👉 દરેક વ્યક્તિને લાંબા વાળનો શોખ હોય છે. વાળની લંબાઈ વધારવા માટે લોકો અલગ-અલગ રીત અપનાવતા હોય છે. વાળનો વિકાસ થાય તેના માટે બજારમાં મળતી કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ કરવા લાગે છે. પરંતુ તેના લીધે વાળનો ગ્રોથ થતો નથી ઉલટાના ખરવા લાગતા હોય છે. વાળનો ગ્રોથ ન થવા પાછળ સમયનો અભાવ પણ છે.
👉 સમય ન મળવાના કારણે કોઈ પણ મહિલા વાળની કેર કરી શકતી નથી. છેવટે વાળ ખરવા, હેર ફોલ, રફ થવા વગેરે સમસ્યા થવા લાગે છે. તે સિવાય તમારી નાની નાની એવી કેટલીક આદતોના કારણે પણ વાળને નુકસાન પહોંચે છે. જો તમે એ આદત સરળતાથી છોડી શકો તો વાળ સરળતાથી વધવા લાગશે. તમને આજે આ આદતો વિશે જણાવશું જેના લીધે તમારા વાળ વધતા નથી…..
👉 ગમે તે ખરાબ પ્રોડક્ટનો ઉપયોગ- મોટાભાગના લોકો શેમ્પૂ ખરીદતી વખતે જાહેરાત, તેની શું કિંમત છે તે જોતા હોય છે. પરંતુ તેનાથી તમારા વાળ ખરાબ થઈ શકે છે. વાળના ગ્રોથ માટે જરૂરી છે. વાળના ટેક્ષ્ચરને જોઈ તે પછી જ શેમ્પૂ કે હેર માસ્કનો ઉપયોગ કરવો. જેથી તમારા વાળનો વિકાસ સારો થશે.
👉 ખોટા પ્રયોગની આદતો- કેટલાક લોકો અવનવા પ્રયોગ કરવામાં માનતા હોય છે. એટલું જ નહીં સ્કીનની સાથે સાથે તે લોકો વાળ પર પણ કોઈપણ પ્રોડક્ટનો પ્રયોગ કરતાં હોય છે. જેના લીધે અમુક સમયે વાળ ખરાબ થવા લાગે છે. તો વાળ પર કોઈપણ જાતનો અખતરો કરવો નહીં. જો નવો પ્રયોગ કરવો જ હોય તો કોઈ સારા નિષ્ણાંતની સલાહ અચૂક લેવી જોઈએ.
👉 હીટિંગનો ઉપયોગ ન કરો- આજકાલ ફેશન એટલી બધી વધી ગઈ છે. ગમે તે વસ્તુ હોય વાળની ફેશન તો પહેલાં કરવાની તેના લીધે કોલેજિયન ગર્લ વારંવાર હીટિંગના સાધનનો વાળમાં ઉપયોગ કરવા લાગી છે. થોડા સમય માટે તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ ખૂબસૂરત લાગે છે. પરંતુ લાંબા ગાળે તેને ઘણું નુકસાન પહોંચે છે. તો આવા પ્રકારના કોઈપણ સાધનનો ઉપયોગ વાળમાં ન કરવો.
👉 સ્ટ્રેસ- આજનો સમય સ્ટ્રેસથી ભરેલો છે. કોઈપણ વ્યક્તિ હોય તે સ્ટ્રેસ સાથે જ કામ કરતું હોય છે. કોઈ પણ જાતનો સ્ટ્રેસ હશે તેની સીધી અસર તમારા શરીર પર પડતી હોય છે. તેના લીધે અમુક સમયે ચહેરા પર ખીલ, આંખની નીચે કાળા કુંડાળા, હેર ફોલ વગેરે જેવા અનેક પ્રોબ્લેમ થવા લાગતા હોય છે. તો કોઈપણ જાતનો સ્ટ્રેસ હોય તેને મગજ પર ન લેવો જોઈએ. ટેન્શન ફ્રિ રહેશો તે વાળ માટે ખૂબ જ જરૂરી છે.
👉 આમ આટલી આદતમાં સુધારો લાવશો તો ખૂબ જ સરળતાથી તમારા વાળ લાંબા અને કાળા થશે. આ આદતો સિવાય તમારે ખાવા પીવામાં પણ ખાસ ધ્યાન રાખવું, બને તો વાળ વોશ કરવા બહારના કેમિકલ્સ વાળા શેમ્પૂનો ઉપયોગ કર્યા કરતાં નેચરલ શેમ્પૂ વાપરો.
જો વાળ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.