તમને તમારા બાળકના સ્વાસ્થ્યની સતત ચીંતા રહેતી હશે. ખાસ કરીને અલગ અલગ રોગો સામે લડવાની રોગ પ્રતિકારક ક્ષમતા બાળકમાં જળવાઈ રહે તે માટે તમે ચીંતીત રહેતા હશો. પરંતુ તમારે તે વીશે ચીંતા કરવાની જરૂર નથી. કારણ કે તેની રોગપ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે તે માટે તમે પોતે પ્રયત્નો કરી શકો છો. અમે તમને એક એવી ધાતુ વીશે જણાવીશુ જેનો ઉપયોગ કરીને તમે તમારા બાળકને અલગ અલગ બીમારીઓથી દુર રાખી શકશો. તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યુ હશે કે જો બાળકને ચાંદીના વાસણમાં જમવાનું આપવામાં આવે તો બાળક સ્વસ્થ રહે છે.
ચાંદીના વાસણમાં ભોજન કરાવવાની રીત ભલે જુની પુરાની લાગતી હોય પણ તેની પાછળનું કારણ જાણીને તમે પણ તેને આ ધાતુના વાસણમાં જમાડવાનો આગ્રહ રાખશો. આ ઉપરાંત બાળકને પહેલી વાર પાણી કે દૂધ આપવામાં આવે ત્યારે પણ તેને ચાંદીની ચમચીમાં આપવામાં આવે છે. આ રીવાજ પાછળ બાળકના સ્વાસ્થ્યનું રહસ્ય છુપાયેલુ છે. ચાંદીના વાસણમાં ભોજન કરાવવાની રીત ભલે જુની પુરાણી લાગતી હોય પણ તેની પાછળનું કારણ જાણીને તમે પણ તેને આ ધાતુના વાસણમાં જમાડવાનો આગ્રહ રાખશો.
- આ ધાતુથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
ચાંદીમાં અલગ અલગ મૌસમમાં થતી બીમારી સામે લડવાની ક્ષમતા છે. ચાંદીમાં ભોજન કરવાથી શીશુની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જે તેને જીવનભર અલગ અલગ બીમારીઓ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત અમે તમને એવા એવા ફાયદાઓ બતાવીશુ કે તમે આજથી જ તમારા બાળકને ચાંદીમાં ભોજન કરાવવાનું શરૂ કરી દેશો.
- મગજને તીક્ષ્ણ બનાવવા માટે ચાંદી ફાયદાકારક.
ઘણી દવાઓમાં ચાંદીનો અર્ક આવેલો હોય છે. નાની ઉંંમરમાં બાળકના મગજનો વિકાસ ખુબ જ જરૂરી હોય છે. આવા સમયે જો નિયમીતરૂપથી શીશુને ચાંદીના વાસણમાં ભોજન આપવામાં આવે તો તેનો મગજનો વિકાસ તેજ થાય છે. વધતી ઉંમરે પણ બાળકને સંપૂર્ણ સ્વસ્થ રાખવા માટે ચાંદીના વાસણમાં ભોજન કરાવવુ જરૂરી છે.
માટી કે સ્ટીલના ગ્લાસમા પાણી પીવાથી ઘણી વખત બીમારીઓનો ભય રહે છે. પરંતુ ચાંદીમાં પાણી પીવાથી એ ભય રહેતો નથી કારણ કે ચાંદી પાણીને શુદ્ધ કરે છે. તેનું પણ એક વૈજ્ઞાનીક કારણ છે. ચાંદી એ એન્ટી બેક્ટેરીયલ છે. એટલે કોઈ પણ પ્રવાહી ચાંદીના સંપર્કમાં આવે તો તે શુદ્ધ બની જાય છે. પાણીમાંથી બેક્ટેરીયા નાશ થતા તેમાંથી બીમારી ફેલાવવાનો ભય ખતમ થાય છે. ચાંદીથી પાણીમાં રહેલ કોઈપણ ભેળસેળ ખતમ થાય છે.
- રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. એવામાં એ ખાસ જરૂરી છે કે તમે તમારા બાળકને રોગોથી દુર રાખો. તેના માટે તમે તેને મલ્ટી વીટામીન્સ આપી શકો છો પણ દવા આખરે દવા છે. જો તમારે કાયમી ઉપચાર કરવો હોય તો તેને ચાંદીના વાસણમાં ભોજન આપવાનું શરૂ કરો જેના થકી બીમારીઓ તેનાથી દૂર ભાગશે.
- વાયરલ ઇન્ફેક્ષન અને શરદી તેમજ તાવનો ખતરો પણ ટળે છે.
જ્યારે તમારા બાળકની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થાય છે ત્યારે તેને વાયરસ ઘેરી વળે છે. શરદી અને તાવ જેવી બીમારીઓ થાય છે. ખાસ કરીને તમારા બાળકને શીયાળા અને ચોમાસાની ઋતુમાં આ ઋતુગત બીમારીઓ થવાનો ભય રહે છે. માટે ચાંદીમાં આપેલુ ભોજન તેને વાયરલ તાવ શરદીથી બચાવશે.
- ચાંદીના સંપર્કમા આવવાથી બેક્ટેરીયા નાશ પામે છે.
કોઈ પણ બેક્ટેરીયા ચાંદીના સંપર્કમાં આવ્યા બાદ જીવી શકતા નથી. માટે ચાંદીનો વધુ એક ફાયદો તમને એ મળશે કે ચાંદી કોઈ પણ ખોરાકને બેક્ટેરીયા ફ્રી કરે છે. હું તો એવી પણ સલાહ આપીશ કે બાળકની દવાઓ પણ તમારે ચાંદીના પાત્રમાં જ આપવી જોઈએ.
- બીપીએ નથી હોતુ ચાંદીમાં.
તમે ન સમજ્યા હોય તો અમે તમને સમજાવીએ. ચાંદીમાં બીપીએ નામનું તત્વ નથી હોતુ. જ્યારે કે પ્લાસ્ટીકને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેમાં બીપીએ નામનું તત્વ ઉમેરવામાં આવે છે જે શરીરમાં જતા તે શરીરને નુકસાન કરે છે. માટે ચાંદી શ્રેષ્ઠ છે.
જો તમે તમારા બાળકને સ્વસ્થ અને લાંબુ જીવન આપવા માગો છો તો તેને ચાંદીના વાસણોમાં જ ખોરાક આપો. માટે તમે પણ ચીંતામુક્ત જીવન જીવી શકો અને તમારૂ બાળક પણ સ્વસ્થ જીવન જીવી શકે.