🏚️આપણા ઘરમાં સૌથી મહત્વ પૂર્ણ જગ્યા જો કોઈ મનાતી હોય તો તે છે રસોઈઘર. જેમ શરીરમાં હાર્ટનું સ્થાન છે તેવું જ ઘરમાં આ રસોડાનું સ્થાન છે. વાસ્તુશાસ્ત્રમાં પણ રસોડાનું સ્થાન સૌથી ઉપર છે. ઘરમાં સૌથી વધારે ચહલ-પહલ પણ અહી જ હોય છે. અહી જ આપણા જીવન દાતા એવા અન્નને પકાવવામાં આવે છે. આથી આ રસોડાની સાથે જોડાયેલા કેટલાક નિયમો છે જેનાથી ઘરમાં એક પ્રકારની ઉર્જાનો સંચાર થતો હોય છે.
🏚️દોસ્તો રસોઈઘરમાં જો વાસ્તુશાસ્ત્ર અનુસાર વસ્તુઓની ગોઠવણ કરવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને તે ઉર્જાની આપણી સેહત પર સારી એવી અસર પડે છે. આપણા ઘરમાં હંમેશા ધન-ધાન્યની છત રહે છે. અને જો તમે તમારી રીતે જ રસોડાની ગોઠવણ કરો છો તો ઘણી વખત તેમા ભૂલ રહેવાથી ખૂબ જ તકલીફો આવીને ઊભી રહે છે. માં લક્ષ્મી પણ તમારાથી નારાજ રહે છે. તો ચાલો આજે આ આર્ટીકલ દ્વારા રસોઈઘરની ગોઠવણ કેવી હોવી જોઈએ તેના પર વાત કરીએ.
🏚️ રસોડાની વસ્તુઓમાં ચૂલો સૌથી મહત્વની અને મુખ્ય વસ્તુ છે. ચુલાનો સીધો જ સંબંધ અગ્નિ દેવની સાથે જોડાયેલો છે. આથી જ આ મુખ્ય એવી વસ્તુને તેના યોગ્ય સ્થાને મૂકવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે. વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ગેસના ચૂલાને અગ્નિખૂણામાં સ્થાન આપવું જોઈએ. એટલે કે પૂર્વ અને દક્ષિણની મધ્યનો ખુણો. આ ખુણો અગ્નિદેવતાનો છે. અને ત્યાં જો ચૂલા રખાય તો ઘરમાં હંમેશા શાંતિ બની રહે છે. અને અગ્નિ સંબંધિત કોઈ પણ બનાવ ક્યારેય બનતા નથી.
🏚️બીજી વસ્તુની વાત કરીએ તો અગ્નિ પછીનું સ્થાન પાણીનું છે. હા દોસ્તો રસોડામાં પીવાનું પાણી અને વાસણ સાફ કરવાનું સ્થાન પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વરુણદેવતા રાજી રહે તે મુજબ રસોડામાં તેને સ્થાન મળવું જોઈએ અને ઇશાન ખૂણાને વરુણદેવનું સ્થાન મનાય છે. આથી તમારે તમારા રસોડામાં પૂર્વ અને ઉત્તર નો જે ખુણો પડે છે ત્યાં પીવાનું પાણી અને વાસણ ધોવાની ગેંડી મૂકવી જોઈએ.
🏚️એક વાત હંમેશા યાદ રાખજો કે અગ્નિ અને પાણી ની વચ્ચે ક્યારેય ના ચાલવું. એટલે કે આ બંનેની વચ્ચે રસોડાનો દરવાજો ના હોવો જોઈએ. આ મુજબ કિચનમાં ગોઠવણ કરવાથી ઘરના સભ્યોની તંદુરસ્તી જળવાય રહે છે. હંમેશા સૌ આણંદમાં જ રહે છે.હવે પછી વાત આવે છે રસોઇના સામાનની. રસોડામાં ઉપયોગી સામગ્રીનું સ્થાન કયા છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે. આ સમાન તમે કઈ દિશામાં રાખો છો તેનાથી તમારા ધાંધાની બરકત થાય છે.
🏚️આ વસ્તુઓનું સ્ટોરેજ વાસ્તુશાસ્ત્ર મુજબ દક્ષિણપશ્ચિમ દિશામાં હોવું શ્રેષ્ઠ કહેવાયું છે. વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે આ દિશાઓમાં અનંત અને નેતૃત દેવતાનો વાસ હોય છે. અને આથી જ જો આ મુજબ રસોઈઘરમાં સામગ્રી સ્ટોરેજ અને બીજા વાસણોને સ્થાન આપવું જોઈએ. જેનાથી આપણા ઘરમાં હંમેશા ધન અને ધાન્ય ભરપૂર રહે છે. ક્યારેય તેની કમી આવતી નથી.
🏚️હવે જોઈએ ઇલેક્ટ્રોનિક ઉપકરણો. આજના આ યુગમાં દરેક કિચનમાં ઘણા જ વિધ્યુત ઉપકરણો લોકો વાપરતા થયા છે. તો આ સાધનોને પણ તેની નિશ્ચિત જગ્યાએ જો રાખવામાં આવે તો ઘરમાં તેની સકારાત્મક અસર ઉદભવે. આપણા રસોઈઘરમાં નાના-મોટા ઘણા જ સાધનો હોય છે જેમ કે ફ્રિજ, બ્લેન્ડર, ટોસ્ટર, મિક્સર, ઓવન. તો આ દરેકને દક્ષિણપૂર્વમાં રાખવા ઉત્તમ છે. આ દિશામાં આવા સાધનો રાખવાથી ક્યારેય કોઈ દુર્ઘટના બનતી નથી. હંમેશા તમે સલામત રહી શકો છો.
તો દોસ્તો આ હતી આપણા રસોઈઘરની ગોઠવણ સંબંધી કેટલીક વાતો. જેને માનીને તમે પણ તેનો લાભ મેળવી શકો છો.
જો રસોઈઘર વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.