🛌🧭આખો દિવસ માણસ થાકીને ઘરે આવે ત્યારે તેને ખાસ કરીને જમીને પથારી યાદ આવતી હોય છે. શરીરને આરામ પણ જરૂરી છે. પરંતુ આરામ માટે કઈ દિશામાં સૂવું જોઈએ તે ખાસ મહત્ત્વનું હોય છે. ઉંઘને લગતા કેટલાક નિયમો હિન્દુ ધર્મ શાસ્ત્રમાં અને વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે. જિંદગીનો ત્રીજો ભાગ આપણે ઉંઘવામાં કાઢીએ છીએ. તેમાં પણ આયુર્વેદમાં ઉંઘવાની સાચી દિશાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે.
🛌🧭વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તે દિશામાં માથું રાખીને સૂવામાં આવે તો શરીરને તો નુકશાન થાય છે જ સાથે રોજિંદા જીવનમાં પણ કેટલીક તકલીફો આવતી હોય છે. જેમ કે ઘરમાં સમૃદ્ધિ ન દેખાય, ખરાબ સપનાં આવે, સ્વાસ્થ્ય સારું ન રહે, માનસિક અશાંતિ, દાંપત્યજીવનમાં અડચણો આવવી, પૈસાની કમી વગેરે જેવી સમસ્યા થતી હોય છે. અને જો તેની સાચી દિશામાં સૂવાનું શરૂ કરશો તો આ બધી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લગાશે. ચાલો કઈ દિશામાં સૂવાથી લાભ થાય છે તે જોઈએ.
🛌🧭પૂર્વ દિશામાં સૂવાથી- પૂર્વ દિશામાં સૂવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તમારી યાદ શક્તિ છે તેમાં પણ વધારો થાય છે. જો વિદ્યાર્થીઓ પૂર્વ દિશામાં માથું રાખીને સૂવે તો વધારે ફાયદો થાય છે. કેમ કે કોઈ પણ વસ્તુ માટે તમે એકાગ્રતા કેળવી શકશો. સાથે ખરાબ સપનાં આવતા નથી અને શરીરમાં એનર્જી બની રહે છે.
કુબેરજીની આ ખાસ દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં તમે માથું રાખીને સૂવાનું શરૂ કરશો તો ધનની પ્રાપ્તિ થશે. જે લોકો નોકરીમાં પ્રગતિ મેળવવા ઇચ્છતા હોય તેમણે આ દિશામાં ખાસ સૂવું જોઈએ. ધંધો કરતાં વ્યક્તિએ પણ આ દિશામાં સૂવું જોઈએ.
🛌🧭દક્ષિણ દિશામાં- દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું એક દમ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થાય છે. ઘરમાં ખુશીનો માહોલ રહે છે. તેમાં ખાસ કરીને દંપતીએ દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ, જેથી ઉત્તર દિશા તરફથી મળતી ઉર્જા તમારા પગ દ્વારા પ્રવેશે છે. સવારે ઉઠો ત્યારે આખો દિવસ સુખમય પસાર થશે. દંપતીના જીવનમાં હંમેશાં મધુરતા રહેશે.
🛌🧭એટલું જ નહીં તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. સારી ઉંઘ પણ આવશે. સવારે ઉઠો ત્યારે શરીર એનર્જી વાળું એટલે કે ફ્રેશ લાગશે. તમને કોઈ પણ કામ કરવાની મજા પણ આવશે. વર્ષોથી કોઈ કામ અટક્યા હશે તો આ દિશામાં સૂવાથી કાર્યો પૂર્ણ થશે. અને માનસિક રીતે શાંતિ પણ મળશે.
🛌🧭 પશ્ચિમ દિશામાં સૂવું- પશ્ચિમ દિશામાં સૂવાથી તમારા પગ પૂર્વ દિશામાં આવશે. જેથી સૂર્યોદય થાય ત્યારે તમારે વહેલા ઉઠી જવું જોઈએ અને જો તે પ્રકારનું કામ નથી કરતા તો તમારું ભાગ્ય સાથ આપતું નથી. તમને ઉંઘ હંમેશાં અધૂરી લાગ્યા કરે છે. થોડા દિવસ થાય ત્યાં શરીરના કોઈપણ અંગમાં દુખાવો રહ્યા કરશે.
તે સિવાય પણ નકારાત્મક વિચારો અને નેગેટિવ ઉર્જા તમારા જીવનમાં પ્રવેશશે. આથી બને ત્યાં સુધી તમારે પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવું ન જોઈએ.
🛌🧭ઉત્તર દિશામાં સૂવાથી- ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાની શાસ્ત્રોમાં સલાહ અપાઈ છે. પરંતુ જો તમે નિયમને અનુસરશો તો ગંભીર બીમારીઓનો ભોગ બનશો. સાથે ડરામણાં સપનાં આવશે. એટલું જ નહીં, આરામથી ઉંઘી પણ નહીં શકો. કેમ કે તેનો સંબંધ પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથે હોય છે.
🛌🧭હિન્દુ ધર્મ અનુસાર એવી માન્યતા છે કે જ્યારે આપણા પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેને ઉત્તર દિશામાં સૂવાડવામાં આવે છે. તે દિશામાં રાખીને જ અગ્નિસંસ્કાર કરવામાં આવતા હોય છે. તેથી આ અવસ્થાને સારી માનવામાં આવતી નથી. તમને માનસિક રીતે અશાંતિ લાગ્યા કરશે અને જીવનમાં આર્થિક તંગીનો સામનો કરવો પડશે.
🛌🧭 શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે વ્યક્તિએ ક્યારેય તૂટેલા કે ગંદા પલંગ પર ન સૂવું જોઈએ. એંઠું મોં રાખીને પણ ક્યારેય ન સૂવું જોઈએ. સૂતા પહેલા હાથ-પગ ધોઈ નાખવા જોઈએ. આ રીતે અલગ-અલગ દિશામાં સૂવાના અલગ ફાયદા છે. પરંતુ પૂર્વ અને પશ્ચિમ દિશામાં સૂવું વધારે ફાયદાકારક ગણાય છે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.