💁♂️ આજના સમયમાં સૌથી મોટી સમસ્યા શરીરનો વધારે વજન છે. જેમાં આપણી જીવનશૈલી સૌથી મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે, ખરાબ જીવન શૈલી અને બહારના ભોજનનુ સેવન કરવું, વધુ ફેટવાળા ખાન-પાનથી વજન વધે છે અને શરીર બેડોળ બને છે. અનેક પ્રયાસો કરવા છતાં વજન ઓછો થતો નથી. કારણ કે, ખોટી રીતે કરેલ મહેનત વજન ઘટાડી શકતી નથી. જેથી આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવશું કે કસરતની સાથે તેનું સેવન કરવાથી તમારા વજનમાં સારો એવો ઘટાડો થઈ શકે છે.
💁♂️ સૌપ્રથમ આપણે જાણીશું વજન વધવાનું અને પેટ ફૂલી જવાનું કારણ, જેમાં આપણી અનેક ભૂલોને કારણે આપણાં શરીરમાં વજન વધી જાય છે. તેના મુખ્ય 2 કારણ છે બ્લોટિંગ અને વૉટરરિટેન્શન. આ બંને કારણોને લઈને આપણું શરીર વધી જાય છે. હવે જાણીએ આ વૉટરરીટેન્શન અને બ્લોટિંગ વિશે.
💁♂️ વોટરરિટેન્શન એટલે આપણું શરીર પાણીથી ફુલાઈને વધવા લાગે છે અને બ્લોટિંગ એટલે શરીરમાં ગેસ વધી જવાથી શરીર ફુલાઈ જાય છે અને શરીરમાં ચરબી જામવા લાગે છે. લોકો આ સમસ્યાથી પરેશાન થઈ જાય છે અને ખોટા પ્રયાસો કરવા લાગે છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ લાવવો સાવ સહેલો છે જેના વિશે આપણે જાણશું.
👉 વજન ઓછો કરવા માટે સૌપ્રથમ વધારે પાણી પીવાની ટેવ રાખવી જોઈએ અને રોજ સવારે અને સાંજે જમવાના 2-3 કલાક બાદ દોરડા કુદવા જેનાથી ઝડપથી વજન ઓછો થવા લાગશે. દોરડા કુદવામાં પહેલા તમે ઓછા કાઉન્ટથી શરૂઆત કરી શકો છો ત્યાર બાદ તમે તેની સંખ્યા વધારી શકો છો.
👉 આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે કોઈ પણ વસ્તુ વધારે પ્રમાણમાં ખાઈ લેતા હોઈએ છીએ જેથી વજન વધી જાય છે. તેથી જ્યારે પણ ભોજન કરવાનો સમય હોય અથવા તમને ભૂખ લાગે ત્યારે તમારે જેટલો ખોરાક ખાતા હોય એનાથી અડધો કરી દેવો અને બીજુ ભોજન તમે ફરી પાછી ભૂખ લાગે ત્યારે લઈ શકો આવું કરવાથી તમારા વજનમાં ઘટાડો આવવા લાગે છે.
👉 વજન ઓછો કરવા માટે તમારે દિવસમાં 5 વાર ભોજન કરવું જોઈએ. આ વાત તમને સાંભળતા મજાક લાગશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમારે ઓછી માત્રામાં ભોજન કરવું એવી જ રીતે આખા દિવસ દરમિયાન કરવુ જેનાથી તમારો વજન કંટ્રોલમાં રહે છે.
👉 વજન ઓછું કરવા માટે વધુ માત્રામાં પોટેશિયમ હોય એવા ખોરાકનું સેવન કરવું જે વજનને કંટ્રોલમાં રાખે છે. તેથી રોજ તમારે જંકફૂડ ખાવા કરતા લીલા શાકભાજી, બીટ, ગાજર, ફળ અને નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ.
👉 વોટરરિટેન્શનને દૂર કરવા માટે ભોજનમાં નમકનો ઉપયોગ સાવ નહિવત કરવો જોઈએ. કારણ કે, આપણે અજાણતામાં વધારે નમકવાળા ખોરાકનૂ સેવન કરતાં હોઈએ છીએ. લોકોને ખબર પણ ન હોય કે તેનાથી વજન વધવો, ચરબીમાં વધારો થવો જેવી સમસ્યા થતી હોય છે. જેથી નમકનું વધારે સેવન ટાળવું જોઈએ.
👉 પેટને ઓછું કરવા માટે આદુંની ચા બનાવી અને તેનું સેવન કરવું જોઈએ. આ ચા બનાવવા માટે સૌપ્રથમ એક કપ પાણી લેવું અને તેમાં આદુંના ટુકડા કરી અને નાખવા. આ બધુ એક પાત્રમાં નાખી અને તેને ગેસ પર ઉકાળવું. થોડી વાર ઉકળ્યા બાદ તેમાં લીંબુના રસના થોડા ટીપાં નાખવા, હવે તેની અંદર એક ચમચી મધ મિક્સ કરવું. આ બધુ સરખી રીતે ઉકળી જાય. ત્યાર બાદ તેને કપમાં ગાળી લેવું. આ ચાનૂ નિયમિત સેવન કરવાથી શરીરમાંથી વધારાની ચરબી ઝડપથી દૂર થઈ જશે.
જો વજન ઓછુ કરવાં વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.