આપણાં રસોડામાં એવી કેટલી વસ્તુ રહેલી હોય છે, જે શરીરને ઘણા ફાયદાઓ કરવાની ક્ષમતા રાખે છે. પણ આપણે તે વસ્તુ વિષે ક્યારે જાણતા નથી. આજે આ આર્ટિકલની મદદથી તમને જણાવીશું કે, જે વસ્તુના ઉપયોગથી ભોજનમાં સ્વાદ વધારો કરો છો તેની મદદથી શરીરમાં કેટલા ફાયદાઓ થાય છે. ભોજન સ્વાદિષ્ટ બનાવવા માટે મરી-મસાલાનો ઉપયોગ કરો છો પણ તમને ખબર છે તેમના કેટલા મસાલા શરીરને રોગમુક્ત કરવાની શક્તિ રાખે છે.
આજે તમને જે મસાલાના ઉપયોગ કરવાની વાત કરીશું તેનું નામ છે, “તજ”. હા દોસ્તો તજ એક એવી વસ્તુ છે જેના ગુણ શરીરના ઘણા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આ ગુણના કારણે તજ વિષે આયુર્વેદમાં પણ ઘણા ઉપાયો લખવામાં આવેલા છે. તમે ક્યારે તેના વિષે નહીં સાંભળ્યુ હોય. આ આર્ટીકલ પૂરો અને ધ્યાનથી વાંચો જેથી તેના ફાયદાઓ અને તેના ઉપયોગ વિષે પૂરી માહિતી તમને સમજાઈ શકે. તજ વિષે કેટલી એવી વાતો છે જે ઓછા લોકોને ખબર હોય છે. આજે તે ફાયદાઓ તમે પણ જાણીલો અને તેનો ઉપયોગ કરી ઘરે જ બીમારીથી છુટકારો મેળવો.
હ્રદય- જે પણ લોકોને હ્રદયની તકલીફ છે અથવા જે લોકોને હ્રદય સબંધિત બીજી તકલીફ હોય છે તેની માટે તજ અસરકારક ઔષધિ છે. થોડા તજને તમારા ઘરે જ પીસી પાવડર બનાવો અને તેની અંદર એક ચમચી જેટલું શુદ્ધ મધ મિક્સ કરો. આ બંને બરાબર મિક્સ કરી તેનું સેવન સવારે અને સાંજે રોટલી સાથે કરો. હ્રદયની લગતી બધી જ નસોમાં જામેલું કોલોસ્ટ્રોલ દૂર થવા લાગશે અને બધી જ નસો બરાબર કામ કરશે. નસોમાં જમા થયેલો બધો જ કચરો દૂર થવા લાગશે.
સવારે અને સાંજે જ સેવન કરવું બપોરે સાદું ભોજન કરવું એટલે તજની ગરમી વધારે શરીરમાં જમા નહીં થાય. તૈયાર મળતો તજનો પાવડરનો ઉપયોગ ના કરવો. તજનો પાવડર ઘરે જ બનાવી તેનું સેવન કરવું તેથી તજનો પાવડર શુધ્ધ મળશે. બજારનો તૈયાર પાવડર ભેળસેળ વાળો પણ હોય શકે.
પેટ- એવું સાંભળવામાં આવ્યું છે કે, શરીરમાં તમામ બીમારી પેટથી શરૂ થાય છે. પેટની સમસ્યાથી શરીરમાં બીજી ઘણી બીમારીઓ ઊભી થાય છે. તો પેટને સાફ અને તંદુરસ્ત રાખવું ખુબજ જરૂરી છે. પેટની મુખ્ય બીમારી ભોજન નહીં પચવાની હોય છે. પાચનતંત્રની નબળાઈના કારણે નવી નવી બીમારી શરીરમાં જન્મ લેવા માંડે છે. અપચો, ગેસ, એસિડિટી અને પેટનો દુખાવો જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે નિયમિત એક ચમચી મધ અને તેની સાથે અર્ધી ચમચી તજનો પાવડર મિક્સ કરીને સેવન કરવું.
