દરેક મહિલાની એક જ ફરિયાદ હોય છે. અમુક સમયે દાળ બરાબર બફાતી હોતી નથી. કેટલીક વાર તો બળી પણ જતી હોય છે. જેના કારણે તે દાળ ફેંકી દેવી પડે છે. અને ખોટો અનાજનો બગાડ થતો હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કૂકરની સીટી વાગતાની સાથે કૂકરમાંથી દાળનું પાણી પણ બહાર આવી જતું હોય છે.
જેના કારણે પ્લેટફોર્મ ખરાબ થાય છે. સાથે કૂકરમાં પણ આજુબાજુ ચોંટી બધું સૂકાયને ખરાબ થઈ જાય છે. આજે તમને જણાવીશું કે કૂકરમાં દાળ રાંધતી વખતે કઈ કઈ સામાન્ય ભૂલો આપણા કરતા હોઈએ છીએ જેમા કારણે દાળ બળી જાય છે અને બરાબર રંધાતી હોતી નથી.
આ રીતે કૂકરમાં દાળ બળી જાય છે- ગમે તે દાળ બનાવો પહેલા તેને 15 મિનિટ પાણીમાં પલાળી રાખવી જોઈએ અને તેમાં પણ જો બહુ જૂની દાળ હશે તો તેને થોડા ગરમ પાણીમાં જરૂર પલાળી રાખવી જોઈએ. પછી જ્યારે દાળ બફાવા માટે મૂકો તે પહેલા ચમચી વડે હલાવી જરૂર મુજબ પાણી રેડી પછી જ દાળને બાફવા મૂકવી જોઈએ. જેથી તળીયે ચોંટેલી દાળ ઉખડી જાય અને બળે નહીં.
અમુક દાળ એવી હોય છે જે જલદી બફાતી હોતી નથી, જેમ કે ચણાની દાળ. તેને બફાતા ઘણી વાર લાગે છે. એટલે જ્યારે બનાવી હોય તેના એક કલાક અથવા બે કલાક પહેલા ગરમ પાણીમાં દાળને પલાળી રાખવી અને પછી જ કૂકરમાં સીટી મારવી જોઈએ. જેથી ઝડપથી બફાઈ જશે.
દાળ બાફવા મૂકો ત્યારે ધીમા તાપે ગેસ રાખવો જો તમે ગેસ ફૂલ ફ્લેમ રાખશો અને કૂકરનું તળીયું પાતળું હશે તો જરૂર દાળ બળી જશે. કૂકરમાં દાળ ચોંટી જશે. થોડી બફાયેલી દાળ બનાવશો તો તેમાં ટેસ્ટ પણ બળી ગયેલી દાળનો જ આવશે. આથી આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો દાળ ક્યારેય નહીં બળે અને તેનો ઓરિજિનલ ટેસ્ટ જળવાઈ રહેશે.
કૂકરમાંથી આ કારણે બહાર આવે છે દાળ- થોડી ભૂલોના કારણે દાળ બરાબર રંધાતી નથી અને સફાઈનું કામ વધી જાય છે. કૂકરમાંથી દાળ નીકળવાના ઘણા કારણો છે. (2) કૂકરની કેપેસિટી કરતાં વધારે દાળ બાફવા મૂકવી. (3) પાણીમાં પણ એવું જ છે. જેટલું જરૂર હોય તેટલું દાળ મુજબ પાણી રેડવું. વધારે પાણી દાળ સાથે ભળીને સીટી વાગે ત્યારે બહાર આવે છે. અને બધું ખરાબ થઈ જાય છે.
(4) અમુક સમયે નાનું કૂકર હોય તો મોટા બર્નર પણ દાળ બાફવા મૂકો ત્યારે ઉભરાય છે. તેથી નાનાં બર્નર સાથે તેની આંચ પણ ધીમી રાખવી જેથી બરાબર દાળ રંધાઈ જાય. (5) કૂકરમાંથી અમુક વખતે હવા પ્રેશર સાથે બહાર આવવાની કોશિશ કરે ત્યારે દાળનું પાણી પ્રેશર સાથે બહાર આવે છે.
