આપણે બધા થોડા સમય પહેલા જ કોરોનાની ભયંકર મહામારીમાંથી બહાર આવ્યા છીએ. જેમાં આપણને બધાને એક વાત જાણવા મળી છે કે, આપણે હંમેશા શરીરનું ધ્યાન રાખવું જોઈએ અને ઇમ્યુનિટી વર્ધક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી શરીરને કોઈ પણ ગંભીર બીમારીથી બચાવી શકાય છે. આપણુ આયુર્વેદ ખૂબ મહાન છે જેમાં અનેક રોગોને જડ-મૂળમાંથી દૂર કરવાની ઔષધિ આપેલી છે. પરંતુ લોકોને આયુર્વેદ પર ભરોસો નથી અને એલોપેથિક તરફ વધારે આકર્ષાયેલા છીએ.
મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે, એલોપેથિક દવાઓ રોગને દૂર નથી કરતી માત્ર તેને દબાવી દે છે. જેથી તે ફરી ઊથલો પણ મારી શકે છે. પરંતુ આયુર્વેદમાં એવી ઔષધિ આપેલી છે કે, જેના ઉપાયથી ગંભીરથી ગંભીર બીમારી જડ-મૂળમાંથી દૂર થઈ જાય છે અને ફરી ઊથલો પણ મારતી નથી.
આજે અમે તમારા માટે એવી જ એક અમૂલ્ય આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી આપીશું કે, જેની ચા બનાવી પીવાથી અથવા તો કાવો બનાવીને પીવાથી તમારા શરીરમાં અઢળક ફાયદાઓ થશે. અમે વાત કરી રહ્યા છીએ બિલીના પાનની. આયુર્વેદમાં પણ બિલીના પાનના ઘણા ફાયદાઓ જણાવ્યા છે. જેને આપણે ઉપાય સહિત વિગત વાર જાણકારી મેળવીશું.
બિલીના પાનની ચા :-
સામગ્રી :- 7 બિલીના પાન, 1 ગ્લાસ પાણી
પ્રોસેસ :- આ ચા બનાવવા તમારે સૌ પ્રથમ 5-7 બિલીના પાન લેવા અને તેને મિક્સરમાં અથવા ખાંડણીમાં પેસ્ટ કરી લેવું અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરવું. ત્યાર બાદ તેને એક તપેલીમાં નાખી અને ગેસ પર ગરમ કરવું. આ પાણી ઉકળવા લાગે ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવું. આ ચા નું સેવન તમે સવારે ભૂખ્યા પેટે કરી શકો છો અને તેના સેવનના 1 કલાક સુધી કોઈ વસ્તુ ખાવી નહિ.
ફાયદા :- બિલીના પાનની ચા બનાવી અને તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મળે છે અને નિયમિત આ ચાનું સેવન કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યા જડ-મૂળમાંથી ગાયબ થઈ જશે. તદ્દ ઉપરાંત તેનાથી ડાયાબિટીસની સમસ્યામાં પણ રાહત મળે છે કારણ કે, બિલીના પાનમાં રહેલા તત્વો લોહીમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ વધારે છે તથા આ ચાના સેવનથી હદયની બીમારી પણ દૂર થાય છે બિલીના પાન લોહીમાં કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે.
કાવો બનાવવાની રીત :-
સામગ્રી :- આદું, તુલસીના પાન, લીલી હળદર, 10 બિલીના પાન, 1 ગ્લાસ પાણી.
પ્રોસેસ :- કાવો બનાવવા માટે એક મિક્સરના બાઉલમાં 10 બિલીના પાન એડ કરવા અને તેને સરખી રીતે ક્રશ કરી લેવા. ત્યાર બાદ તેમાં તુલસીના પાન, લીલી હળદરનો કટકો, આદુનો કટકો નાખી અને સરખી રીતે ક્રશ કરી પેસ્ટ બનાવી લેવું. ત્યાર બાદ આ મિશ્રણને એક તપેલીમાં નાખી અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી સરખી રીતે હલાવવું. હવે આ તપેલીને ગેસ પર રાખી સરખી રીતે મિશ્રણને ઉકાળી લેવું. પાણી જ્યારે અડધું થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લેવું. આ રીતે તૈયાર થઈ જશે તમારો ઇમ્યુનિટી બુસ્ટર કાવો.
ફાયદા :- આ કાવાનું સવારે ભૂખ્યા પેટે 1 કપ સેવન કરી શકો છો. ઉપરાંત રાત્રે ભોજનના 2 કલાક બાદ પણ સેવન કરી શકો છો જેનાથી તમારા શરીરમાં અનેક ફાયદાઓ થાય છે અને ઇમ્યુનિટી વધી જાય છે. જેથી ગંભીર વિષાણુ રોગથી પણ બચી શકાય છે. ઉપરાંત જે લોકોને ઉંમર ન હોવા છતાં નબળાઈ અનુભવાતી હોય કે ચામડીમાં કરચલી થઈ ગઈ હોય તો આ કાવાના સેવનથી તમે ફરી યુવાન દેખાવા લાગશો કારણ કે, તે ચામડીની કરચલીઓ દૂર કરે છે અને ત્વચાને સુંદર બનાવે છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.