👉સામાન્ય રીતે દરેક ભારતીયની થાળી અથાણાં વગર અધૂરી લાગતી હોય છે. દરેક ભારતીય જાત-જાતના અથાણાં ખાવાનું પસંદ કરે છે. નાના બાળકથી માંડીને વૃદ્ધ વ્યક્તિને અથાણાં ભાવતા હોય છે. ચટપટું અથાણું ભોજનના સ્વાદમાં વધારો કરે છે. અથાણા બનાવવા પણ ભારતીય સ્ત્રીની કરામત કહી શકાય છે.
👉ઉનાળો શરૂ થતાં જ દરેક ગૃહિણીના ઘરમાં ગુંદા, મેથી-ચણા, સિંગ-ચણા, લીંબુ, કેરીનું ગળ્યું અને ખાટું, છુંદાનો મુરબ્બો એમ વગેરે પ્રકારના અથાણાં બનાવતી હોય છે. પરંતુ આજે તમને જણાવી દઈએ કે લીંબુનું અથાણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. ઇન્સ્યુલિનને સંતુલિત રાખે છે. સાથે માંસપેશીઓ મજબૂત બનાવે, વજન ઓછું કરવાનું કામ પણ આ અથાણું કરે છે તો ચાલો જોઈએ તેના સેવનથી શરીરને શું ફાયદા થાય છે?
🩸લોહીના પ્રવાહને નિયંત્રિત રાખે- સ્વસ્થ શરીર રાખવું હોય તો લોહીનો પ્રવાહ થવો ખૂબ જ જરૂરી છે. કેમ કે લોહી જે છે તેની સાથે ઓક્સીજન અને જરૂરી પોષક તત્વો શરીરના દરેક ભાગમાં પહોંચાડવાનું કામ કરે છે. ઘણી વખત લોહીમાં ઉતાર-ચઢાવ આવતો હોય છે, જેના કારણે લો બ્લડ પ્રેશર અથવા હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થતી હોય છે.
🩸લીંબુના અથાણાંમાં તમને કોપર, પોટેશિયમ, આર્યન, કેલ્શિયમ વગેરે મળી રહે છે. તેથી બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં ઘણી વખત બ્લડ સર્ક્યુલેશનમાં પણ ઘટાડો થતો હોય છે. જે અમુક સમયે ખતરનાક સાબિત થાય છે. બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં મદદ મળતી હોય છે. જો તમે લીંબુનું સેવન કરશો તો ફાયદો રહેશે.
💪રોગ પ્રતિકારકશક્તિ વધારે- મોટાભાગના લોકોની રોગ પ્રતિકારકશક્તિ ઓછી હોય તેના કારણે જ વારંવાર ડૉક્ટર પાસે જવું પડતું હોય છે. જો તમારે ઇમ્યુનિટી વધારવી હોય તો લીંબુના અથાણાંનું સેવન કરી શકો છો. કેમ કે લીંબુના અથાણાંમાં એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન-બી કોમ્પલેક્સ રહેલું હોય છે. જે રોગ પ્રતિકારકશક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે સિવાય પણ હેલ્ધી ખોરાકનું સેવન કરીને તમે ઇમ્યુનિટી મજબૂત બનાવી શકો છો.
🧍♀️પાચનની સમસ્યામાં રાહત આપે- ઘણી વખત નબળો ખોરાક અને જીવનશૈલીમાં અનિયમિતાના કારણે પાચનની તકલીફ થતી હોય છે. તો આ સમસ્યાથી બચવું હોય તો લીંબુનું અથાણું ખાવું જરૂરી છે. લીંબુમાં એન્ઝાઇમ્સ હોય છે. જે આપણાં શરીરના ઝેર દૂર કરવામાં મદદ કરે છે. આ સમસ્યાનું નિરાકરણ આવી જાય તો સ્કીન પર ગ્લો સારી રીતે આવી જાય છે. ખીલનો પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે.
🫀હૃદયને મજબૂત બનાવે- શરીરનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ હાર્ટ છે. તે શરીરમાં રહેલા લોહીને પંપ કરવાનું કામ કરે છે. તેથી દરેક વ્યક્તિ હૃદય સ્વસ્થ રહે તે માટે પૌષ્ટિક આહારનું સેવન કરતાં હોય છે. તો હેલ્ધી ખોરાકમાં તમે લીંબુના અથાણાંનો સમાવેશ પણ કરી શકો છો. તેમાં ઝીરો ફેટ અને ઝીરો કોલેસ્ટ્રોલ રહેલું હોય છે. જે ખાવાનો સ્વાદ વધારે છે સાથે હૃદયને પણ સ્વસ્થ રાખે છે.
🦴હાડકાં બનાવે મજબૂત- જેમ જેમ વ્યક્તિની ઉંમર થતી જાય તેમ તેમ હાડકાં નબળાં પડતાં જાય છે. તેમાં પણ ખાસ કરીને મહિલાને આ સમસ્યા થવા લાગતી હોય છે. ઉંમર વધતા દરેક સ્ત્રીને આર્યન અને કેલ્શિયમની કમી વર્તાવા લાગે છે. જેના લીધે હાડકાં પર તેની અસર પહેલી થતી હોય છે. તો તેમણે ખાસ કરીને લીંબુના અથાણાંનું સેવન કરવું જોઈએ.
🦴લીંબુના અથાણાંમાંથી કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન-એ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. માટે હાડકાં સ્વસ્થ રાખવા હોય તો તમારે ભોજનમાં લીંબુના અથાણાંનું સેવન કરવું જોઇએ.
જો આ અથાણાં ખાવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.