શરીર માટે કેટલી વસ્તુઓ હાનિકારક છે તેના વિષે આ પૂરો આર્ટીકલ લખવામાં આવ્યો છે. જે વસ્તુનું તમે સેવન કરો છો તે પણ હાનિકારક હોય શકે છે તેથી આ આર્ટીકલ પૂરો અને ધ્યાનથી વાંચવો. તમે પણ કેટલી એવી વસ્તુ છે જેનું નિયમિત સેવન કરતાં હશો અને તમને ખબર પણ નહીં હોય કે, તે વસ્તુના સેવનથી આગળ ભવિષ્યમાં તમને કેટલા ખતરનાક પરિણામો મળશે. આજના સમય પ્રમાણે લોકો પાસે કામ વધારે રહેલું છે જેથી સમય મળે ત્યારે નુકસાન કરી વસ્તુ પણ સેવન કરી લેતા હોય છે. તમે આ બાબતનું ધ્યાન નહીં રાખો તો આગળ જતાં તમને નુકસાન કરી શકે છે.
- કુત્રિમ રંગો વાળો ખોરાક.
કુત્રિમ રંગો જે પણ ખોરાકમાં રહેલા છે તે નુકસાન કરે છે તે લગભગ બધા લોકોને ખબર હોય છે. તેમ છતાં લોકો તેનું સેવન કરવાનું ચાલુ રાખે છે અને પરિણામરૂપે બીમારીઓ શરીરમાં આવવા લાગે છે. પેકેટમાં આવતા ખોરાક કેટલા નુકસાન કરે છે તે લગભગ બીમાર થાઓ પછી ખબર પડતી હોય છે. બાળકોને પેકેટમાં આવતા ફૂડ વધારે પસંદ હોય છે પણ તેમાં કેટલી પ્રકારનું ભેળસેળ વાળી વસ્તુઓ આવતી હોય છે. તેમાં નમક કે બનાવટી કલર કેટલો ઉપયોગ થયો છે તે ખબર હોતી નથી અને તેનાથી બીમારી આવવી સમાન્ય વાત છે. બાળકોને પેકેટના ફૂડથી દૂર રાખો અને તમારા હાથથી બનાવેલો ખોરાકનું સેવન કરાવવાનું રાખો.
- ભાત.
તમે દિવસમાં એક સમય ભાત બનાવીને તેનું સેવન કરો તો તેનાથી કોઈ સમસ્યા થતી નથી પણ જો તે ભાતને બીજી વાર ગરમ કરીને તેનું સેવન કરવામાં આવે તો, તે ભાત ખુબજ નુકસાનકારી બની જાય છે. બને તો ભાતને બીજી વાર ગરમ કરીને તેનું સેવન કરવું નહીં. વાસી ભાતને ગરમ કરીને સેવન કરવાથી પરિવારમાં બાળકોને ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. બાળકને ભાત પચાવવામાં સમય લાગે છે અને ભાત પચે નહીં તો, બાળક બીમાર પણ થઈ શકે છે.
- ઈંડા.
અમુક લોકોનું માનવું છે કે, ઇંડાનું સેવન શરીર માટે સારું છે, પણ જે લોકોને આખો દિવસ મહેનત કરવાની હોય છે તણી માટે ઈંડા ખાઈને બેસી રહેવા વાળા લોકો માટે ઇંડાનું સેવન નુકસાન કરે છે. તેનું કારણ છે, ઈંડાને પચવામાં સમય લાગે છે અને મહેનત પણ કરવી પડે છે બેઠા રહેવાથી ઈંડા પચતા નથી અને શરીરમાં સમસ્યા ઊભી કરી શકે છે. ઈંડા ખાઈને મહેનત વાળું કામ નથી કરતાં તો, શરીરમાં કોલોસ્ટ્રોલ પણ વધી શકે છે.
- કેક.
કેક ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે પણ તેના નુકસાન તેનાથી વધારે ખરાબ હોય છે. કેક બનાવા માટે ઉપયોગ થતાં કેમિકલ શરીરમાં વધારે નુકસાન કરે છે અને તેમાં શુગરનું પ્રમાણ પણ વધારે હોય છે. તેનું સેવન વધારે કરવામાં આવે તો, ડાયાબિટીસ જેવા રોગ પણ થઈ શકે છે. બાળકોને બને તો કેક થી દૂર રાખવા જોઈએ તેનું સેવન વધારે કરવાથી દાંતમાં સમસ્યા થઈ શકે છે. કેક જેવી વસ્તુ બજારથી ખરીદવા કરતાં ઘરે બનાવીને સેવન કરવું જોઈએ. અથવા બાળકને કેકનું સેવન થોડી માત્રામાં કરવું જોઈએ તેવું સમજાવો.
- પોપકોર્ન.
માર્કેટમાં કે થિયેટરમાં મળતા પોપકોર્નનું સેવન કરવું નુકસાન કરે છે. તેમાં વધારે પ્રમાણમાં નમક અને તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તે પોપકોર્નમાં બેહદ માત્રામાં કેલેરી હોય છે. પોપકોર્ન જેવી વસ્તુ ઘરે જ બનાવવી જોઈએ. પોપકોર્નમાં ઉપયોગ થતું તેલ કેવું હોય છે તે ખબર હોતી નથી જે નુકસાન પણ કરી શકે છે તેથી પોપકોર્ન પણ બાળકોને ઘરે બનાવી આપવા જોઈએ.
માર્કેટમાં તૈયાર પેકેટમાં મળતા પોપકોર્નમાં અનેક પ્રકારની ભેળસેળ જોવા મળે છે. તેમજ તેમાં વપરાતા કેમિકલ પણ ખુબ નુકશાનકારક હોય છે. માટે જો બની શકે તો ઘરે જ મકાઈ લઈને પોપકોર્ન બનાવી લેવા, તે બજાર કરતા સસ્તા પણ બનશે અને એકદમ હેલ્ધી પણ બનશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.