👉 દોસ્તો, હિન્દુ શાસ્ત્રોમાં તુલસીને માતાનું સ્થાન આપવામાં આવેલું છે. હિન્દુ ધર્મ પાળતા તમામ ઘરોમાં આ પવિત્ર તુલસીનો છોડ હોય જ છે. શાસ્ત્ર અને વિજ્ઞાન બંને આ તુલસીના છોડને ખૂબ જ મહત્વ આપે છે. બંનેની દ્રષ્ટિમાં તુલસીના છોડનું અલગ-અલગ મહત્વ છે. તુલસીનો છોડ મન, શરીર અને આત્માને માટે ઘણો જ લાભકારી છે એવું વિજ્ઞાન કહે છે. તેનામાં ઔષધીય ગુણ સમાયેલા છે.
👉 હિન્દુ ધર્મમાં તુલસીના છોડને સૌથી પવિત્ર કહેવામાં આવે છે. તુલસીને વૃંદા પણ કહેવામાં આવે છે. હિન્દુ લોકો આ છોડને સ્વર્ગનું પ્રવેશદ્વાર કે વૈકુંઠ અથવા ભગવાનનું નિવાસસ્થાન માને છે. તુલસીના પવિત્ર છોડને માતા લક્ષ્મીનો ભૌતિક અવતાર જ મનાય છે. હિન્દુ લોકો નિત્ય તેની પૂજા અર્ચના કરે છે. મોટા ધાર્મિક અનુષ્ઠાનમાં પણ તુલસી સૌથી આગળ હોય છે. આટલા પવિત્ર એવા તુલસીને તમે સૌ વાવી શકો છો પરંતુ તેના પણ કેટલાક નીતિ નિયમો હોય છે જો એ નિયમો ના માનીએ તો ઘરમાં સુખ-શાંતિ આવવાના બદલે તકલીફ અને દરિદ્રતા પણ આવી શકે છે. તો ચાલો જોઈએ કે કયા નિયમો જાળવવા જોઈએ.
👉 તુલસીના છોડને ઘરમાં રાખવા માટેના 15 નિયમો :
👉 (1) ઘરમાં તુલસીનું સ્થાન : ઘરના આંગણમાં તુલસીનું સ્થાન પૂર્વ અને ઉત્તરને માનવામાં આવે છે. તમારે તુલસીને ઘરમાં વાવવા માટે પૂર્વ કે ઉત્તરની બાજુએ કોઈ સાફ અને સારી એવી જગ્યા પસંદ કરવી જોઈએ. આ બંને દિશા પાણીની માનવામાં આવે છે અને તેથી જ તુલસી ઘરની તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાને લાવવામાં મદદ કરે છે.
👉 (2) કઈ દિશામાં તુલસી ના વાવવા જોઈએ : તુલસીનો છોડ ઘરમાં ક્યારે પણ દક્ષિણ દિશામાં ના હોવો જોઈએ. કેમ કે દક્ષિણને અગ્નિની દિશા મનાય છે. જો તુલસી દક્ષિણમાં હોય તો તે ઘરમાં અશાંતિ કારણ બની શકે છે.
👉 (3) યોગ્ય સંભાળ રાખો : જો આપણે આપણા ઘરમાં પવિત્ર એવા તુલસીના છોડને વાવીએ છીએ તો એની સંભાળ રાખવી એ પણ આપણી ફરજ જ બને છે કેમ કે જો તેની કાળજી ના લઈએ તો તે સુકાઈ જાય છે અને આવું થવાથી ઘરના સભ્યોની ઉપર દુર્ભાગ્યના વાદળો મંડરાઈ શકે છે.
👉 (4) તુલસીને હંમેશા કુંડામાં જ રાખો : જ્યારે તમે તુલસીને વાવવાનું વિચારો છો તો કદાપી તેને જમીનમાં ના વાવો તેને હંમેશા કુંડામાં જ લગાવો. આમ કરવાના ઘણા જ ફાયદા તમને થશે.
👉 (5) તુલસીના છોડની પાસે કદાપી આ ચીજો ના રાખો : તુલસીના પવિત્ર એવા છોડની પાસે હંમેશા ચોખ્ખાઈ જ હોવી જોઈએ. તુલસીના કુંડાની બાજુમાં કયારેય પણ કોઈપણ પ્રકારની ગંદી વસ્તુ ના રાખવી જેવી કે ડસ્ટબિન, સાવરણી, તૂટેલી વસ્તુનો ભંગાર વગેરે જેવી કોઈ પણ ચીજ તુલસીની નજીક ના રાખો.
👉 (6) રવિવારના દિવસે તુલસીને માટે શું ધ્યાન રાખવું : ખાસ આ વાત ખૂબ જ મહત્વ ધરાવે છે કે રવિવારના દિવસે ક્યારેય પણ તુલસીના પાન ના તોડવા જોઈએ. ભૂલથી પણ આ ભૂલ ક્યારેય ના કરતા. જો તમે રવિવારે તુલસીના પાન તોડો છો તો તે દિવસે તમે જે પણ ધાર્મિક કાર્ય કરો છો તેનું કોઈ પણ ફળ મળતું નથી.
