કેટલીક ચીજ વસ્તુઓ એવી હશે કે જે તમારા રોજીંદા જીવનનો ભાગ હશે. પરંતુ શું તમે જાણો છો કે જે વસ્તુઓ તમારા રૂટીનનો એક ભાગ છે એ જ વસ્તુ વિદેશોમાં શોધવાથી પણ નથી મળતી, એટલે કે એ વસ્તુઓ પર પ્રતિબંધ છે. જી હા, અહી આપેલી યાદીને એક વખત આખી તપાસી લો. અને તેનુ કારણ પણ જાણી લો કે કેટલીક વસ્તુઓ વિદેશમાં શા માટે નથી વહેંચાઈ રહી અથવા એવુ કયુ કારણ છે કે વિદેશમાં તેની પર પ્રતિબંધ છે. ક્યાંક વિચાર્યા વગર તમે એ વસ્તુનો બેફામ ઉપયોગ તો નથી કરી રહ્યા ને ?
તો જરા પણ વાર લગાડ્યા વીના આ યાદી પર નજર કરી લો. અને હા, આ લેખને અંત સુધી જરૂર વાંચશો જેથી તમે નક્કી કરી શકો કે તમારે કેટલીક વસ્તુથી શું ખરેખર દૂર રહેવાની જરૂર છે કે કેમ…
- અલ્ટો 800
આ કાર તમને ભારતના રસ્તા પર દોડતી જોવા મળશે. આ કાર લગભગ દરેક મધ્યમ વર્ગીય પરીવાર માટે સ્વપ્ન સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે ‘ગ્લોબલ NCAP ફ્રેશ ટેસ્ટ’ ક્લીયર ન કરવાને કારણે કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતના રસ્તા પર દોડતી આ કાર વિદેશમાં ફેઇલની યાદીમાં આવે છે.
- નિમુલીડ
આ એક પેઇન કીલર દવા છે. આ દવા વિદેશોમાં એટલે કે અમેરીકા, બ્રીટન અને ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં પ્રતિબંધીત છે. તેનું કારણ એ આપવામાં આવ્યુ છે કે તે કીડની માટે ખુબ જ હાનીકારક છે. પરંતુ ભારતમાં આ દવા ખુબ વેચાય છે અને લોકો તેનો ઉપયોગ કરે છે.
- પેસ્ટીસાઇડ્સ
ભારતમાં જંતુઓથી બચવા માટે પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે આ દવા શાકભાજી અને ફળો દ્વારા આપણા શરીરમાં જાય છે અને તે આપણા શરીરમાં અનેક બીમારીઓને નોતરે છે, આ જ કારણથી વિદેશોમાં તેના પર પ્રતિબંધ છે.
- અનપેશ્ચુરાઇઝ્ડ મીલ્ક
કેનેડા અને અમેરીકમાં આ દૂધ નથી વેચાતું. અનપેશ્ચુુરાઇઝ્ડ મીલ્ક ત્યાં ચાલતુ નથી. ત્યાંના લોકો તેને વર્જ્ય ગણે છે. તેઓ માને છે કે આ દૂધમાં જીવાણુઓ હોય છે. પરંતુ ભારતમાં આ દૂધ ઉપલબ્ધ છે. અને લોકો છુટથી તેનો ઉપયોગ પણ કરે છે.
- લાઇફબોય સાબુ
આ સાબુ તમને લગભગ દરેક ઘરમાં જોવા મળશે. તમારા ઘરે પણ આ સાબુ હશે. પરંતુ તેની જ સામે આ સાબુને અમેરીકામાં પ્રતિબંધીત કરવામાં આવ્યો છે. જો કે ત્યાં લોકો આ સાબુનો કુતરાને નવડાવવામાં ઉપયોગ કરે છે. જો કે ભારતમાં આ સાબુ ખુબ જ લોકપ્રીય છે.
- ડી-કોલ્ડ ટોટલ
આ ઉત્પાદનની જાહેર ખબર તમે વારંવાર માધ્યમોમાં જોતા હશો. કારણ કે ભારતમાં આ દવા ખુબ જ પ્રચલીત છે. શરદી માટે ડી-કોલ્ડ ટોટલ લેવામાં આવે છે. જો કે કેટલાક દેશોમાં આ દવા પર પ્રતિબંધ છે. આ દવા માટે કહેવામાં આવે છે કે આ દવા કીડની માટે નુકસાન કારક છે.
- રેડબુલ
આ એક એનર્જી ડ્રીંક છે. ભારતમાં યુવાનોમાં આ ડ્રીંક ખુબ જ પ્રચલીત છે. ભારતમાં આ ડ્રીંક પ્રચલીત છે પરંતુ ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા દેશોમાં રેડબુલ પર પ્રતિબંધ છે. લીથુઆનીયા જેવા દેશમાં તો રેડબુલને 18 વર્ષથી નાના બાળક માટે પ્રતિબંધીત કરવામાં આવ્યુ છે. ત્યાં એવુ માનવુ છે કે રેડબુલ હાયપર ટેન્શન, ડીહાયડ્રેશન અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓને નોતરે છે.
- કીંડર જોય
આ ઉત્પાદનને અમેરીકમાં બાળકો માટે જોખમી માનવામાં આવે છે. કીંડર જોય અમેરીકાની બજારમાં પ્રતિબંધીત છે. કારણ કે ત્યાના હેલ્થ એક્સપર્ટ માને છે કે બાળકોને તેનાથી નુકસાન થઈ રહ્યુ છે. એક વાતનું આશ્ચર્ય તમને થશે કે અમેરીકમાં કીંડર જોયનું વેચાણ કરવુ પ્રતિબંધીત છે. અહીં તેના વેચાણ પર દંડ ભરવો પડી શકે છે.
- જેલી સ્વીટ
મોટા ભાગે જેલી સ્વીટ બાળકોની મનપસંદ ચોકલેટ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક દેશોમાં તેના પર પણ પ્રતિબંધ છે. અમેરીકા, કેનેડા અને ઓસ્ટ્રેલીયામાં જેલી સ્વીટ ખાવા પર પ્રતિબંધ છે. ભારતમાં આ જેલી ચોકલેટ બજારોમાં વેચાય છે.
- ડિસ્પ્રીન
ભારતમાં ડિસ્પ્રીન જેવી ટેબલેટ સહેલાયથી મળી જાય છે. જ્યારે લોકોને માથુ દુખે છે ત્યારે તેઓ ડિસ્પ્રીન લઈને ખાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ દવા સફળ સાબીત થઈ ન હોવાને કારણે તેના પર અમેરીકા અને યુરોપીયન દેશોમાં તેના પર પ્રતિબંધ છે. તો આ દેશોમાં અહીં આપેલા ઉત્પાદનો પર પ્રતિબંધ છે. હવે પછી તમે આ ઉત્પાદનોનો ઉપયોગ કરો તો તમારે પણ તેની ચોકસાઈ ચકાસવી પડશે. આ દવા કીડની પર ખરાબ અસર કરે છે.