જે રીતે આપણે આપણે ઘરમાં પાણીના ફ્લિટરની સફાઈ બરાબર કરીએ છીએ. એજ રીતે શરીરના ફિલ્ટર એટલે કે ફિડનીની સફાઈ પણ બરાબર કરતા રહેવું જોઈએ. જેનાથી આપણા શરીરની ગંદકી સહેલાઈથી બહાર જતી રહે. કિડની આપણા શરીરનો એક મહત્વનો ભાગ છે. આપણા બ્લડને ફિલ્ટર કરી ગંદકી સાફ કરી દે છે. તેથી આપણી કિડનીને સ્વસ્છ રાખવી ખૂબ જરૂરી છે. જેથી આપણું સ્વાસ્થ્ય સારું બની રહે.
કિડની માનવશરીર માટે યોગ્ય રીતે કાર્યશીલ રહેવી ખૂબ જરૂરી છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થ અને કચરો કાઢવામાં મદદ કરે છે. કિડનીની યોગ્ય કામગીરીને સુનિશ્ચિત કરવા માટે અમુક પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. કિડનીમાં રહેલા ઝેરી પદાર્થને બહાર કાઢવાના ઘણા ઘરેલુ ઉપાય છે. જો કિડનીને ડિટોક્સ કર્યા વિના છોડવામાં આવે તો શરીરને પહોંચાડી શકે છે. તેનાથી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. જેમ કે કિડનીની પથરી, બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન રહે, મૂત્રાશયના કામકાજમાં સુધારો લાવવો વગેરે જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.
- તો ચાલો જાણીએ કિડનીની સફાઈ કરવાના ઘરેલુ ઉપચારો વિશે.
લીંબુ- વિટામિન-સીથી ભરપૂર લીંબુ શરીરમાં હાજર ટોક્સિન્સને દૂર કરવામાં અત્યંત કારગર નીવડે છે. આ માટે તમારે બસ દરરોજ એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નીચવીને પી જવો. જો કિડનીની કોઈ બીમારીથી હેરાન થઈ રહ્યા હોવ અથવા કિડનીને તંદુરસ્ત અને સાફ રાખવા ઈચ્છો છો તો ગરમ પાણીમાં લીંબુના રસનું સેવન ઘણો ફાયદો આપશે.
એપલ સાઈડર- એપલ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તે સૌ કોઈ જાણે છે તેવી જ રીતે એપલ સાઈડર વિનેગર કિડની માટે લાભદાયી માનવામાં આવે છે. તે ઉપરાંત ખીલની સમસ્યા માટે ઉપયોગી છે. આ વિનેગર શરીરને ડિટોક્ષીફાય કરે છે. જેથી કિડનીની ગતિવિધિ સારી કરે છે. એપલ સાઇડરથી તમારું વજન પણ ઘટે છે. ઘણા લોકો ડાયેટમાં તેનો ઉપયોગ કરતા હોય છે.
કેપ્સીકમ- કેપ્સીકમમાં વિટામિન-સી સારા પ્રમાણમાં હોય છે. અને તેમાં પણ લાલ શિમલા મરચું કિડનીને ફાયદો આપશે. લીલું કે પીળું કેપ્સીકમ ગુણકારી નથી. લાલ કેપ્સીકમમાં વિટામિન-સી ઉપરાંત ફોલિક એસિડ અને વિટામિન-એ, B2 અને B6 હાજર હોય છે. સાથે પોટેશિયમની માત્રા પણ હોય છે. તે કિડનીને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.
આદુ- શરદી ઉધરસમાં જે રીતે આદુ લાભદાયી બને છે. એ જ રીતે કિડની સાફ કરવા માટે પણ આદુનો રસ ઘણો ઉપયોગી છે. આદુમાં વિટામિન, કેલ્શિયમ અને આયોડિન જેવા અનેક પોષક તત્વો સામેલ હોય છે. જે કિડનીમાં હાજર ઝેરી પદાર્થોને બહાર નીકાળે છે. તેનાથી પાચનતંત્ર પણ સારું બને છે અને વજન પણ ઘટે છે. આદુના રસના ઉપયોગથી લાંબા સમય સુધી કિડનીની સમસ્યાઓથી દૂર રહી શકાય છે.
નારિયેળ- નારિયેળ પાણી આમ પણ ઘણા રોગો દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. કિડની સાફ કરવા માટે અત્યંત મહત્વનું છે. નારિયેળ પીવાથી કિડનીની સમસ્યાથી બચી શકાય છે. જો કોઈને કિડનીમાં પથરી થઈ હોય તો રોજ નાળિયેર પાણી પીવું જોઈએ. જે તમારી કિડનીમાં રહેલો કચરો બહાર કાઢી નાખશે. નાળિયેર પાણી વિટામિન્સથી ભરપૂર હોવાથી તમારા શરીરને તંદુરસ્ત રાખશે સાથે વાળ અને સ્કીનને સ્વસ્થ રાખવાનું કામ કરશે. રોજ નાળિયેર પાણી પીતા હોય તેની સ્કીન હંમેશાં ગ્લો કરશે.
બીટ- શિયાળાની સીઝનમાં મોટાભાગના લોકો લીંબુ અને બીટનો રસ પીતા હોય છે. તે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. માટે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ રીતે લાલ બીટનો જ્યૂસ તમે નિયમિત પીશો તો કિડની સારી રીતે સાફ બનશે.
સંતરા-તરબૂચ- સંતરાનો રસ તમારી કિડનીને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરશે. તે સિવાય કિડનીની સફાઈ પણ થઈ શકે છે. સંતરા, સફરજનના રસનું સેવન નિયમિત કરી શકો છો. જેમાં સાઈટ્રિક એસિડ હોય છે. આ રસ કિડનીમાં પથરી બનતા રોકે છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.