⚙️❄️ આજકાલ AC વગર કારની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આજે જો તમને એવી કારમાં બેસાડ્યા હોય જેમાં AC ચાલતું ના હોય તો, તમે ખુદ તેવી કારથી કંટાળી જશો. આ કારના AC માં અનેક નાના મોટા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. તેથી કારના AC ને લગતા તમામ પ્રશ્નોના જવાબ આજે તમારા માટે લઈને આવ્યા છીએ.
કારના AC ના આ બધા પોઇન્ટ જો તમે ધ્યાનથી વાંચી લેશો તો તમને કારના AC ના કુલિંગ પ્રોબ્લેમ, ફિલ્ટર પ્રોબ્લેમ, કન્ડેન્સર પ્રોબ્લેમ વગેરે જેવા AC ના અનેક પ્રોબ્લેમનું આસન ભાષામાં સોલ્યુશન ઘરે બેઠા મળી જશે. તો ચાલો AC ના પ્રોબ્લેમ સમજતા જઈએ અને તેનું સોલ્યુશન કરતાં જઈએ. લેખ ગમે તો વાંચ્યા બાદ શેર જરૂર કરજો.
⚙️❄️ AC નું ફિલ્ટર સાફ કરવું- ACનું ફિલ્ટર છે તે કારના AC માટેનું મહત્વપૂર્ણ અંગ છે. કેમ કે, બધી હવા ફિલ્ટર થઈને કારમાં આવતી હોય છે તેથી જો આ ફિલ્ટર જ ગંદુ કે ખરાબ હશે તો તમને ક્લીન હવા નથી મળી શકતી અથવા ઘણી વાર AC ની હવા માંથી ગંદા ફિલ્ટરને લીધે અજીબ સ્મેલ આવી શકે છે. તેમજ તમને ઓછા કુલિંગની પરેશાની આવી શકે છે. તેથી જો બની શકે તો ACનું આ ફિલ્ટર દરેક સર્વિસ વખતે ક્લીન કરાવવું જરૂરી છે. (નીચેનો ફોટો જુઓ)
⚙️❄️ AC ની સર્વિસ રેગ્યુલર રીતે કરાવો- જ્યારે તમે કારને સર્વિસ માટે આપો છો ત્યારે તમે ACની સર્વિસ પણ સાથે સાથે કરાવી લો, જો કુલિંગ થોડું ઓછું લાગે તો, તેમજ AC માં એવા ઘણા પાર્ટ છે જેને મિકેનિક અથવા AC ના એક્સપર્ટ સિવાય કોઈ ઠીક નથી કરી શકતું. તેથી અમુક સમયે AC ની સર્વિસ કરાવવી જરૂરી છે. તેમજ તમારી કાર જો અમુક લાંબા સમય માટે ઘરે બિલકુલ પડી રહેતી હોય તો પણ તેમાં AC ના અમુક પ્રોબ્લેમ થઈ શકે છે. માટે જો શક્ય હોય તો AC ની સર્વિસ નિયમિત રીતે કરાવતા રહો. તેનાથી આવનારા પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે.
⚙️❄️ કમ્પ્રેસર બેલ્ટ ચેન્જ – ઘણી ગાડીઓમાં આ પ્રોબ્લેમ આવતો હોય છે કે, AC નો બેલ્ટ ધીલો થઈ ગયો હોય છે, તેનાથી એ થાય કે, એન્જિન જેટલા RPM થી ફરતું હોય એટલા RPM થી કમ્પ્રેસર નથી ફરતું હોતું. તેથી બેલ્ટ ઢીલો હોવાને લીધે AC બરોબર કુલિંગ નથી આપી શકતું. તેથી AC નો બેલ્ટ જરૂર ચેક કરાવવો. (નીચેનો ફોટો જુઓ)
⚙️❄️ ગાડી પાર્કિંગ- ગાડીને તમે જેટલી ઠંડી જગ્યાએ પાર્ક કરશો, તેટલી ઓછી મહેનત AC ને કરવી પડશે. અને જો તમે ગાડીને ગરમીમાં કે સુર્ય પ્રકાશમાં પાર્ક કરશો એટલી વધૂ મહેનત AC ને કરવી પડશે. એટલે બઅને ત્યાં સુધી ગાડીને છાયામાં પાર્ક કરવાની રાખો. તેનાથી તમે જોઈ શકશો કે, AC ઓછી મહેનતે વધુ કુલિંગ આપી શકશે. અને AC ની સર્વિસની પણ લાંબા સમયે જરૂર પડશે.
