દરેક વ્યક્તિ ઘરને સજાવવા માટે કંઈકને કંઈક કરતો હોય છે. ઘણી વખત તો આખી જિંદગી ઘર સજાવવામાં નીકળી જતી હોય એવું પણ બનતું હોય છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ ઘર બનાવે અથવા રહેવા જાય તે પછી એવી કેટલીક ભૂલો કરતો હોય છે જેના કારણે તેમને અને ઘરના દરેક સભ્યે તેનું પરિણામ ભોગવવું પડતું હોય છે.
તમને એવા કેટલાક વાસ્તુદોષ વિશે જણાવીશું જેનાથી તમારું નસીબ ચમકી જશે અને સૂતેલું ભાગ્ય ધીમેધીમે આગળ વધવા લાગશે. માત્ર તમારે જણાવ્યા પ્રમાણે ઉપાય કરવાના રહેશે અને ઉપાય કરવામાં કોઈ વધારાનો ખર્ચ પણ નહીં થાય.
-રોજ સવારે વહેલા ઉઠીને ભગવાનના ભજનો અથવા કોઈ પણ પ્રકારના મંત્રો જાપ કરવા જોઈએ. જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલી ઘરમાં આવે નહીં. જો તમે ન કરી શકતા હોવ તો મોબાઈલ કે ટીવી અથવા ટેપ રેકોર્ડમાં વગાડી શકો છો.
-જો તમે ફ્લેટમાં રહેતા હોવ તો ઘરના મુખ્ય દરવાજા પાસે ક્યારેય કચરાપેટી ન રાખવી જોઈએ. તેનાથી પાડોશી જોડેના સંબંધો બગડે છે. ટેનામેન્ટ હોય તો પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
-રાત્રે મોડા જમ્યા પછી ક્યારેય વાસણો ચોકડીમાં એઠા ન રાખી મૂકવા જોઈએ. જો તમે રોજ રાત્રે ગંદા વાસણ મૂકી રાખશો તો ધનમાં વૃદ્ધિ થશે નહીં. તો ખાસ કરીને મહિલાએ યાદ રાખવું જોઈએ.
-પરિવારના કોઈપણ વ્યક્તિએ ખાટલા, પલંગ, શેટી, સોફા પર બેસીને ન જમવું જોઈએ. તેવું કરવાથી ઘર પર દેણું વધે છે અને સભ્યો વચ્ચે અશાંતિ ફેલાય છે.
-તમારે મહિનામાં એક વખત મિશ્રી વાળી ખીર અથવા કોઈપણ ગળી વસ્તુ બનાવીને ઘરમાં ખાવી જોઈએ. જેથી ઘરના સભ્યો વચ્ચે પ્રેમ વધશે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહેશે.
-જો તમારે ઘરમાં ધનલાભ જોયતો હોય તો કોઈપણ ફળ ખાવ તેની છાલ ડસ્ટબિનમાં ન નાખવી જોઈએ. મોટાભાગના લોકો આ ભૂલ કરતાં હોય છે. આજથી આ આદત બદલી નાખવી જોઈએ. ડસ્ટબિનમાં છાલ ન નાખતા ગાયને ખવડાવવી જોઈએ. જેથી થોડા સમયમાં ધનલાભ થવા લાગશે.
-ઘરનો જે ઇશાન ખૂણો હોય તેમાં એક કળશ ભરીને રાખવો જોઈએ. જેથી પરિવારના સભ્યો ખુશ રહે. પૂજા ઘર અથવા મંદિરની પાસે આ કળશ રાખશો તો વધારે સારું થશે. મોટો કળશ ન રાખી શકો તો નાની લોટી પણ જળથી ભરીને મૂકી રાખવી જોઈએ.
-વીકમાં એક વખત તમારે અથવા કામ કરતાં હોય તો કામવાળાને કહેવું કે સિંધાલૂણ નાખીને પોતું કરવું, જેથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય.
-કેટલાક લોકોના ઘર દિવાળી આવે ત્યારે જ સાફ થતા હોય છે. પરંતુ તેનાથી ઘરના સભ્યનું ભાગ્ય બગડે છે. એટલું ન નહીં ભાગ્ય પર ધૂળ લાગે છે સાથે સાથે નસીબ નબળું પડતું જાય છે. જેથી કોઈપણ કાર્ય કરે તેમાં સફળતા મળતી હોતી નથી. તેથી ઘરમાં કરોળિયાના જાળા કે ધૂળ જમા ન થવા દેવી જોઈએ.
-જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તેવું ઇચ્છાતા હોવ તો ક્યારેય સૂર્યાસ્ત સમયે અથવા સૂર્યાસ્ત પછી દૂધ, ડંગળી, દહીં બીજા લોકોને ન આપવા જોઈએ.
-નોકરી કરતાં દરેક વ્યક્તિએ મહિનામાં એક વખત ઓફિસ પર મીઠાઈ લઈ જવી જોઈએ. જેથી ઓફિસમાં પ્રગતિ થાય. તે મીઠાઈ સાથે કામ કરતા દરેક વ્યક્તિને આપવી જોઈએ.
-રોજ રાત્રે સૂતા પહેલા બાથરૂમમાં પાણીની ડોલ ભરીને મૂકવી જોઈએ, જેથી તમારી ઉન્નતિ થશે અને સમૃદ્ધિના માર્ગ ખૂલશે.એટલું નહીં રસોડામાં પણ રોજ રાત્રે પાણીની ડોલ ભરીને મૂકવામાં આવે તો દેણામાંથી છુટકારો મળે છે. આ રીતે ઉપર જણાવેલ ઉપાય કરશો તો તમારું નસીબ ખુલી જશે.
જો ભાગ્યોદય વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.