🍐 બધા લોકોને અલગ-અલગ જાતના ફળોનું સેવન કરવું પસંદ હોય છે. જેમાં જામફળ એ મન પસંદ ફળો માંથી એક ફળ છે. જેથી લોકો તેની સિઝન આવતા બજારમાંથી ખરીદતા હોય છે. અમુક લોકો પોતાના ફળિયામાં જામફળનું વૃક્ષ વાવતા હોય છે. જેમાં આવેલા ફળોને ખાવાનો અનેરો આનંદ આવે છે.
🍐 ઘણી વાર ઘરે ઉગાવેલ જામફળના વૃક્ષમાં ફળો આવતા નથી. આ સમસ્યાનું મુખ્ય કારણ વૃક્ષની જાળવણીનો આભાવ હોય છે.જો તેના ઉછેરમાં પુરતૂ ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા થાય છે. ઉપરાંત અમુક જમીન એવી હોય છે. જેમાં વૃક્ષની વધારે વૃદ્ધિ થઈ શકતી ન હોય. આ બધી સમસ્યાઓના ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ આવો જાણીએ.
🍐 જામફળના વૃક્ષને સારી વૃદ્ધિ કરાવવાના ઉપાય :-
👉 કુદરતી ખાતરનો પ્રયોગ :- ઘણી વાર એવું થતું હોય છે કે, ઘરમાં વાવેલા વૃક્ષને ખાતર ન મળવાને કારણે ફળો આવતા ન હોય જેથી આપણે વૃક્ષના ઉછેર માટે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ખાતરમાં પણ જો કેમિકલ રહિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીએ તો વૃક્ષનો વિકાસ સારો થાય અને ફળો લૂમે-જુમે આવવા લાગે છે.
🍐 ઓર્ગેનિક ખાતરમાં તમે શાકભાજીની વધેલી છાલ, સડેલા ફળો અને ગાયના છાણનો ઉપયોગ કરી શકો છો. વૃક્ષના થડની આસ-પાસ એક લેયર માટીનું કરવું અને તેના પર એક કુદરતી ખાતરનું લેયર અને ફરી એક માટીનું લેયર કરવું. આ ઉપાય કરવાથી વૃક્ષનો સારો એવો વિકાસ થશે અને ફળો પણ વધારે આવશે.
👉 ચૂનો :- અમુક વાર જામફળના વૃક્ષમાં ફળો તો આવી જતાં હોય છે. પરંતુ અમુક જીવાતો, ઇયળો જેવી સમસ્યા થઈ જવાથી ફળ ખરાબ થઈ જાય છે અને તેને ફેકી દેવા પડે છે. આ સમસ્યાથી બચવા માટે ચૂનો બેસ્ટ ઉપાય છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક પાત્રમાં પાવડર સ્વરૂપ 4 ચમચી ચૂનો લઈ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી સરખી રીતે હલાવી લેવું. હવે આ મિશ્રણને એક સ્પ્રેની બોટલમાં ભરી જામફળના પર્ણ અને થડમાં છંટકાવ કરવો. આ ઉપાય કરવાથી ફળમાં કોઈ પણ પ્રકારની જીવાતો થશે નહિ.
👉 ફૂલને રક્ષણ આપવું :- અમુક વાર એવું થતું હોય છે કે, જામફળના વૃક્ષમાં ફળના ફૂલ તો આવતા હોય છે. પરંતુ અમુક કારણોસર આ ફૂલ ખરી જતાં હોય છે. આ સમસ્યા થવાથી ફળો આવતા નથી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કુદરતી ખાતરમાં રાખનો ઉપયોગ કરી શકો છો. જેથી વૃક્ષમાં ફૂલ ખરશે નહીં જેથી ફળો વધારે આવવા લાગશે.
🍐 ઉપરાંત વૃક્ષને સુર્યનો પૂરતો પ્રકાશ મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. જેથી તેનો વિકાસ સારો થઈ શકે. અમુક લોકો વૃક્ષ હોય તે જગ્યાએ છાંયડો કરવા છત બંધાવતા હોય છે અથવા પતરાં નખાવી દેતા હોય છે જેથી વૃક્ષ પર સુર્ય પ્રકાશ આવતો નથી જે કારણે વૃક્ષનો વિકાસ થઈ શકતો નથી.
👉 વૃક્ષની જાળવણી :- વૃક્ષના વિકાસ અને તેમાં ફળો ન આવવાનું મુખ્ય કારણ ક્યાંકને ક્યાંક વૃક્ષની જાળવણીનો અભાવ પણ હોય છે. જેમાં વૃક્ષને સમયે-સમયે પાણી ન પાવું અને માટીનું અમુક સમયના અંતરે ખેડાણ ન કરવું હોઇ શકે છે જેનાથી વૃક્ષનો વિકાસ સારો થતો નહીં અને ફળો આવતા નથી. તેના માટે તમારે રોજ વૃક્ષને પાણી પાવું અને સમયાંતરે માટીનું ખેડાણ પણ કરવું જોઈએ. જેથી વૃક્ષનો સારો એવો વિકાસ થઈ શકે.
🍐 આ રીતે તમે જામફળના વૃક્ષને ઉછેરી અને તેનો વિકાસ વધારી શકો છો. ઉપરાંત આ બધા ઉપાયો અપનાવવાથી તમારા ગાર્ડન અથવા ફળિયામાં રહેલા જામફળના વૃક્ષમાં વધારે પ્રમાણમાં ફળો આવવા લાગશે. જેના સેવનથી તમારા સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો થશે. કારણ કે, આ ફળ કોઈ કેમિકલ વગર તૈયાર થશે જેથી તેમાં કુદરતી ગુણોનો ભંડાર રહેલો હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી સાબિત થાય છે.
જો જમફળીનાં ઉછેરની ટિપ્સ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.