આ કાર્ય ભોજન કર્યા પછી 30 થી 35 મિનિટ પછી કરવું જેથી ભોજન પચવામાં મુશ્કેલી નહીં થાય. આ ઉપાય સાથે થોડું થોડું ચાલવાનું પણ રાખો જેથી અપચાની સમસ્યા આસાનીથી દૂર થવા લાગશે. આ કાર્ય કરવાથી થોડા દિવસની અંદર પાચનશક્તિ મજબૂત થવા લાગશે અને વધુ ચરબી પણ જમા નહિ થાય.
ચામડી- તજની સુગંધ લગભગ બધા લોકોને પસંદ હોય છે. તજને ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, તજની મદદથી ચામડીની ઘણી સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. મોઢાની ઘણી સમસ્યા માટે તજ અને મધનો ઉપયોગ ઘણો અસરકારક રહે છે. થોડા તજને ભેગા કરી પીસી અને તેની અંદર બે થી ત્રણ ચમચી મધ મિક્સ કરી પેસ્ટ બનાવો અને તે પેસ્ટને મોઢા પર લગાવો, પછી આ પેસ્ટને 10 મિનિટ પછી સાફ કરી લો. મોઢું ચમકવા લાગશે અને મોઢા પરના દાગ દૂર કરવામાં મદદ કરશે.
મોઢા પર ખીલની સમસ્યા વધારે રહેલી છે તો, થોડા તજને પીસીને પાવડર બનાવી અને તેની અંદર અર્ધા લીંબુનો રસ મિક્સ કરી અને ખીલ પર લગાવો થોડા દિવસ આ કાર્ય કરો ખીલ ગાયબ કરી દેશે. આ પેસ્ટને ખીલ પર લગાવી અને 5 થી 7 મિનિટ રહેવા દેવું પછી ઠંડા પાણીથી મોઢું સાફ કરી લેવું. અઠવાડિયામાં ત્રણ દિવસ આ કાર્ય કરીને પછી 3 દિવસ વિરામ લેવો.
ચરબી- અત્યારે લગભગ મહિલા કે, પુરુષને પોતાનો વજન વધે તે સમસ્યા રહેલી છે. અનિયમિત ભોજન અને અનહેલ્ધી ફૂડના કારણે વજન વધારે થવો આમ વાત થઈ ગઈ છે. વજન વધવાનું મુખ્ય કારણ છે શરીરમાં વધતું ખરાબ કોલોસ્ટ્રોલ અને ચરબી. આ સમસ્યાને દૂર કરવા માટે રસોડામાં રહેતા તજ ખુબજ મદદગાર સાબિત થશે.
બપોરના ભોજનની એક કલાક પહેલા તજનો પાવડર બનાવી અને તેને એક કપ પાણીમાં મિક્સ કરી ઉકાળો. પછી તે પાણીને ઠરવા દેવું અને ઠર્યા પછી તેની અંદર બે ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો. આ જ કાર્ય રાત્રે સૂતા પહેલા એક વાર જરૂર કરવું. વધતી ચરબી કંટ્રોલમાં આવી જશે અને મધ અને તજના સેવનથી વજન ઓછો કરવામાં મદદ મળશે.
ધ્યાનમાં રાખો- ઉપર જણાવેલા તમામ કાર્યને બરાબર સમજી અને ધ્યાનથી કરવા કારણ કે, કોઈ વ્યક્તિને આમાની કોઈ વસ્તુની એલર્જી રહેલી છે તો નુકસાન કરી શકે છે. તેથી બધી જ વસ્તુ ધ્યાનથી અને સમજીને કરવી જરૂરી છે. તજ અને મધ મિક્સ કરી પીવાથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે પણ એલર્જી વાળા વ્યક્તિને નુકસાન પણ કરી શકે છે. કોઈ વસ્તુની એલર્જી નથી તો કોઈ સમસ્યા થશે નહીં.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.