કબજિયાતની સમસ્યા લોકોમાં વધી રહી છે. તેનું કારણ લગભગ બધાને ખબર હશે અને અમુક લોકો નહીં જાણતા હોય. કબજિયાતની સમસ્યા જે લોકોને રહેલી છે તેની માટે આ આર્ટીકલ ખૂબ જ ધ્યાનથી વાંચવો અને સમજવો. આ આર્ટિકલમાં તમને જણાવીશું કે, કબજિયાત કેમ અને કઈ વસ્તુથી થાય છે અને તેનાથી બચવાના શું ઉપાય છે. કબજિયાતથી બચવા માટે ખાવાપીવામાં ખુબજ ધ્યાન રાખવું જરૂરી હોય છે. ઘણા એવા ખોરાક છે જે કબજિયાતની સમસ્યામાં રાહત અપાવે છે અને કબજિયાતના દર્દી માટે સારા ગણવામાં આવે છે.
લોકો કબજિયાતની બીમારી હોવા છતાં એવી વસ્તુઓનું સેવન કરતાં હોય છે જે તેમને બિલકુલ ના ખાવી જોઈએ. આ સમસ્યામાં વધારે ધ્યાન ના રાખવામા આવે તો, સમસ્યા મોટી થઈ શકે છે. સૌથી પહેલા જાણીએ કે, કબજિયાતમાં કેવા ખોરાકનો ઉપયોગ કરવો નહીં. પછી જાણીશું કબજિયાત થવાના મુખ્ય કારણો અને છેલ્લે જાણીશું કબજિયાતના દર્દીને શું શું કરવું.
- કુકીઝ.
આ વસ્તુ સૌથી ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. કુકીઝમાં ફાઈબર વધારે રહેલું છે પણ તેની સાથે ફેટ વધારે મળે છે જે શરીર માટે નુકસાનકારી સાબિત થાય છે. કુકીઝમાં રિફાઈન્ડ કાર્બોહાઇટ્રેડનો જથ્થો વધારે રહેલો હોય છે. કબજિયાત વાળા વ્યક્તિઓને ક્યારે પણ કુકીઝનું સેવન કરવું નહીં અને કબજિયાત નથી તેમને પણ કુકીઝનું ઓછું સેવન કરવું જોઈએ. કુકીઝ એટલે એક પ્રકારે બિસ્કિટ જ હોય છે તેથી કબજિયાતની સમસ્યા વાળા લોકોને કુકીઝ અને બિસ્કિટનું સેવન ટાળવું.
- રાઈસ(ચોખા).
વ્હાઈટ ચોખાને પચવામાં વધારે સમય જોઈએ છે. સફેદ ચોખાનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ તેની જગ્યાએ ભૂરા ચોખા એટલે કે, બ્રાઉન રાઈસનું સેવન વધારે કરવું જોઈએ તે શરીરમાં જલ્દીથી પચે છે. કબજિયાત રહેલા વ્યક્તિને ચોખા કે તેનાથી બનેલી કોઈ વસ્તુનું સેવન નહીં કરવું. સફેદ ચોખા બનાવવાની પ્રોસેસ દરમિયાન તેના બધા જ ગુણોનો નાશ થઈ જાય છે તેથી પચવામાં ભારે અને નુકસાનકારી બની જાય છે. જો તમને કબજિયાત હોય તો આનાથી તમે દુર જ રહો.
- ડેરીની વસ્તુ.
ડેરીમાં બનતી દરેક વસ્તુનું સેવન પણ કબજિયાત થવાનું કારણ હોય છે. ડેરીમાં બનતી દરેક વસ્તુમાં લેકટોઝ વધારે રહેલું હોય છે જે કબજિયાત થવાનું મુખ્ય કારણ રહેલું છે. ડેરીની તમામ વસ્તુમાં ફેટનું પ્રમાણ વધારે રહેલું હોય છે અને ફેટ કબજિયાતની સમસ્યાનું સૌથી અહેમ કારણ છે. કબજિયાત વાળા વ્યક્તિને દૂધની બનેલી તમામ વસ્તુને સેવન તમારાથી દૂર રાખવી. ભલે તમે દૂધ કે છાશ થી દુર ના રહો.. પણ ચીજ, ચોકલેટ્સ તેમજ બટર જેવી વસ્તુઓથી દુર રહો તો સારું કેહવાય.
- કબજિયાતન થવાના મુખ્ય કારણ.
કબજિયાત થવાના ઘણા કારણો હોય છે તેમાથી થોડા મુખ્ય કારણ વિષે જણાવીશું. જે લોકો નિયમિત રૂપે ભૂલ કરતાં હોય છે અને તેનાથી આ સમસ્યા ઊભી થાય છે. કબજિયાત થવાના મુખ્ય કારણ છે તળેલી વસ્તુ, વધારે મસાલા વાળી વસ્તુ, વધારે સમય પકાવેલૂ શાક. નિયમિત ભારે ભોજનનું સેવન એટલે કે, હલવો, પૂરી, પરાઠા જેવી વસ્તુ આટલી વસ્તુનું સેવન વધારે કરવામાં આવે તો, શરીરમાં રહેલા અંગોને પચાવવા વધારે કામ કરવું પડે છે.
વધારે તેલ વાળું ભોજન કરવાથી આંતરડાની દીવાલ પર તેલની પરત ચોટી રહે છે અને પછી જે આપણે ભોજન કરીએ તેનો થોડો ભાગ તે તેલ પર ચોટવા લાગે છે અને બે કે ત્રણ દિવસમાં સડો થવા લાગે છે અને તેજ કબજિયાત થવાનું મુખ્ય કારણ કે કબજિયાત થવાની શરૂઆત કહેવાય છે.
- કબજિયાતની સમસ્યા દૂર કરવા.
સૌથી પહેલા વાત કરીએ કે, કબજિયાત હોય તેવા વ્યક્તિને તળેલું અને તીખી વસ્તુનું સેવન બિલકુલ ટાળવું જોઈએ. કબજિયાત હોય તેવા વ્યક્તિને નિયમિત સૂકી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. રોજે રાત્રે અર્ધી મૂઠી દ્રાક્ષ પાણીમાં પલાળી અને સવારે તેનું સેવન ખાલી પેટે કરવું. આ વસ્તુ કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત થવા લાગશે.
બપોરે અને રાત્રે જે પણ ભોજન કરો તેને ખુબજ ચાવીને સેવન કરવુ કારણ કે, આંતરડાને દાંત નથી હોતા અને તમે ચાવ્યા વગર ભોજન કરો તો તેને પચવામાં આંતરડાને વધારે સમય અને મહેનત કરવી પડે છે. કબજિયાત જે વ્યક્તિને છે તેને કોઈ પણ વસ્તુ ખાતા પહેલા વિચાર કરવો કે તે વસ્તુ નુકસાનકારી તો નથી અને તો જ તેનું સેવન કરવું નહિતો આ બીમારી જલ્દી સારી નહીં થાય.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.