કૂકરમાં દાળ ક્યારે ચડતી નથી- ઘણી વખત ઉતાવળમાં ઘણી સ્ત્રીઓ ભૂલ કરી બેસે છે. કૂકરની સીટી ફિટ કરતી નથી. તેથી કૂકરની અંદરનું પ્રેશર મુશ્કેલથી બને છે અને તેના કારણે પણ દાળ રંધાતી હોતી નથી. તમારા કૂકરનું રબર ઢીલું થઈ ગયું તો પણ દાળમાં સીટી વાગતી નથી અને ખાલી અવાજ આવ્યા કરતો હોય છે જેના કારણે આપણે અવારનવાર કૂકર ખોલીને જોવું પડે છે. અંતે દાળ બાફવામાં પ્રોબ્લેમ થાય છે. એક વસ્તુ યાદ રાખવી કે જે દાળ બરાબર ન રંધાતી હોય તેને એક કલાક પહેલા ગરમ પાણીમાં પલાળીને રાખવી અને પછી તેમાં થોડો બેકિંગ સોડા એડ કરવો.
કૂકરમાં દાળ રાંધવાની આ રીત સાચી છે- જે પ્રમાણે દાળ બાફવાની રીત બતાવીશું તે પ્રમાણે ફોલો કરશો તો ઝડપથી દાળ ઓગળી જશે અને કૂકરમાંથી બહાર આવવાની ઝંઝટ નહીં રહે. કોઈપણ દાળ બાફતા પહેલા તમારે રાંધ્યાના એક કલાક પહેલા પલાળી દેવી. જેથી દાળ બરાબર પલળીને ફૂલી જાય. જેથી કૂકરમાં થોડી સીટી વગાડશો તો પણ ઝડપથી બફાઈ જશે. અને જો કોઈ અચાનક ગેસ્ટ આવી ગયા હોય તો થોડું હુંફાળું પાણી કરી ફટાફટ દાળ પલાળી દેવી અને પછી જ બાફવા મૂકવી.
-બીજી એ વાત છે કે દાળ હોય તેટલા પ્રમાણમાં અથવા તેનાથી થોડું વધારે પાણી રેડવું. જેમ કે એક વાડકી દાળ હોય તો તેમાં તમે 1 વાડકી અને પછી અડધી વાડકી પાણી રેડી શકો. સરસ મજાની દાળ બફાઈ જશે. ઘણા લોકો દાળ બાફતી વખતે તેમાં મીઠું, હળદર પણ એડ કરતા હોય છે. કૂકર બંધ કરો તે પહેલા તેમાં એક ચમચી જેટલું તેલ કે ઘી રેડો. જેથી દાળ ઝડપથી રંધાઈ જશે અને તેની ચીકાશને કારણ દાળ કૂકરના ઢાંકણે ચોંટશે નહીં. કે સપાટી પર પણ નહીં ચોંટે.
(1) કૂકરના ઢાંકણાને બરાબર બંધ કરી લો. અને ચેક કરો કે બરાબર પ્રેશર બને છે કે નહીં. (2) જો તમારું કૂકર નાનું હોય તો ફ્લેમ ધીમી રાખવી અને એક-બે સીટીમાં દાળ બફાય જશે. જેથી કૂકર બંધ કરી દેવું.
(3) યાદ રાખવું કે બધી દાળ ફટાફટ બફાતી નથી. તેથી પલાળેલી દાળ જ ઝડપથી ચડી જશે. આથી કૂકર બંધ કર્યાના થોડા સમય બાદ હવા બહાર નીકળી જાય તે પછી જ કૂકર ખોલવું. (4) જો ગુજરાતી દાળ બનાવી હોય તો તેમાં બધા મસાલા કરીને દાળ બ્લેન્ડ વડે ક્રશ કરી તેમાં વઘાર કરી, ઉકળવા માટે મૂકી શકો. (5) જો દાળ ફ્રાય બનાવી હોય તો તેમાં ટામેટાં, ડુંગળી, લસણ નાખી. હિંગ અને જીરાનો વઘાર કરી શકો છો. તેની પણ ગાર્નિંશિંગ માટે કોશમીર નાખો. તૈયાર છે તમારી સરસ મજાની દાળ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.