આજના સમયમાં લોકોના ચહેરા પ્રદૂષણ, અલગ અલગ કંપનીના ક્રીમ, ફેશવોશના કારણે ખરાબ થતાં જાય છે. આ વસ્તુના કારણે ઉમર ઓછી હોવા છતાં ચહેરો વૃદ્ધ દેખાવા લાગે છે. ચહેરાની સ્કિનમાં ખાડા પડે છે, સ્કીનમાં કરચલી પડે છે, સ્કીનમાં ખીલ અને તેના દાગ પડે છે. આ ખીલના કારણે ચહેરો ખુબ જ ખરાબ અને તેમાં રહેલા ખાડાના કારણે ચહેરો વૃદ્ધ દેખાવા લાગે છે. આ ચહેરાને ઠીક કરવા માટે એવા ઘરલું નુસખા અને આયુર્વેદિક ઉપાય તમને આ આર્ટીકલમાં જણાવીશું જેનાથી ચહેરો હંમેશા સાફ, સુંદર અને ચમકીલો રહેશે.
અત્યારના તમામ છોકરા અને છોકરીઓને પોતાનો ચહેરો સુંદર અને ચમકીલો બનાવવાની કોશિશ કરતાં હોય છે. ચહેરા પરના ખીલ અને તેના ખાડા કાઢવામાં કેટલા અલગ અલગ પ્રકારના નુસખા અને દવાઓ લેતા હોય છે. તે વિદેશી દવાથી કોઈ ફરક પડતો નથી. તે માટે આજે ખાસ આયુર્વેદિક નુસખા લઈને આવ્યા છીએ જેનાથી ચહેરો ખુબજ સુંદર અને ચહેરા પરના ખાડા કાઢી શકશો. ચાલો જાણીએ તે દેશી અને આયુર્વેદિક નુસખા વિષે. આ નુસખા જાણ્યા પછી, તેની અંદર રહેલી કોઈ વસ્તુની તમને એલર્જી હોય તો તે વસ્તુનો ઉપયોગ કરવો નહીં. નહિ તો નુકસાન ભી થઈ શકે છે.
- ચોખાનો લોટ.
ચણાના લોટમાં ચહેરામાં રહેલા મૃત કોષોને કાઢવાની ક્ષમતા રહેલી છે. નિતમિત થોડું ઠંડુ દૂધ અને તેની અંદર પેસ્ટ બની શકે તેટલો ચોખાનો લોટ મિક્સ કરી મોં પર લગાવો. તે સુકાઈ જાય પછી થોડું પાણી ચહેરા પર લગાવી તેની મસાજ કરો અને 5 મિનિટ મસાજ કરી તેને સારા પાણીથી સાફ કરીલો. નિયમિત આ કાર્ય રાત્રે સુવાના પહેલા કરવું. જેથી પૂરી રાત ચહેરાને તડકો અને પ્રદૂષણના લાગે અને ચહેરા પરના ખાડા ધીરે ધીરે દૂર થવા લાગશે.
- ચંદન.
ચંદન ચહેરા માટે સૌથી ઉતમ વસ્તુ છે. રાત્રે ચંદન અને ગુલાબજળ મિક્સ કરી મોઢે લગાવી સવાર સુધી રહેવા દેવું અને સવારે ઠંડુ તને તાજું પાણી લઈ સાફ કરી લેવું આ કાર્ય નિયમિત કરવાથી થોડા દિવસમાં ચહેરા પર રહેલા દાગ અને ખાડા દૂર થવા લાગશે. નિયમિત ચંદનનું પેસ્ટ બનાવી લાગવાથી મન પણ પ્રફુલ્લિત રહે છે. પણ યાદ રાખવું કે ચંદન ઓરીજનલ હોય તો સારું ડુપ્લીકેટ ચંદનથી દુર રહેવું.
- ચણાનો લોટ.
ચણાના લોટ વિષે આયુર્વેદમાં ઘણા ફાયદાઓ લખવામાં આવ્યા છે. સૌથી વધારે ચણાનો લોટ મોઢાની સ્કીન પર ઉપયોગ કરવામાં આવે છે. ચહેરાને વર્ષો સુધી ઠીક રાખવા માટે સૌથી પહેલા થોડું દૂધ, તેની અંદર ચણાનો લોટ, અને અર્ધા લીંબુનો રસ આ ત્રણ વસ્તુને મિક્સ કરી નિયમિત દિવસમાં એક વાર લગાવવું. આ પેસ્ટ લગાવી 30 મિનિટ રહેવા દેવું અને પછી સાફ પાણીથી સાફ કરી લેવું. આ વસ્તુની સાથે દહીનું પેસ્ટ બનાવી લગાવવાથી ચહેરાના ખાડા પણ દૂર થશે. દહી અને લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર 15 મિનિટ લગાવી રાખો પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. થોડા દિવસમાં મોઢા પરના દાગ દૂર થવા લાગશે. અને ત્વચા પર ગ્લો આવશે..
- બેકિંગ સોડા.
ત્વચાને અંદરથી ચમકદાર બનાવવા માટે એક ચમચી બેકિંગ સોડા, એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. પછી તેને ચહેરા પર લગાવી 15 થી 20 મિનિટ રહેવા દો. અને પછી ઠંડુ અને સાફ પાણી લઈ મોઢું સાફ કરી લો. અઠવાડિયામાં આ કાર્ય 2 વાર કરવું. ધીરે ધીરે ચહેરો સુંદર અને ચમકીલો થવા લાગશે. લીંબુનો રસ અને ગુલાબજળ મિક્સ કરી નિયમિત રાત્રે મોઢા પર લગાવો, અને 10 મિનિટ પછી હુફાળું ગરમ પાણી કરી ચહેરો સાફ કરી લો. આ આ કાર્ય કરવાથી મોઢા પરના દાગ અને ખાડા દૂર થવા લાગશે.
ધૂડ અને તેલ ચહેરા પર દાગ અને ખાડા પડવાનું સૌથી મુખ્ય કારણ છે. તેલ અને ધૂળ ચહેરા પર બ્લેકહેડ્સ જેવી સમસ્યા થવા લાગે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દર 1 અથવા 2 કલાકે મોઢું પાણી વડે સાફ કરતાં રહેવું. આ કાર્ય કરવાથી ચહેરા પર રહેલી ગંદગી દૂર થવા લાગશે અને ચામડીમાં રહેલું તત્વ શુધ્ધ રહેશે અને ચામડી અંદરથી ગ્લો કરવા લાગશે.
- ધ્યાન રાખવાની બાબત.
ચહેરા પર રહેલા બ્લેકહેડ્સને દૂર કરવા અથવા ચહેરા પરના ખાડા છુપાવા ક્યારે પણ મેકપનો કે ક્રીમનો ઉપયોગ કરવો નહીં. આ મેકપ અને પાવડરનો ઉપયોગ કરવાથી ચામડી અંદરથી સ્વાસ લેવાનું બંધ થઈ જશે અને ચામડી જોઈતા પ્રમાણમાં સ્વાસ મળશે નહીં અને ચામડીમાં વધારે ખાડા અને દાગ પાડવા લાગશે.
જો તમને ચામડીની કે ત્વચાની કોઈ એલર્જી હોય તો, આ નુસખા અપનાવતા પહેલા તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. કેમ કે, નહિ તો આ ફેસપેક તમને બીજી કોઈ એલર્જીની સમસ્યા ઉભી કરી શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.