💊 મિત્રો આજે અમે તમારા માટે એવી આયુર્વેદિક ટિપ્સ લઈને આવ્યા છીએ . જે તમારા શરીરના બધા રોગોને જડમૂળમાંથી કાઢે છે. ઘણા લોકોને આ વસ્તુ વિશે જાણકારી નહીં હોય પરંતુ આપણા આયુર્વેદમાં પણ આ વસ્તુ વિશે ઘણા ફાયદા કહેવામાં આવ્યા છે. આ વસ્તુ શરીરમાં મોટી બીમારીઓ જેવી કે ,કિડનીની સમસ્યા ,લોહીની કમી, પેશાબની તકલીફ અને ડાયાબિટીસ જેવા રોગોને શરીરમાંથી દૂર કરે છે.
💊 આજે અમે એવી આયુર્વેદિક વસ્તુ વિશે માહિતી આપશુ જે તમે ઘણી વાર જોયુ પણ હશે જેનું નામ ગુગળ છે. આપણે મંદિરોમાં પૂજા કરતી વખતે ધૂપમાં પણ આ વસ્તુ નાખતા જોયું હશે. પરંતુ આ વસ્તુ માત્ર ધૂપ માટે નહીં પણ તમારા શરીર માટે પણ ઘણી ફાયદાકારક છે. પહેલાના સમયમાં બધા આ વસ્તુનો ઉપયોગ બીમારીઓની સારવારમાં કરતા હતા. આવો જાણીએ કઈ રીતે ઉપયોગ કરવાથી બીમારીઓ શરીરમાંથી દૂર થાય છે.
👉 જો તમને શરીરમાં લકવાની સમસ્યા હોય તો ગૂગળ, ઘી અને કેસરના પ્રયોગથી તમે આ સમસ્યાથી રાહત મેળવી શકશો. તેના માટે સૌપ્રથમ 100 મિલી કેસરમાં માપસર ગૂગળ અને ઘી ઉમેરો. આ બધુ મિક્સ કરીને રોજ સવારે ભૂખ્યા પેટે અડધી ચમચી સેવન કરવાથી લકવા જેવી બીમારી પણ જડપથી દૂર થાય છે.
👉 ઘણા લોકોને કબજિયાતની સમસ્યા હોય છે. ઘણા ઉપાય બાદ પણ હલ થતી નથી. તેના માટે એક અકસીર ઈલાજ છે. જેમાં સૌપ્રથમ અડધી ચમચી ગૂગળ લઈને તેમાં 1 ચમચી ત્રિફળા ચૂર્ણ નાખી અને મિક્સ કરી રોજ સવારે ભૂખ્યા પેટે આ મિશ્રણ 1 ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા નીકળી જશે અને તમારું પેટ એકદમ સાફ રહેશે.
👉 ઘણી મહિલાઓને વાળની અને ચરબીની સમસ્યા હોય છે. આ સમસ્યાને નિવારવા ગૂગળ અકસીર ઈલાજ છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ ગૂગળનો ભૂકો કરવો અને રોજ સવાર, બોપોર, સાંજ જમ્યા પહેલા 1 ગ્લાસ પાણીમાં નાખીને સેવન કરવાથી વાળની અને ચરબીની સમસ્યા જડમૂળમાંથી નીકળી જશે. ઉપરાંત ગૂગળનો ભૂકો અને વિનેગરને મિક્સ કરીને વાળમાં હળવા હાથે મસાજ કરવાથી તમારા વાળ જડથી એકદમ કાળા થશે અને ગ્રોથ પણ વધશે.
👉 જો તમને શરીરમાં ક્યાંય ઊંડા ઘા લાગ્યા હોય તો ગૂગળના ઉપયોગથી ઝડપથી રુજ આવી જાય છે. આ ઉપાય માટે સૌપ્રથમ ગૂગળનો ભૂકો કરીને તેમાં ઘી અથવા ટોપરાનું તેલ મિક્સ કરી અને સારી રીતે હલાવો. હવે આ પેસ્ટને ઘા પર 3-4 દિવસ સુધી લગાવવાથી ઘામાં ઝડપથી રુજ આવે છે.
👉 જો મહિલાઓને કમરનો દુખાવો રહેતો હોય તો ગૂગળ અકસીર ઈલાજ છે. આ ઉપાય માટે સૌપ્રથમ 4 ગ્રામ ગૂગળ લેવો અને તેનો ભૂકો કરવો. હવે એક ખજૂર લઈને તેમાંથી ઠળિયો કાઢી લેવો અને તેમાં આ ગૂગળનો ભૂકો ભરી દેવો. હવે તેને એક પાત્રમાં સેકી નાખવું હવે તેને એક નાના પાત્રમાં લઈને બધુ ચમચી વડે મીક્ષ કરી નાખવું. ત્યાર બાદ તેનું થોડી-થોડી માત્રામાં સેવન કરવાથી કમરનો દુખાવો ધીમે-ધીમે ઓછો થતો જશે.
🐜 ઘણી વાર અમુક લોકોને કાનમાં નાની જીવાત જતી રહે છે. જેના કાઢવા માટે આ સોથી બેસ્ટ ઉપાય છે. ગૂગળ લઈને તેનો ધુમાડો કરવો અને આ ધુમાડો કાનમાં જાય એવી રીતે રાખો. જેથી ઝડપથી જીવાત બહાર આવી જશે અથવા મરી જશે. પરંતુ કોઈ મોટું જીવડું હોય તો ડોક્ટર પાસે જવું જોઈએ. જેથી તે કાનમાં વધુ નુકશાન પહોંચાડી શકે નહીં.
જો આ ગૂગળના ફાયદા વિશે માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.