🥝 દરેક ફળમાં કોઇને કોઇ ગુણ રહેલો હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. કિવી એક એવુ ફળ છે જે આખા વર્ષ દરમિયાન બજારમાં સરળતાથી મળી રહે છે. તેને સુપર ફૂડની શ્રેણીમાં મૂકવામાં આવે છે. તે કોઇ ખોટું નથી. કિવીની કિંમત બજારમાં બીજા ફળો કરતાં વધારે હોય છે. પરંતુ તેને નીચે જણાવ્યા મુજબ ખાશો તો થશે અનેક ફાયદા.
🥝 કિવીમાં ભરપૂર માત્રામાં વિટામીન અને મિનરલ્સ રહેલા છે જે સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી છે. કિવીમાં વિટામીન સી, વિટામીન કે, વિટામીન ઇ, ફોલેટ, પોટેશિયમ, એન્ટી ઓક્સિડન્ટ અને ફાઇબર જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે. તેના કાળા નાનકડાં બી અને રેસા શરીર માટે ઘણા ફાયદાકારક હોય છે. તેના રોજ સેવનથી ઘણી બધી બીમારીઓથી દૂર થાય છે. તેને સલાડ, સ્મૂધી અથવા સવારે ફ્રૂટ ચાટમાં લઇ શકો છે. ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
👉 આંખોની રોશની માટે :- અત્યારે 100માંથી 90 લોકોને આંખના નંબર આવી જાય છે. તેમના માટે કિવી ફાયદાકારક સાબિત થાય છે. કિવી આંખની દ્રષ્ટિહીનતાને પ્રાથમિક કારણો એવા મેક્યુલર ડિજનરેશન સામે રક્ષણ આપે છે. એક સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે દરરોજ ત્રણ કિવી ખાવાથી મેક્યુલર ડિજનરેશનમાં ઘટાડો થાય છે. કિવીમાં જે ઝેક્સાન્થિન અને લ્યુટીન જેવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો રહેલા હોવાથી ખૂબ જ ફાયદાકારક હોય છે.
👉 પાચનક્રિયા :- કિવીમાં ફાઇબર ભરપુર પ્રમાણમાં રહેલુ હોય છે. જે પાચનશક્તિ મજબૂત કરવાનું કામ કરે છે. ફાઇબર સિવાય પણ તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી તે ખોરાક સારી રીતે પચાવી શકે છે. કહેવાય છે કે ભારે ખોરાક લીધા પછી જો કિવી ખાવામાં આવે તો ખોરાક સારી રીતે પચી જાય છે. કિવીમાં રેચક અસર પણ હોય છે. જે નબળા પાચનતંત્રને સુધારવામાં સારી મદદ કરે છે.
👉 સોજા ઓછા કરવામાં મદદરુપ :- કિવીમાં ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. આવામાં જો તમને આર્થરાઇટિસની ફરિયાદ છે તો કિવીનું નિયમિત સેવન કરવાથી ફાયદો થશે. તે સિવાય પણ શરીરની અંદરના ઘા ભરવા અને સોજા ઓછા કરવામાં મદદ કરે છે.
👉 રોગપ્રતિકારક શક્તિ :- કિવીમાં વિટામીન સી અને એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા તત્વો રહેલા છે. તેમાં કેરોટીનાઇટ અને પોલિફેનોલ શરીરને મુક્ત રેડિકલની ખરાબ અસરો બચાવે છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત બનાવવાનું કામ કરે છે.
👉 ડાયાબિટીસને કંટ્રોલ કરે :- અત્યારે મોટાભાગના લોકો ડાયાબિટીસની સમસ્યાથી પીડાય છે. જો તમારે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો હોય તો કિવીનું સેવન અવશ્ય કરવું જોઇએ. કિવી લોહીમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરી ઇન્શ્યુલિનનું સંતુલન જાળવી રાખે છે. જો વધારે ડાયાબિટીસ હોય તો 1થી વધારે કિવી લેવાય નહીં તેની મૂંઝવણ હોય તો ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઇએ.
👉 લોહી ગંઠાતું અટકાવે :- કિવી ફેટ ઘટાડવામાં મદદરુપ સાબિત થાય છે. તે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં અને લોહી ગંઠાતા રોકવામાં કારગર સાબિત થાય છે. લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલ પર કોઇ પણ હાનિકારક અસર થતી નથી. એક રિસર્ચ મુજૂબ રોજ 2-3 કિવી કુદરતી રીતે લોહી પાતળુ રાખવામાં સહાયરુપ બને છે. આ રીતે હૃદય પણ તંદુરસ્ત રહે છે. કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. તેના નિયમિત સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણમાં ઘટાડો થાય છે.
👉 સગર્ભા માટેઃ ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં થાક, નબળાઇ, એનિમિયા જેવી સમસ્યા થતી હોય છે તો કિવીમાં ફોલેટ સારી એવી માત્રામાં રહેલું હોવાથી સગર્ભા સ્ત્રીઓ માટે આ મિનરલ્સ ખૂબ જ જરુરી છે. તો આ સમયગાળામાં કિવી ખાવુ ખૂબ જ જરુરી છે.
👉કિવીના સેવનથી વૃદ્ધત્વ ઝડપથી આવતું હોય તો તે ઘટે છે. કારણ કે તેમાં વિટામિન્સ અને મિનરલ્સ સારી માત્રામાં હોય છે. તેથી તેનું નિયમિત સેવન કરવાથી સ્કિન સારી રહે છે. વૃદ્ધત્વ ઝડપથી આવતુ નથી. કિવીનો ઉપયોગ તમે ફેસપેક કે સ્ક્રબ બનાવવામાં કરી શકો છો.
🥝 કિવીને કેવી રીતે ખાવું?
મોટાભાગે કિવી ફળ આપણે બીજા ફળ ખાઇએ તેવી રીતે જ ખાવાનું હોય છે. પરંતુ અમુક ડાયેટિશિયન અનુસાર તમે જો કિવી ફળ એકલુ ખાવ તો વધુ ફાયદો કરે છે. તેમજ ખાલી પેટે ખાવાથી વધુ લાભદાયી છે. જમ્યા બાદ કિવી ખાવાનું ટાળવું જોઇએ. હા, જમ્યાના 2થી 3 કલાક બાદ તમે આ ફળનું સેવન કરી શકો છો. તેમજ સવારના સમય કિવી ખાવું વધુ ફાયદાકારક છે.
જો કિવીના ફાયદા માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.