👉ઘણા લોકોનું સપનું હોય છે કે એના વાળ પણ લાંબા, કાળા અને વધારે ગ્રોથ વાળા હોય. પરંતુ આજકાલ વધારે પ્રદૂષણ અને માથામાં નાખવાના શેમ્પૂ કેમિકલવાળા હોવાથી આ સપનું તમારું ક્યારેય સાકાર થતું નથી. પરિણામે વાળ ખરવાની તકલીફ, સફેદ વાળ આવી બધી પ્રોબ્લેમ્સને સહન કરવી પડે છે.
👉વાળની બધી પ્રોબ્લેમ્સથી છુટકારો મેળવવા માંગો છો અને કેમિકલવાળા પ્રોડકટથી કંટાળી ગયા છો તો કરો આ ઉપાય આજે અમે તમને એવા 2 ગજબના ઉપાય જણાવીશું. જે તમારા વાળની બધી પ્રોબ્લેમને જળ મૂળમાંથી કાઢી નાખશે અને તમને પ્રાપ્ત થશે કાળા, લાંબા અને વધુ વાળનો ગ્રોથ તો આવો નીચે જાણીએ શું છે આ 2 ઉપાય.
એલોવેરા અને આમળાનો પ્રયોગ :-
👉 આમળા અને એલોવેરાના ગુણ ભેગા મળીને તમારા વાળની પ્રોબ્લેમ્સ દૂર કરે છે. આમળામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. જેથી વાળને પોષણ પણ મળે છે. આ બંનેનો ઉપયોગ વાળમાં કરવા માટે નીચે મુજબની સામગ્રીની જરૂર પડશે.
સામગ્રી :- 👉 સૌપ્રથમ આમળા લેવા અને તેના ઠળિયા કાઢીને મિક્સરમાં ક્રશ કરી નાખવા અને તેનું પલ્પ કાઢી લેવું. 👉 બીજી વસ્તુ એલોવેરા જેલ, આ જેલ ને કાઢવા માટે એલોવેરાને લઈને તેના બે ભાગ કરવા અને તેમાં અંદરથી ચમચી વડે તેનું જેલ કાઢી લેવું, બધુ એક પાત્રમાં નાખી સરખી રીતે મિક્સ કરવું
વાળમાં લગાવવાની રીત :- 👉 આ પેસ્ટને લગાવવા માટે સૌપ્રથમ વાળમાં હળવા હાથે મસાજ સાથે આ પેસ્ટ વાળના મૂળમાં જાય એવી રીતે લગાવો, 👉 હવે તેને 15 મિનિટ સુધી સુકાવા દેવું અને ત્યારબાદ નોર્મલ પાણીથી માથું ધોઈ નાખવું. 👉 આ પ્રયોગ તમે અઠવાડિયામાં 1-2 વખત કરી શકો છો.
આ પેસ્ટને લગાવવાના ફાયદા :- 👉એલોવેરા અને આમળામાંથી બનાવેલ પેસ્ટને માથામાં લગાવવાથી તમારા વાળનો ગ્રોથ એકદમ વધી જશે અને વાળ ખરવાની સમસ્યા દૂર થશે. જે લોકોને સફેદ વાળ અથવા ખોડાની સમસ્યા છે. તે પ્રૉબ્લેમ પણ દૂર થશે.
એલોવેરા અને મેથીના દાણાનો પ્રયોગ :-
સામગ્રી :- 👉 સૌપ્રથમ 4 ચમચી મેથીના દાણાને લઈને એક બાઉલમાં થોડું પાણી નાખીને આખી રાત પલાળી દેવા, 👉 હવે 1 ચમચી એલોવેરા જેલ 4 ચમચી પલાળેલી મેથીના દાણાને મિક્ષરમાં પીસીને એક પાત્રમાં રાખવું, હવે તેમાં એલોવેરા જેલ નાખીને બધુ મીક્ષ કરી નાખો.
👉 સૌપ્રથમ 4 ચમચી મેથીના દાણાને લઈને એક બાઉલમાં થોડું પાણી નાખીને આખી રાત પલાળી દેવા, 👉 હવે 1 ચમચી એલોવેરા જેલ 4 ચમચી પલાળેલી મેથીના દાણાને મિક્ષરમાં પીસીને એક પાત્રમાં રાખવું, 👉 હવે તેમાં 4-5 વધુ એલોવેરા જેલ નાખીને બધુ મીક્ષ કરી નાખો.
પેસ્ટને લગાવવાની રીત :- 👉 આ પેસ્ટને લગાવવા માટે એક બ્રશ લેવું અને ધીમે ધીમે વાળના મૂળમાં આ પેસ્ટ પહોંચે એવી રીતે પૂરા મથામાં લગાવવું, 👉 હવે આ પેસ્ટને 1 કલાક સુધી માથામાં રાખવું અને ત્યાર બાદ શેમ્પૂ વડે ધોઈ નાખવું. 👉 આ પ્રયોગ કરવાથી તમારા વાળની બધી પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે અને તમારા વાળ કાળા થશે અને ગ્રોથ પણ વધી જશે. આ પ્રયોગને વીકમાં 1-2 વાર કરવાથી તમને સારું પરિણામ મળશે.
જો આ વાળ લાંબા કરવા વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.