનો દુખાવો જેવી તકલીફ ઊભી થાય છે.
ખાસ વાત આયુર્વેદમાં કહે કે સૂપનો સમાવેશ તમે રાત્રે કરી શકો છો. કારણ કે તે સરળતાથી પચી જાય છે. ટોમેટો સૂપ, કોર્ન સૂપ, વેજિટેબલ સૂપ વગેરે અલગ અલગ પ્રકારના સૂપ ડિનરમાં બનાવી શકો છે.
દહીં-
દહીં બધા માટે ફાયદાકારક હોય છે, પરંતુ આયુર્વેદ અનુસાર તેને રાત્રે ખાવું ટાળવું જોઈએ. ઘણા લોકો રાત્રે જમ્યા પછી દહીં લેતા હોય છે તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. રાત્રે દહીં ખાવાથી તમને કફ, ગેસ, કબજિયાત, ગળું પકડાઈ જવું, તાવ, શરદી, સાયનસ જેવી સમસ્યા થાય છે.
દહીંનો ટેસ્ટ ખાટો, તેની તાસીર ગરમ હોય છે અને પચવામાં ભારે પડે છે. જેનાથી આ બધી સમસ્યા ઉત્પન્ન થાય છે. બને ત્યાં સુધી શરીરના કોઈ પણ ભાગમાં સોજો હોય ત્યારે તો અચૂક તેનું સેવન ન કરવું જોઈએ. ખાટું દહીં તે સમયે ન ખાવું જોઈએ. એક બીજી વાત ખાટા દહીંને ગરમ કરીને તો ન જ ખાવું જોઈએ. તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
આયુર્વેદના નિયમ મુજબ દહીં બને ત્યાં સુધી રાત્રે ન ખાવું જોઈએ. કોઈ વાર ખાવું હોય તો મરી પાઉડર મિક્સ કરી ખાવું જોઈએ. કેટલાક લોકો દહીં ના બદલે છાશ પીતા હોય છે. તો તેમાં પણ જિરા પાઉડર, ફુદીનાનો પાઉડર અથવા મરી પાઉડર મિક્સ કરીને પીવી જોઈએ. છાશ પણ સૂર્ય આથમ્યા પછી પીવી ન જોઈએ, પરંતુ મોટાભાગના લોકો પીતા હોય છે. તો અઠવાડિયામાં તમે 1-2 વાર પી શકો છો. કારણકે તે દહીં જેટલી સ્વાસ્થ્યને તકલીફ નથી પહોંચાડતી.
જો તમે સવારે નાસ્તામાં પણ દહીંનો ઉપયોગ કરી શકો છો. તે તમારા શરીરને તંદુરસ્ત બનાવશે. કેમ કે તેમાં કેલ્શિયમ, વિટામિન બી12, ઝિંક, પ્રોટીન વગેરે જેવા તત્ત્વો ભરપૂર માત્રામાં રહેલા હોય છે. જે તમને અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે. જેથી તમે હંમેશાં નિરોગી રહો છો.
આ ઉપરાંત એક વાડકી દહીં તમારી સ્કિનને સુંદર બનાવશે સાથે સાથે તમારા ખરતા વાળને પણ પ્રોટીન મળશે, જેનાથી ખરતા વાળની સમસ્યા દૂર થઈ જશે. વિટામિન-ડી અને વિટામિન-બી12 તેમાં રહેલું હોવાથી હાડકા મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
આ રીતે સવારે ભોજનમાં અથવા નાસ્તામાં તમે રેગ્યુલર દહીં લેશો તો નિરોગી બનશો, પરંતુ રાત્રે જમવામાં તેને રોજ એડ કરશો તો જરૂર અનેક બીમારીઓનો સામનો કરવો પડશે. કોઈ કારણ હોય તો દહીંના બદલે છાશ લેવી. અને આયુર્વેદનો એક નિયમ ખાસ યાદ રાખવો કે સાંજ સૂર્ય આથમ્યા પછી તો દહીં ખાવાનું ટાળવું જોઈએ.
ફ્રૂટ્સ-
પરંતુ શું તમે આ વાત જાણો છો કે ફ્રૂટ્સ ખાવાનો યોગ્ય સમય હોવો જોઈએ. તમે કોઈપણ સમયે ખાશો તો તેમાં ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. તમે રાત્રીના સમયે ક્યારેય ફળોનું સેવન ન કરશો. અમુક લોકોને ટેવ હોય છે કે સાંજે જમીને આરામથી ટીવી જોતા જોતા ગ્રેપ્સ, કેરી, ઓરેન્જ, લીચી, સ્ટ્રોબેરી વગેરે ખાતા હોય છે. તે બિલકુલ ખોટી રીત છે.
