પહેલા ભાગમાં ત્રણ આસન વિષે જણાવવામાં આવ્યું છે. પહેલા ભાગના આસન વિશેનો આર્ટીકલ નથી વાંચ્યો તો નીચે તેની લિન્ક આપેલી છે તેના પર જઈને તમે પહેલો ભાગ વાંચી શકો શકો છો અને તે આસન વિષે જાણી શકો છો. આજે આપણે વાત કરીશું બીજા તેવા આસન વિષે જેનાથી શરીરમાં થતાં રોગ અને કમરના દુખવાથી છૂટકારો મેળવી શકો છો આ આસન શરીરના અંદરના દુખવામાં રાહત આપે છે ચાલો જાણીએ તે આસન વિષે.
- શલભાસન.
આ આસનથી શરીરની અંદર થતી તકલીફ કે રોગ જેવાકે, કબજિયાત, સ્લીપ ડિસ્ક, કમરનો દુખાવો અને પીઠના દુખાવા જેવા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આ આસન કરવાની રીત વિષે. આ આસન કેવી રીતે કરવું તેની આસન રીત નીચે જાણો.
આસન કરવાની રીત- એક સપાટ જમીન પર લાંબુ આસન પાથરો પછી તેની પર ઉલ્ટા સૂઈ જવું. બંને હાથને પગની બાજુ સીધા કરો પછી બંને હથોની હથેળી સાથળ નીચે રાખો. પછી મોઢું ઊંચું રાખો પછી પહેલા ડાબો પગને સીધો રાખી ઊચો કરો બને તેટલો ઊચો કરો અને જમણા પગને ઢીલો રાખવો. ડાબા પગને ઊચો કરતાં સમયે સ્વાસ ભરવો અને પગને જ્યારે નીચે લાવો ત્યારે સ્વાસ છોડવો. પછી જમણા પગને આવી રીતે કરો અને જમણો પગ ઊચો કરો ત્યારે સ્વાસ લેવો અને નીચે મુક્તા સાથે સ્વાસ છોડવો. આવી રીતે બંને પગને ઊચા કરો પછી એક વાર આસન પૂર્ણ થશે. આવી રીતે આ આસન 5 થી 7 વાર કરવું થોડા સમયમાં ઉપર આપેલા રોગોથી મુક્ત થવા લાગશો.
- સર્પાસન.
આ આસન કરવાથી શરીરમાં થતી તકલીફ જેમકે, કબજિયાત અને સ્વાસ ચડવાની તકલીફ દૂર થાય છે. શરીરના બધાજ અંગો મજબૂત બને છે. ઉદરના અંગોની માલિશ થાય છે. આ આસન હ્રદયરોગી કે રક્તચાપના રોગીઓને બળપૂર્વક કરવું નહીં. નહિતો તકલીફ વધી શકે છે.
આસન કરવાની રીત- સપાટ અને સારી જગ્યા પર આસન રાખો અને તેના પર ઉલ્ટા સૂઈ જવું. હાથને નીચેની બાજુએ રાખવા પછી ધીરે થી હાથને પાછળની બાજુએ ભેગા કરો અને બંને હાથના પંજા એક બીજા સાથે ભેગા કરી લો. પછી ધીરેથી સ્વાસ લો. પછી સ્વાસને રોકીને માથું અને છાતીનો ભાગ જમીનથી ઊચો કરો. હાથને પાછળની બાજુએ ખેચવાની કોશિશ કરો જેટલા ખેચાઈ રહે તેટલા ખેચો. કોઈ તમારા હાથ પાછળથી ખેંચી રહ્યું છે તેવો અનુભવ કરો. જ્યાં સુધી સ્વાસ રોકાઈ શકે ત્યાં સુધી રોકો અને પછી સાદી પરિસ્થિતિમાં પાછા આવી જાવ આવું કાર્ય 5 વાર કરવું અને ઉપર આપેલી તમામ બીમારી દૂર થવા લાગશે.
- નૌકાસન.
નૌકાસનનો અર્થ થાય છે, હોડી આકારનું આસન. આ આસન કરવાથી શરીરમાં થયેલી થકાન દૂર થાય છે. શિયાળામાં આ આસન કરવાથી ગરમીનો અનુભવ થાય છે. કમર, પીઠ અને કરોડરજ્જુના દુખાવામાં રાહત આપે છે. પગમાં ખાલી ચડવાનું વધારે રહેતું હોય તેની માટે આ ખાસ ઉપયોગી છે કારણકે, પગની બધીજ નસોમાં લોહીનું ભ્રમણ પૂરી રીતે થવા લાગે છે. શલભાસન આસનનો બીજો પ્રકાર ગણવામાં આવે છે.
આસન કરવાની રીત- સૌથી પહેલા ઉલ્ટા સુવાનું પછી બંને સીધા કરી માથા બાજુ ઉપર રાખવા કાનને અડે તેવી રીતે અને પછી બંને હાથને એક બીજાના પંજા સાથે ભેગા કરી પકડવા. પછી હાથ, માથું અને પગને ઉપર ઉપાડો છાતીના સહારે ઊચું થવું જેટલા હાથ, માથું અને પગને ઊચા કરી શકો તેટલા કરવા માથું ઉપર કરો ત્યારે સ્વાસ લેવો અને જ્યાં સુધી રેવાય ત્યાં સુધી રહો પછી માથું અને પગને નીચે કરીને સ્વાસ છોડવો. આ સમજાય નહીંતો ઉપર ફોટોસમાં જોઈ લેવા તેથી કોઈ ભૂલના પડે.
ઉપરોક્ત તમામ આસન જો તમે કોઈ નિષ્ણાતના માર્ગદર્શન નીચે કરશો તો લાભ વધુ મળશે. તેમજ બીજું ધ્યાન એ રાખવું કે, તમને જો કમરનો વધુ દુખાવો રહેતો હોય તો અથવા તમને કરોડરજ્જુમાં જો કોઈ તકલીફ હોય તો, ડોક્ટરની સલાહ લઈને જ આ આસન કરવા. તેમજ કોઈ પણ આસન કરતી વખતે શરીરને અતિશય ના વાળવું. ધીમે ધીમે સરળતાથી જેટલું વળે તેટલું જ વાળવું પછી જેમ પ્રેક્ટીસ કરશો તેમ તમને વધુ સારું રીઝલ્ટ મળશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.