👉 (7) તુલસીની પવિત્રતા જાળવવી : આપણે આ વાત તો સૌ કોઈ જાણીએ જ છીએ કે તુલસી એ હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે. તો આ પવિત્ર છોડની પવિત્રતા જો ખંડિત થાય તો તેના દોશી આપણે જ ગણાઈએ. માટે તેને સ્નાન કર્યા પહેલા કદાપી ના અડવું જોઈએ. તેમજ સ્ત્રીઓએ માસિક ધર્મ દરમ્યાન તુલસીને ના અડવું જઈએ.
👉 (8) તુલસી પત્ર તોડતા શું ધ્યાન રાખવું : તુલસી પત્ર તોડતા એક વાત ખાસ ધ્યાને લેવી કે ક્યારેય પણ તુલસીનું પાન નખથી ના તોડવું જોઈએ. કેમ કે આપણા શરીરનું આ અંગ એક હથિયાર જેવુ અને નખ છે તે મૃત કોષ છે માટે પાન હંમેશા હળવા હાથે જ તોડવા જોઈએ.
👉 (9) ઘરમાં તુલસીનું સ્થાન : સૌથી મહત્વની વાત તો એ છે કે તુલસીનો છોડ એવી જગ્યાએ રાખવો જોઈએ કે ત્યાં રાખતા તુલસીના છોડનું આયુષ્ય લાંબુ બને તેને જરૂરી એવી આબોહવા મળી રહે. યોગ્ય માત્રામાં સુર્ય પ્રકાશ મળી રહે.
👉 (10) સારા સ્વાસ્થ્ય માટે : ઘરમાં તુલસીનું હોવું જ સારા સ્વાસ્થ્યની નિશાની રૂપ છે. તુલસી ઘણા જ દર્દને દૂર કરવાની શક્તિ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી ઘરમાં રહેલી નકારાત્મક એવી તમામ ઉર્જાને દૂર કરીને એક સકારાત્મક ઉર્જાને લાવે છે.
👉 (11) તુલસીનું ઊચું સ્થાન : ઘરમાં તમે જ્યારે તુલસીના કુંડાને તેના સ્થાને મૂકો છો તો ખાસ ધ્યાન રાખો કે તે હંમેશા અન્ય છોડ કે અન્ય વસ્તુઓ કરતાં ઉચાઈએ હોવું હોઈએ. તુલસીનું કૂંડું ક્યારેય પણ સીધું જ જમીન પર ના રાખવું જોઈએ.
👉 (12) ઘરમાં તુલસી કેટલા વાવવા : ઘરમાં તુલસી હંમેશા વિષમ સંખ્યામાં જ હોવા જોઈએ. ક્યારેય પણ સમ સંખ્યામાં તુલસી ના વાવો. ઘરમાં તુલસી હંમેશા એક, ત્રણ, પાંચ જેવી વિષમ સંખ્યામાં જ હોવા જોઈએ.
👉 (13) સુખી સંપન્ન જીવન માટે : જો તમારે તમારું જીવન એકદમ આનંદમય બનાવવું છે તો તેના માટે તમારે ઘરમાં તુલસીની સવાર સાંજ પૂજા અર્ચના કરવી જોઈએ. બને તો તમે જે દીવો કરો છો તે ઘીનો કરવો જોઈએ. હંમેશા તુલસીને ચોખ્ખું પાણી આપવું જોઈએ.
👉 (14) તુલસીને નિર્દિષ્ટ દિશામાં વાવો : ઘરમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર જ તુલસી હોવા જોઈએ એટલે કે તુલસી નિર્દિષ્ટ દિશામાં જ હોવા જોઈએ. જો તેને યોગ્ય દિશામાં વાવવામાં આવે તો તે ઘરમાં શાંતિપૂર્ણ વાયુ ને ખેચી લાવે છે. અને તેને કારણે ઘરમાં શાંતિ બની રહે છે.
👉 (15) તુલસી જ્યારે વન જતાં રહે તે સમયે : આ વાત સૌથી મહત્વ ધરાવે છે. આપણા ઘરમાં હંમેશા તુલસી હોય જ છે અને તે કાયમ નથી રહેતા સુકાય જાય છે તે સમયે ઘણા લોકો તેને ગમે ત્યાં ફેકી દેતા હોય છે. તો એ ખાસ ધ્યાન રાખો કે આવા સૂકા તુલસીની પણ પવિત્રતા જળવાવી જ જોઈએ તેને પાણીના પ્રવાહમાં વહેતા મૂકો કે કોઈ કૂવામાં પધરાવવા જોઈએ.
જો આ તુલસી વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.