સિટ્ર્સ ફ્રૂટ એટલે કે ખાટા ફળો. તે વિટામિન-સીથી ભરપૂર હોય છે. પણ હકીકતમાં તેનાથી રાત્રે એસિડિટી થઈ શકે છે. લીંબુ, સંતરા, નારંગી સાથે જે પણ ખાટા ફળો છે. તે ગેસની સમસ્યા કે પેટ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા હોય રાત્રે તેને બિલકુલ ન ખાવા જોઈએ.
ખાટા ફળોનું સેવન તમારી ઊંઘ ખરાબ કરી શકે છે. શરદી, ખાંસી, તેમજ વજન વધે છે. જેવી ઘણી બધી સમસ્યા થઈ શકે છે. સાંજે 5 વાગ્યા પછી ફ્રૂટ્સનું સેવન ન જ કરવું જોઈએ. સિટ્રસ ફૂડનું સેવન કરવાથી તમારા શરીરમાં પાણીની માત્રા વધે છે જેના કારણે વારંવાર ટોઈલેટ જવું પડે છે. આયુર્વેદમાં પણ ખાટા ફળોનું સેવન રાત્રે કરવાથી દોષ વધે છે તે કહેવામાં આવ્યું છે.
ખાટા ફળ એસિડિટી ઉપરાંત દાંતની પણ તકલીફ ઉભી કરી શકે છે. તમે રાત્રે બરાબર દાંત સાફ કર્યા વગર સૂઈ જશો, તો સડો થશે. જે પછી નાની ઉંમરમાં દાંત કઢાવવા પણ પડી શકે છે.
મ્યુકોસ ફ્રૂટ્સ જેમ કે કેળાં, કેરી વગેરે જેવા ફળ રાત્રીના સમયે ન ખાવા જોઈએ. આયુર્વેદમાં પણ કહે છે સાંજે પાંચ વાગ્યા પછી કોઈ પણ પ્રકારના ફળ ન ખાવા જોઈએ. ઉનાળામાં તરબૂચની સીઝન હોય છે. રાત્રે પણ ઘણા લોકો આટા મારવા નીકળે ત્યારે તરબૂચની ડિશ ખાતા હોય છે, પરંતુ તે ખોટી રીત છે. લીચી, કિવી, જેવા પાણી વાળા ફળ અથવા કોઈ પણ ફ્રૂટ્સનો સવારે તમે જ્યૂસ બનાવીને પણ પી શકો છો. બપોરે જમ્યાના અડધો કલાક પહેલાં અને સાંજે સૂર્ય આથમ્યા પહેલાં ખાવા તે જ યોગ્ય સમય છે.
હેવી ખોરાક-
અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે નાઈટ પાર્ટી, બર્થ ડે હોય તો રાત્રે બહાર જમવા જવું, ઑફિસથી કંટાળીને આવ્યા હોય ત્યારે બહારથી જમવાનું મંગાવી લેવું. આ બધામાં તેલ, મેંદો, આથાવાળું ભરપૂર પ્રમાણમાં હોય છે. જે તમારું શરીર ખરાબ કરે છે. અને તમને ખબર જ હશે કે, બીજી કેટલી સમસ્યાઓ થઈ શકે છે.
આજે ઈચ્છા નથી ઘરે બનાવવાની ચાલો બહાર બર્ગર, પીઝા, સેન્ડવીસ, પાસ્તા જેવા જંકફૂડ ખાઈએ છીએ. આ જંકફૂડ બધા જલદી ડાયજેસ્ટ ન થઈ શકે. અંતે ગેસ, એસિડિટી, કબજિયાત અને આ ઘણા કારણોને લીધે તમારી સુંદરતા પણ ધીમેધીમે ઓછી થવા લાગે છે.
એક ખાસ વાત કે રાત્રે ડિનરમાં ચણા, રાજમા, કાબૂલીચણા ક્યારેય ન લેશો. એવો ખોરાક રાત્રે લેવો જે સરળતાથી પચી જાય અને શરીરને નુકસાન ન પહોંચાડે. જો ડિનરમાં ખીચડી લો છો તો દાળ અને ચોખા બંને સરખી માત્રામાં લેવા જોઈએ. જો તમે રાઈસ અને રોટી ડિનરમાં એડ કરો તો ફુલ પેટ ન જમતાં થોડું ઓછુ જમવું. જેથી તેને ડાયજેસ્ટ થતાં તકલીફ ન પડે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.