લગભગ કોઈ ઘર એવું નહીં હોય કે ત્યાં લીંબુનો ઉપયોગ ના થતો હોય, બધા જ ઘરોમાં લીંબુનો ઉપયોગ મામૂલી છે. પણ લીંબુને તમે વધારે સમય સુધી ઘરે સાચવી નથી શકતા કેમ કે, તે ખરાબ થવા લાગે છે. તમે એક સાથે 500 ગ્રામ કરતાં વધારે લીંબુ લો તો તે એક કે બે દિવસ સારા રહે વધારે 5 દિવસ સુધી સારા રહે છે પછી તે ખરાબ થવા લાગે છે તે પાક્કુ હોય છે. કેમકે લીંબુમાં તેનો રસ હોય છે તે વિટામિન સી થી ભરપૂર હોય છે તેથી તે રસના કારણે વધારે દિવસ લીંબુ સારા રહેતા નથી.
આજે આપણે તે લીંબુને કેવી રીતે વધારે દિવસ સારા રાખી શકાય તેના વિષે થોડી વાત કરીશું આ એક ઉપાય છે જેનાથી લીંબુ તમે પાંચ દિવસ કે તેથી વધારે સમય માટે સાચવી શકો છો. આ ઉપાય સારી રીતે સમજીને ઉપયોગમાં લેવામાં આવે તો લીંબુ 15 દિવસ કે તેથી વધારે દિવસ માટે પણ સારા રાખી શકો છો. ચાલો હવે તે જાણીએ કે લીંબુને વધારે સમય માટે કેવી રીતે ફ્રેશ રાખી શકાય છે.
પહેલો સૌથી સરળ ઉપાય છે કે, લીંબુને એક ડબ્બામાં રાખીને પણ સાચવી શકો છો. ચાલો જાણીએ કે કેવી રીતે, સૌથી પહેલા એક સારો ડબ્બો લેવો તેની અંદર નીચે એક કાગળનું પેપર સરખો રાખો પછી તેની ઉપર લીંબુને રાખો લીંબુ નાખ્યા બાદ ફરી તે લીંબુ ઉપર એક પેપર રાખી દો, પછી તે ડબ્બાને ફિટથી બંધ કરી દો. પછી થોડા સમય બાદ ફરી તે કાગળને બદલવાનો રહેશે. આ કાર્યથી લીંબુ વધારે સમય માટે સારા રહે છે.
બીજો ઉપાય છે લીંબુના રસનો. આ રસને પણ લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે. સૌથી પહેલા તમારે ટેસ્ટ કરવા માટે પાંચ કે છ લીંબુનો રસ કાઢો પછી તેને તમારા ફ્રીજમાં રાખવાનો છે પણ તે લીંબુના રસને તમે બરફ બનાવો તે આઇસ ટ્રેની અંદર ભરી દેવો પછી તે ટ્રે બફરના ખાનામાં રાખવાનો રહેશે. આ લીંબુનો રસ બરફ થાય છે પછી તેનો ઉપયોગ કરવા માટે તે લીંબુના રસનો બરફ ઉપયોગ માં લેવો તે રસ બિલકુલ ઠીક હશે તે ખરાબ નહીં થાય.
ત્રીજો ઉપાય – લીંબુના રસની બીજી પણ એક ટીપ્સ છે કે, લીંબુના રસને કાઢીને તેને એક બોટલમાં ભરી લો, ત્યાર બાદ તે બોટલનું ઢાંકણ ફીટ થી બંધ કરી દો. તેનાથી તેને હવા નહિ લાગે. તેમજ જયારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે થોડો રસ કાઢીને ફરીથી ફટાફટ બોટલ બંધ કરી દો. આ ઉપાય ઘણા લોકો કરતા જ હોય છે. આ ઉપાય પણ ખુબ સારો છે.
ચોથો ઉપાય છે થોડા લીંબુને એક સારા પેપરની અંદર કવર કરી ને એક પોલીથીન બેગની અંદર રાખી દેવા આ લીંબુને લાંબા સમય સુધી કઈ નહીં થાય પણ આ લીંબુને સાત દિવસ પછી ફરી નવા પેપરની કવર કરવા સાત દિવસના સમય ગાળે તે પેપર બદલવાનું રહેશે. આ કાર્ય કરવાથી લીંબુ વધારે સમય સારા રહે છે.
છેલ્લો ઉપાય છે કે, બધા જ લીંબુને એક સારા પેપરની અંદર કવર કરીને એક સારા ડબ્બાની અંદર રાખો પછી તે ડબ્બાને સારી રીતે પેક કરો પણ ધ્યાન રાખવું કે તે ડબ્બાની અંદર હવા બિલક્લ ના લાગે નહિતો લીંબુ ખરાબ થવા લાગે છે હા થોડા દિવસ પછી તે પેપર બદલવાનું રહેશે. આ કાર્ય કરવાથી લાંબા સમય સુધી લીંબુને કૌઈ નુકસાન થશે. આટલી વસ્તુ કરવાથી લીંબુ વધારે સમય માટે સ્ટોર કરી શકો છો.
આ ટિપ્સ તમને વધારે ઉપયોગી બનશે જ્યારે પણ લીંબુનો ભાવ વધારે હોય છે ત્યારે આ કાર્ય કરવાથી લીંબુને તમે વધારે સમય માટે સ્ટોર કરી શકો છો. જ્યારે પણ માર્કેટમાંથી સસ્તા લીંબુ મળે છે ત્યારે લોકો વધારે લીંબુ સ્ટોર કરે છે પણ તેને સાચવવાની ખબર રહેતી નથી અને ખરાબ થવા લાગે છે. આ કાર્ય કરવાથી મહિના સુધી લીંબુ ખરાબ થશે નહીં.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.