👉 આપણે બધા આપણા રોજિંદા જીવનમાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરતાં હોય છીએ. જેમાં ઘણી ખાવા, પીવાની વસ્તુઓ પણ હોય છે અને ઘણી શોખની વસ્તુઓ પણ હોય છે. જેના ઉપયોગથી આપણને અનેરો આનંદ આવે છે. જેથી આપણે તેને હોંશે હોંશે ઉપયોગ કરતાં હોય છીએ. પરંતુ શું મિત્રો તમને એ ખ્યાલ છે કે આ બધી વસ્તુઓ ઘણી વાર આપણાં માટે નુકશાન કારક પણ સાબિત થઈ શકે છે.
👉 આજના સમયમાં બજારમાં મળતી ખાવા પીવાની વસ્તુઓમાં નુકશાનકારક પદાર્થો ભળેલા હોય છે. જેનું જો વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો આપણા સ્વાથ્ય માટે હિતાવહ ગણાતું નથી. ઉપરાંત ઘણી એવી પણ વસ્તુઓ હોય છે જેમાં સલામતી નામે શૂન્ય હોય છે.
👉 સસ્તી અને આકર્ષક હોવાથી તે બધાના ઘરમાં હોય છે. જેથી આજે આપણે આ આર્ટીકલમાં જાણીશું કે તમે પણ આ વસ્તુઓનો ઉપયોગ કરી અને ભૂલ તો કરતાં નથી ને. તો આવો જાણીએ આ બધી વસ્તુઓ અને તેના નુકશાન વિશે.
👉 શરીર માટે નુકશાન કારક વસ્તુ :-
👉 ડી કોલ્ડ ટોટલ :- આ એક પ્રકારની દવા છે. જેના મોટા મોટા વિજ્ઞાપન તમે ટીવીમાં જોતાં હશો. જેનો ઉપયોગ શરદી, તાવની સમસ્યામાં કરવામાં આવે છે. પરંતુ આ દવા ઘણા દેશોમાં બેન છે. કારણ કે, આ દવાનું સેવન કરવાથી કિડની ડેમેજ થઈ શકે છે. પરંતુ ભારતમાં તેનું વેચાણ ચાલુ છે. જો તમે પણ તાવ, શરદીની સમસ્યામાં આ દવાઓનો ઉપયોગ કરતાં હોવ તો આ આજે જ બંધ કરી દો.
👉 જેલી સ્વીટ :- જેલી સ્વીટ બધા બાળકોની પહેલી પસંદ હોય છે. કારણ કે, તેના મીઠા સ્વાદ અને આકર્ષક આકારને લઈને બાળકોને ખૂબ પસંદ આવે છે. પરંતુ આ જેલી ચોકલેટમાં અનેક નુકશાન કારક પદાર્થનો પ્રયોગ થયેલો હોય છે. જે બાળકો માટે ખૂબ જ નુકશાન કારક છે.
👉 રેડ બુલ :- આ એક ખૂબ પ્રચલિત એનર્જી ડ્રિંક છે. જેનું સેવન આજના બધા યુવાનો કરતાં હોય છે. ટુર અને ટ્રાવેલ્સમાં, મોડી રાત સુધી સ્ટડી કરવ, અથવા કોઈ કાર્ય કરવા માટે લોકો એનર્જી ડ્રિંકનું સેવન કરે છે. પરંતુ વધારે માત્રામાં એનર્જી ડ્રિંકનું જો સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત હદયની બીમારીનો શિકાર પણ થઈ શકે છે.
👉 કિન્ડર જોય :- આ એક બાળકોની સૌથી ફેવરેટ વસ્તુ છે. બજારમાં તમને ઘણી જ્ગ્યાએ મળી જાય છે. જેમાં એક સાઈડ ખાવાની વસ્તુ હોય છે અને બીજી બાજુ એક ટોય હોય છે. અમુક રિસર્ચ અનુસાર કિન્ડર જોયના સેવનથી બાળકોના શરીરમાં અનેક જાતના નુકશાન થઈ શકે છે. ઘણા દેશોમાં આ વસ્તુના વેચાણ પર પ્રતિબંધ પણ છે.
👉 લાઈફ બોય સાબુ :- આ સાબુનો ઉપયોગ આપણે બધા કરતાં હોય છીએ. પરંતુ અમેરિકાની અંદર લોકો આ સાબુનો સ્નાન કરવા માટે ઉપયોગ કરતાં નથી. પરંતુ પ્રાણીઓને સ્નાન કરાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.