💁દોસ્તો જેમ માન અને સન્માન, લાભ અને હાનિ તેમજ આ સુખ અને દૂ:ખ એ એક સિક્કાની બે બાજુઓ છે. ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે તો તેમા તડકા છાયા રૂપી આ સુખ અને દૂ:ખ તો આવવાના જ છે. આપણને મળતું સુખ અને દૂ:ખ તો આપણા કર્મ અને મહેનતના આધારે નક્કી થાય છે તેને હિસાબ કિતાબ સ્વયં ભગવાન પોતે જ કરે છે. તેમા કોઈની પણ લાગવગ ચાલતી નથી.
💁વ્યક્તિ ગમે તેટલી ધનવાન ના હોય તો પણ તેના જીવનમાં ઘણી વાર અચાનક જ દૂ:ખ આવી પડે છે અને તેણે તેનો સામનો કરવો જ પડે છે. અનેક કોશિશ કરવા છતાં પણ લોકોના ઘરમાં જ્યારે માતા લક્ષ્મીનું આગમન થતું જ નથી. આર્થિક તંગીથી ચિંતિત રહેવું પડે છે. તો હવે તે તમામ મુશ્કેલીઓ થશે દૂર. આજે અમે તમારા માટે એક અદભૂત અને ચમત્કારિક એવો મંત્ર લાવ્યા છીએ જેને તમારે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા બોલવાનો છે. તો ચાલો જોઈએ કે એ મંત્ર શું છે.
💁એક વાત તો છે જ કે મનુષ્ય માત્રની ઉપર જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે જ તે માણસ ભગવાનને ભજે છે. પરંતુ ભગવાન પણ ખૂબ જ દયાળુ છે. તેના નામનું સ્મરણ કરનાર તેના ભક્તને તે હંમેશા મુશ્કેલી માંથી બહાર લાવે છે. એવું કહેવાય છે કે જન્મની સાથે જ આપણું ભાગ્ય નિર્માણ થઈ ચૂક્યું હોય છે. પરંતુ જો આપણા નસીબમાં કોઈ મોટું દૂ:ખ છે તો પ્રભુને પ્રાર્થના કરવાથી તે દૂ;ખ માંથી ઊગરી શકાય છે.
💁તમારા જીવનમાં કોઈ સંકટ છે અને તમે ભગવાનને પ્રસન્ન કરવા માંગો છો તો એક શરત છે કે તમે જે પ્રાર્થના કરો તેમાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. જો તમે માત્ર કરવા ખાતર જ પ્રાર્થના કરો છો તો તેનું કોઈ પરિણામ મળતું નથી. લોકોનું આજનું જીવન એકદમ ભાગદોડ વાળું બની ચૂક્યું છે. અને તેથી રાત થતાં તો વ્યક્તિ એકદમ થાકીને ચૂર થઈ જાય છે અને સૂઈ જાય છે. આમ ભગવાનને યાદ કરવાનો તેની પાસે ટાઇમ જ નથી. જ્યાં ભગવાનને પૂજવામાં ના આવે તેને યાદ કરવામાં ના આવે તે સ્થાને હંમેશા દરિદ્રતા અને ગરીબી જ હોય છે.
💁આપણે જો એક મનુષ્ય થઈને સવાર સાંજ ભગવાનને યાદ ના કરીએ તો આપણે કોઈ દિવસ ભગવાનની કૃપા મેળવી શકતા નથી. આપણા જીવનને સુખી બનાવવા માટે પ્રભુ પ્રાર્થના જો સવાર અને સાંજ કરવામાં આવે તો તમામ તકલીફો આપણાથી કોષો દૂર રહે છે. એ પ્રાર્થના માટે અમે તમને જે મંત્ર બતાવીશું તેનાથી તમારા તમામ કષ્ટ દૂર થઈને તમારી કિસ્મતના દ્વાર ખુલશે. ધનનું આગમન થશે.
💁આ મંત્ર છે વિષ્ણુના અવતાર એવાભગવાન શ્રી કૃષ્ણનો. ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ આપણા તમામ કષ્ટને દૂર કરે છે. શ્રી કૃષ્ણના નામનો જાપ કરવાથી તેની આપણા પર નિરંતર કૃપા વરસે છે. આ મંત્રનો હમેશા જાપ કરવાના અનેક ફાયદા છે. પ્રભુની તમારા પર હંમેશા કૃપા દ્રષ્ટિ વરસતી જ રહે છે. અને કોઈ પણ કષ્ટ તમારી નજીક આવતા નથી.
👉”કૃષ્ણાય વસુદેવાય હરયે પરમાત્મને ,
પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ’’
આ મંત્રનો જાપ નિત્ય કરવામાં આવે તો તમારા પર આવનાર તમામ પ્રકારના દૂ:ખ, કષ્ટ, દર્દ, નિરાશ હમેશા તમારાથી દૂર રહે છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર વરસે છે.
👉જે લોકોના ઘરમાં આર્થિક પરેશાની રહે છે જેના ઘરમાં ધન આવે છે પણ ટકતું નથી તે લોકો માટે એક વિશેષ મંત્ર પણ છે. આ મંત્ર પણ ભગવાન શ્રી કૃષ્ણનો જ છે જેના જાપનો પણ એક અલગ જ પ્રભાવ પડે છે. ‘ગોવલ્લભાય સ્વાહા.’ આ મંત્રના જાપથી તમને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યારે તમે આ મંત્રનો જાપ કરો છો તો તેનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ થવું ખૂબ જ જરૂરી છે. નિત્ય આ મંત્ર જાપ તમને ધનવાન બનાવે છે. આ જાપ તમારે નિત્ય સવારે અને સાંજે માત્ર એક જ વાર કરવાનો છે.
💁દોસ્તો આપણે માત્ર મુશ્કેલીમાં જ ભગવાનનું ભજન કરીએ છીએ. પરંતુ આપણા સારા સમયમાં આપણે તેને ભૂલી જ જઈએ છીએ. આમ જો આપણે ભગવાનને ભૂલીએ તો એ આપણા પર દ્રષ્ટિ ક્યાંથી કરે. માટે તેને હંમેશા ભજો. તેની કૃપાના હિસ્સે દાર બનો. બસ માત્ર એક જ આ મંત્રને સવાર- સાંજ કરીલો. અને શ્રી કૃષ્ણને ભજીલો.
જો શ્રી કૃષ્ણના આ મંત્ર વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.