⚙️❄️ કન્ડેન્સર ગંદુ થઈ જાય – ઘણી વાર કાર માં કન્ડેન્સર પર કચરો જમા થઈ જાય છે ત્યારે તમારું AC બરોબર કામ નથી આપતું, તે માટે તમારે કન્ડેન્સર પર જમા થયેલ કચરો 1-2 મહિને સાફ કરવો જોઈએ, અમુક ગાડીઓમાં 3-4 મહિને સાફ કરો તો પણ ચાલે, (કન્ડેન્સર સફાઇનો સમય તમારા કારના ઉપયોગ પર આધાર રાખે છે) એક વખત કન્ડેન્સર સાફ થઈ ગયા બાદ તમને જોવા મળશે કે, AC નુ કુલિંગ વધી ગયું છે. (નીચેનો ફોટો જુઓ)
⚙️❄️ AC ની શરૂઆત – જ્યારે તમે કારમાં બેસો ત્યારે સૌ પ્રથમ તરત AC શરૂ ના કરી દો, 2 મિનિટ પૂરતા બધા કાચ ખોલી નાખો એટલે કારની બધી ગરમ હવા બહાર નીકળી જાય અને ત્યાર બાદ કાચ બંધ કરીને પછી AC શરૂ કરો. જેનાથી કુલિંગ ફટાફટ અને જલ્દીથી આવી જશે. તે પછી AC બરોબર કુલિંગ આપી દે ત્યાર બાદ રીસર્ક્યુલેશન બટન શરૂ કરી દેવું. જેનાથી કાર લાંબો સમય ઠંડી રહેશે અને AC પર લોડ પણ ઓછો આવશે.
⚙️❄️ AC ના મોડનો યોગ્ય ઉપયોગ- AC માં અલગ અલગ મોડ આપ્યા હોય છે. તેમાં 1 આપણા માટે અગત્યનો મોડ છે કે, રિસર્ક્યુલેશન મોડ (નીચે ફોટો આપ્યો છે). આ મોડનો ઉપયોગ તમે જ્યારે કરશો ત્યારે AC પર ઓછો ભાર પડશે. કેમ કે, આ મોડ એવું કામ કરે છે કે, ગાડીની ઠંડી હવાને ફરીથી ગાડીમાં ફેરવતું રહે છે. તેના લીધે નવી ગરમ હવા પર AC ને ઓછું કામ કરવું પડે છે.
આ AC ના રી-સર્ક્યુલેશન મોડ ક્યારે શરૂ કરવો અને કેવા વાતાવરણ માં શરૂ કરવો, તેના વિશે એક અલગ લેખ લખેલો છે. AC ના રી-સર્ક્યુલેશન બટનનો ઉપયોગ શું હોય તે વિસ્તારથી જાણવું હોય તો અહી નીચે મોટા અક્ષરમાં લખેલ “AC રી સર્ક્યુલેશન બટન” પર ક્લિક કરો.
👉 AC રી-સર્ક્યુલેશન બટન 👈
⚙️❄️ ખાસ નોંઘ – આ ઉપરના પોઈન્ટ એવા હતા કે, જે સામાન્ય સર્વિસ દરમિયાન ઠીક કરી લો, તો AC નું કુલિંગ ઘણું વધી જતું હોય છે, પણ કારના AC માં અમુક એવા પ્રોબ્લેમ હોય છે કે, જે ફક્ત AC એક્સપર્ટ જ ઠીક કરી શકતા હોય છે, તેથી જો તમારા AC માં અમુક વસ્તુઑ ઠીક કર્યા બાદ પણ જો કુલિંગ બરોબર ના આવતું હોય તો કોઈ કાર એક્સપર્ટનો સંપર્ક કરીને સોલ્યુશન કરી લેવું જોઈએ.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.