🦶 દુનિયામાં અનેક પ્રકારના લોકો હોય છે અને દરેકને અલગ-અલગ પ્રકારની આદત હોય છે, કોઇને નખ ચાવવાની, કોઇને આંગળીઓ હલાવવાની તો કોઇને પગ હલાવવાની ટેવ હોય છે. ઘણા લોકોને ખુરશી કે પલંગ પર બેઠા બેઠા-બેઠા સતત પગ હલાવતા રહેતા હોય છે. ગમે એટલી વાર તેમને વડીલો સમજાવતા હોય છે. પરંતુ તેમને આ આદત છુટતી હોતી નથી.
🦶 મોટાભાગના લોકો પગ હલાવવાની ટેવને અશુભ માનતા હોય છે. નાનુ બાળક વારંવાર પગ હલાવે તો મોટા કહે કે માતાને શારીરિક તકલીફ આવતી હોય અથવા માતા-પિતા બંનેનું આયુષ્ય ઓછું થાય. સાંજના સમયે જો પલંગ કે ખુરશી પર બેઠા-બેઠા પગ હલાવતા હોય તો એવું કહે છે કે તે સમયે માતા લક્ષ્મી જો ઘરમાં પ્રવેશતા હોય તો આ ટેવના કારણે તે નારાજ થઇને પાછા જતા રહે છે, એવી ઘણી માન્યતા આપણે સાંભળી છે અને વર્ષોથી આપણે માનીએ પણ છીએ.
🦶 ઘણા લોકો લાંબા સમય સુધી પગ લટકાવીને રાખે તો પણ સોજા આવી જતા હોય છે. તો તમે જો ખુરશી પર બેઠા-બેઠા પગ હલાવશો તો પગમાં દુખાવાની સમસ્યા થાય છે. તમને પગમાં સાંધાનો દુખાવો થતો હોય છે. જો લાંબા સમય સુધી આ ટેવ રહે તો મોટી ઉંમરે ઢીંચણમાં ઘસારો આવી જાય છે અને સાંધાનો દુખાવો થાય છે.
🦶 જો તમે પલંગ કે સોફા પર બેઠા-બેઠા પગ હલાવશો તો પગની જે નસો હોય તે વિપરીત દિશામાં કામ કરવા લાગે છે. એટલું જ નહીં પગની નસોનો સંબંધ હૃદય સાથે હોય છે. તો હૃદયને લગતી બીમારી પણ થઇ શકે છે. માટે બને તો પગ હલાવવા ન જોઇએ.
🦶 આ રીતે જો તમને પગ હલાવવાની ટેવ હોય તો મગજને માનસિક રીતે તૈયાર કરો કે પગ હલાવવાના નથી. કારણ કે તેનાથી ઘણી બધી તકલીફો થઇ શકે છે. જે તમે વિચાર્યુ પણ ન હોય. આજથી આ આદતને હંમેશા માટે છોડી દો.
🦶 શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે. પણ આ નિયમ પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને કારણો જોવા મળે છે. સોફા, ખુરશી, પલંગ પર બેઠા-બેઠા પગ હલાવવીએ તો ધન સંબંધી તકલીફ ઉભી થાય છે. સાથે સાથે તમારા શરીરને પણ કષ્ટ પડતુ હોવાથી આ ટેવ ભૂલવી જોઇએ.
🦶 ઘણી વખત પગ હલાવવાથી તમને તમારા પગની માંસપેશી દુખવા લાગતી હોય છે, તેના લીધી આગળ જતા સમસ્યાઓ આવી શકે છે. તેથી જો બની શકે તો તમારી આ આદતને સુધારી લેવી જોઇએ.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.