🏍️આજનો સમય એટલે કે ખૂબ જ ઝડપી જમાનો લોકો પોતાના દરેક કામને મિનિટોમાં કરવા માંગે છે. લોકોની પાસે આજે બિલકુલ સમય જ નથી તે પોતાના દરેક કામને જો ઝડપથી ના પૂર્ણ કરે તો ખરેખર ચાલે પણ નહીં. અને તેથી જ આજે નાના-મોટા દરેક લોકોને કોઈને કોઈ વાહનની જરૂર રહે છે. પોતાના ઘરથી બહાર નીકળતા જ તે પોતાના વાહનને સ્ટાટ કરે છે. અને વાહન ચલાવવા માટે દરેક વ્યક્તિને કોઈને કોઈ ઈંધણની પણ જરૂર રહે જ છે.
🏍️દોસ્તો, આજે અમે તમને વાહનના ઇંધણને લઈને કેટલીક મહત્વની વાત જણાવવા જઇ રહ્યા છીએ. આ વાત કદાચ તમે નહીં જાણતા હોય, દરેક વાહનને ચલાવવા માટે તેમાં જોઈતું ઈંધણ તો તેને આપવું જ પડે છે. પરંતુ ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવાનો પણ એક યોગ્ય સમય હોય છે. તો આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે આપણે કયા સમયે ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવું જોઈએ.
🏍️(પહેલાંની માન્યતા) – દોસ્તો, અમુક સમય પહેલા રિસર્ચ અનુસાર, એવું કહેવામાં આવતું હતું કે.. તમારે હંમેશા સવારના સમયે જ પેટ્રોલ, ડીઝલ પુરાવવું જોઈએ, આ સમય જ તમારા માટે એકદમ ઉત્તમ સમય છે. તમને આ સમય જે જણાવ્યો છે તેમાં પણ વિજ્ઞાનિક કારણ જ સમાયેલ છે સવારના સમયનું તાપમાન એકદમ નહિવત હોય છે. આ કારણે જમીનમાં રહેલ પેટ્રોલ ટેંક પણ એકદમ ઠંડુ હોય છે. જમીનમાં રહેલી ઠંડકના કારણે પેટ્રોલ, ડિઝલનું ધનત્વ વધી જાય છે. 1 ડિગ્રી તાપમાન નો વધારો થવાથી પેટ્રોલના આયતનમાં 1.2 મિલી લિટરનો તફાવત આવે છે. જ્યારે ડીઝલમાં 0.8 મિલી લિટર પ્રતિ લિટર તફાવત જોવા મળે છે.
🏍️”આથી જો તમે બપોરના સમયે પેટ્રોલ, ડીઝલ ભરાવો છો તો તે તમને પૂરે પૂરું નથી મળતું તે લિટરમાં ઓછું રહે છે. આમ તમને ઘણો લોસ જાઇ શકે છે. તો એ વાત હંમેશા યાદ રાખો કે સવારના સમયે જ પોતાના વાહનમાં ઈંધણ ભરાવવું જોઈએ.” પણ હવે અત્યારે ના સમયે વાસ્તવિકતા અલગ જ છે..
🏍️(અત્યારની હકીકત)- હાલમાં બધા પેટ્રોલ પંપ પર પેટ્રોલની ટેન્ક તમને અંડર ગ્રાઉન્ડ જ જોવા મળશે, અને તેની આસપાસ સિમેન્ટની જાડી દીવાલો જોવા મળશે, તેથી પેટ્રોલની ટેન્ક સુધી ગરમી ભાગ્યે જ પહોંચી શકે છે, તેમજ બીજી તરફ જોઈએ તો પેટ્રોલની ટેન્ક પણ એવી જ મજબૂત અને ગરમીને દૂર રાખી શકે તેવી હોય છે, જેના કારણે તેની અંદર રહેલું પેટ્રોલ આસાનીથી ગરમ થતું નથી.
તેમજ પેટ્રોલને જે પાઇપ વડે પંપ સુધી લાવવામાં આવે છે અને તેનાથી આપણી બાઇકમાં પણ જે પેટ્રોલ પૂરવામાં આવે છે, તે પાઇપ પણ પેટ્રોલને એકદમ ઠંડુ રાખે છે, તેથી તેવું સાબિત થાય છે કે, અત્યારે ના સમયે તમે સવારે પુરાવો કે બપોરે પુરાવો કે સંજે પુરાવો પણ પેટ્રોલની ક્વોલિટીમાં કોઈ તફાવત આવતો નથી.॥ તેથી સવારે કે સાંજે પુરાવવાની વાતોથી દૂર રહી શકો તો જ વધુ સારું..
🏍️(મહત્વની બીજી વાત) – જ્યારે તમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જાઓ છો તે સમયે જો તમે જોતાં હશો તો તમને જાણ થશે કે 730 થી 800 kg/m3 ની વચ્ચે આવવાથી પેટ્રોલને શુધ્ધ માનવામાં આવે છે. જ્યારે ડિઝલની ડેસીટી 830 થી 900 kg/m3ની વચ્ચે હોય તો તેને શુધ્ધ માનવામાં આવે છે. જો તમે પેટ્રોલ પંપ પર તેનાથી વધારે કે ઓછી ડેસીટી જણાય તો સમજવું કે પેટ્રોલ, ડીઝલમાં કોઈ ભેળસેળ કરવામાં આવી છે. તો હવેથી પોતાના વાહનમાં ઈંધણ ભરાવતા પહેલા તેની ડેસીટી ચોક્કસ તપાસો.
🏍️બીજી પણ એક વાત છે કે જે પણ ઘણી જ મહત્વની છે કે કાર કે બાઈકની ફ્યુલ ટેંકને ફૂલ રાખવી જોઈએ. કારણ કે જો પેટ્રોલની ટાંકી વધારે ખાલી રહેશે તો તેમાં વધારે હવા ભરાશે અને પેટ્રોલનું બાષ્પીભવન થવા લાગશે માટે જ્યારે પણ તમે પેટ્રોલ ભરાવો ત્યારે ફૂલ ટાંકી કરવો કે જેનાથી તેમાં હવા ના રહે અને આમ કરવાથી તમારા પૈસા ઘણા બચી શકશે.
જો આ પેટ્રોલ વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.